Coronavirus In Nagpur: કેન્દ્રીય મંત્રી ગડકરી બોલ્યા, તૈયાર રહો, એક મહિનામાં કેટલો ખતરનાક થશે કોરોના કોઈ નથી જાણતું

નીતિન ગડકરીએ ગુરૂવારે અહીં રાષ્ટ્રીય કેન્સર કેન્દ્રમાં 100 બેડની ખાનગી કોવિડ-19 દેખરેખ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યુ. ગડકરીએ મહામારીનો સામનો કરવા માટે લાંબા ગાળાની વ્યવસ્થાઓની જરૂરીયાત પર ભાર આપતા કહ્યુ, સ્થિતિ અતિ ગંભીર છે અને કોઈ નથી જાણતું કે ક્યાં સુધી ચાલશે. 

  Coronavirus In Nagpur: કેન્દ્રીય મંત્રી ગડકરી બોલ્યા,  તૈયાર રહો, એક મહિનામાં કેટલો ખતરનાક થશે કોરોના કોઈ નથી જાણતું

નાગપુરઃ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી (Nitin gadkari) નું કહેવુ છે કે કોરોના વાયરસ વધુ કેટલો ખતરનાક થશે અને ક્યાં સુધી ચાલશે તેની કોઈ ગેરંટી નથી. ઘરના ઘર કોવિડ ગ્રસ્ત છે અને આવનારા 15 દિવસ કે 1 મહિનામાં શું થશે તે કહેવુ મુશ્કેલ છે. તેમણે કહ્યું કે, લોકોએ સર્વશ્રેષ્ઠ વિચારવુ જોઈએ, પરંતુ સૌથી ખરાબ માટે પણ તૈયાર રહેવુ જોઈએ. આ મહામારીનો સામનો કરવા માટે દીર્ધકાલિન મેનેજમેન્ટની જરૂરીયાત છે. 

નીતિન ગડકરીએ ગુરૂવારે અહીં રાષ્ટ્રીય કેન્સર કેન્દ્રમાં 100 બેડની ખાનગી કોવિડ-19 દેખરેખ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યુ. આ અવસર પર ભાજપના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હાજર હતા. ગડકરીએ મહામારીનો સામનો કરવા માટે લાંબા ગાળાની વ્યવસ્થાઓની જરૂરીયાત પર ભાર આપતા કહ્યુ, સ્થિતિ અતિ ગંભીર છે અને કોઈ નથી જાણતું કે ક્યાં સુધી ચાલશે. 

વિશાખાપટ્ટમનથી થઈ રહી છે ઓક્સીજનની સપ્લાઈ
નાગપુરના સાંસદ ગડકરીએ ભિલાઈથી અહીં હોસ્પિટલો માટે 40 ટન ઓક્સીજનની આપૂર્તિ વિશે જાણકારી આપી. તેમણે કહ્યું કે, એમ્સ નાગપુરમાં વધુ 300 બેડ જોડવામાં આવી રહ્યાં છે તથા હોસ્પિટલ માટે વિશાખાપટ્ટનમથી ઓક્સીજનની આપૂર્તી કરવામાં આવી છે. 

જલદી થશે રેમડેસિવિરની કમીનું નિદાન
રેમડેસિવિરની કમી વિશે ગડકરીએ કહ્યુ કે, દેશમાં માત્ર ચાર દવા કંપનીઓ પાસે કોવિડ-19 વિરોધી દવાનું નિર્માણ કરવાનું લાયસન્સ છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે બુધવારે આ દવાના નિર્માણ માટે વધુ આઠ કંપનીઓને મંજૂરી આપી છે જેથી રેમડેસિવિરની કમીનું સમાધાન થશે. 

તો દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ કે, નાગપુરમાં મોટી સંખ્યામાં કેસ સામે આવી રહ્યા છે, જેથી હોસ્પિટલોમાં બેડ, દવાઓ અને ઓક્સીજનના ભંડારની અછત સર્જાઈ છે. તેમણે કહ્યું, સ્થિતિને જોતા અમે લોકોની સારવાર માટે રાષ્ટ્રીય કેન્સર કેન્દ્રમાં કોરોનાની દેખરેખ કેન્દ્રની સ્થાપના કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news