SCO Summit 2021: અફઘાનિસ્તાન પર પીએમ મોદીએ દુનિયાને ચેતવી, કહ્યું- માન્યતા પર વિચારીને લો નિર્ણય

પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) એ અફઘાનિસ્તાન (Afghanistan) ની સ્થિતિ અને દુનિયામાં વધી રહેલા આતંકવાદના ખતરા વિશે ફરી એકવાર દુનિયાને ચેતવી છે. પીએમ મોદીએ કહ્યું કે અફઘાનિસ્તાનના ઘટનાક્રમની અસર પણ તમામ પડોશી દેશો પર પડી રહી છે.

SCO Summit 2021: અફઘાનિસ્તાન પર પીએમ મોદીએ દુનિયાને ચેતવી, કહ્યું- માન્યતા પર વિચારીને લો નિર્ણય

નવી દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) એ અફઘાનિસ્તાન (Afghanistan) ની સ્થિતિ અને દુનિયામાં વધી રહેલા આતંકવાદના ખતરા વિશે ફરી એકવાર દુનિયાને ચેતવી છે. પીએમ મોદીએ કહ્યું કે અફઘાનિસ્તાનના ઘટનાક્રમની અસર પણ તમામ પડોશી દેશો પર પડી રહી છે. એટલા માટે ખતરાનો સામનો કરવા માટે સ્થાનિક ફોકસ અને સહયોગ વધારવાની જરૂર છે. 

'અફઘાનિસ્તાનમાં સત્તા પરિવર્તન સમાવેશી નહી'
શંઘાઇ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશનના વર્ચુઅલ સંમેલન (SCO Summit 2021) ને સંબોધિત કરતાં પીએમ મોદી (Narendra Modi) એ કહ્યું કે અફઘાનિસ્તાનની સ્થિતિ પર બોલતાં કહ્યું કે ત્યાં સત્તા પરિવર્તન સમાવેશી નથી અને પરસ્પર વાતચીતથી થયું છે. એટલા માટે તેની સ્વિકાર્યતા પર સવાલ ઉદભવી રહ્યા છે. 

'મહિલા અને અલ્પસંખ્યકોને મળ્યો નહી હક'
તેમણે કહ્યું કે અફઘાનિસ્તાન (Afghanistan) ની સરકારમાં મહિલાઓ અને અલ્પસંખ્યકો સહિત તમામ સમાજના પ્રતિનિધિત્વ મહત્વપૂર્ણ છે. એટલા માટે આંતરરાષ્ટ્રીય સમુદાય નવી વ્યવસ્થાની માન્યતા પર સમજી વિચારીને સામૂહિકતાથી નિર્ણય લે. પીએમ મોદીએ કહ્યું કે ભરત આ મામલે સંયુક્ત રાષ્ટ્રની કેંદ્રીય ભૂમિકાનું સમર્થન કરે છે. 

'આતંકવાદના પ્રત્યે ઝીરો ટોલરેન્સની નીતિ બનાવે SCO' 
તેમણે કહ્યું કે જો અફઘાનિસ્તાનમાં અસ્થિરતા અને કટ્ટરતાનો માહોલ બની રહેશે તો તેનાથી આતંકવાદ અને ચરમપંથી વિચારધારાઓને પ્રોત્સાહન મળશે. આ ક્ષેત્રના તમામ દેશ આતંકવાદથી પીડિત રહ્યા છે. એટલા માટે તે તમામને મળીને સુનિશ્વિત કરવા જોઇએ કે અફઘાનિસ્તાન (Afghanistan) ની ધરતીનો ઉપયોગ આતંકવાદી ગતિવિધિઓમાં ન થાય. આ પ્રકારની ગતિવિધિઓ પર પ્રતિબંધ માટે કોડ ઓફ કંડક્ટ બનાવવા જોઇએ. આ કોડમાં આતંકવાદના પ્રત્યે ઝીરો ટોલરેન્સની નીતિ સામેલ હોવી જોઇએ.  

'અફઘાનિસ્તાનમાં વધી શકે છે ડ્રગસની તસ્કરી'
પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) એ આ વાત પર ચિંતા વ્યક્ત કરી કે અફઘાનિસ્તાનમાં હવે ડ્રગ્સ, અવૈદ્ય હથિયાર અને માનવ તસ્કરીની ઘટનાઓ વધી શકે છે. વિસ્તારમાં મોટી સંખ્યામાં નાના મોટા હથિયર રહી ગયા છે. તેનાથી સમગ્ર વિસ્તારમાં અસ્થિરતાનો માહોલ રહેશે, જેની સતત દેખરેખ રાખવાની જરૂર છે. તેમણે કહ્યું કે સૂચનાઓની શેરીંગ માટે SCO મેકેનિઝ્મ બનાવી સકારાત્મક ભૂમિકા ભજવી શકે છે. 

અફઘાનીઓની મદદ માટે ભારત તૈયાર
પ્રધાનમંત્રીએ કહ્યું કે અફઘાનિસ્તાન (Afghanistan) માં માનવીય સંકટનો ગંભીર મુદ્દો છે. સાથે જ કોરોનાનો પડકાર પણ છે. ભારત પોતાના મિત્ર અફઘાનિસ્તાનનો ખૂબ જૂનો અને વિશ્વાસપાત્ર પાર્ટનર રહ્યું છે. ભારતે દરેક સેક્ટરમાં અફઘાનિસ્તાનને આગળ વધારવા માટે સહયોગ આપ્યો છે. આ સંકટના સમયે પણ ભારત પોતાના મિત્ર અફઘાનિસ્તાનની મદદ માટે ઇચ્છુક છે. અફઘાનિસ્તાન સમાજની મદદ માટે થનાર કોઇપણ પહેલને પ્રોત્સાહન આપવામાં ભારત પોતાનો સહયોગ આપી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news