Night Curfew: કોરોનાથી હાહાકાર, શાળા-કોલેજ બંધ, નાઇડા અને ગાઝિયાબાદમાં રાત્રી કર્ફ્યૂ

કોરોના વાયરસના વધી રહેલા કેસને જોતા દિલ્હી બાદ નોઇડામાં  (Night Curfew in Noida) રાત્રી કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે. 
 

Night Curfew: કોરોનાથી હાહાકાર, શાળા-કોલેજ બંધ, નાઇડા અને ગાઝિયાબાદમાં રાત્રી કર્ફ્યૂ

નોઇડાઃ કોરોના વાયરસ (Coronavirus) ના વધતા કેસોને જોતા રાષ્ટ્રીય રાજધાની દિલ્હી બાદ હવે ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં 17 એપ્રિલ સુધી રાત્રી કર્ફ્યૂ  (Night Curfew in Noida) લગાવી દેવામાં આવ્યું છે. નોઇડા-ગ્રેટર નોઇડામાં રાત્રે 10થી સવારે 5 સુધી કર્ફ્યૂ રહેશે. જિલ્લાધિકારી સુહાસ એલવાઈએ ગુરૂવારે સ્વાસ્થ્ય અને જિલ્લા તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય લીધો છે. 

રાત્રી કર્ફ્યૂમાં જરૂરી વસ્તુને છૂ
નાઇટ કર્ફ્યૂ  (Night Curfew) દરમિયાન જરૂરી વસ્તુઓ અને સ્વાસ્થ્ય સેવાઓની તમામ મૂવમેન્ટને છૂટ રહેશે. આ સાથે નોઇડામાં 17 એપ્રિલ સુધી તમામ સરકારી અને ખાનગી સ્કૂલ, કોલેજ અને કોચિંગ ક્સાસ બંધ કરવાનો આદેશ આપ્યો છે. પરંતુ આ દરમિયાન મેડિકલ, પેરા મેડિકલ અને નર્સિંગ સાથે જોડાયેલા ઇન્સ્ટિટ્યૂટ ખુલા રહેશે. 

ગાઝિયાબાદમાં પણ નાઇટ કર્ફ્યૂ
નોઇડા-ગ્રેટર નોઇડા પહેલા ગાઝિયાબાદમાં રાત્રી કર્ફ્યૂનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. અહીં પણ રાત્રે 10થી સવારે 5 સુધી કર્ફ્યૂ રહેશે. આ દરમિયાન માત્ર જરૂરી સેવાઓ ચાલુ રહેશે.  નિયમ ભંગ કરવા પર પોલીસ કાર્યવાહી કરી શકે છે. 

ઉત્તર પ્રદેશમાં કોરોનાના 31987 એક્ટિવ કેસ
મહત્વનું છે કે પ્રદેશમાં બુધવારે કોરોના વાયરસ  (Coronavirus) થી 6023 લોકો સંક્રમિત થયા હતા અને 40 લોકોના મૃત્યુ થયા હતા. તો ગૌતમ બુદ્ધ નગરમાં 125 લોકો સંક્રમિત થયા હતા. ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધી વાયરસથી 604979 લોકો સાજા થયા છે તો 8964 લોકોના મૃત્યુ થયા છે. પ્રદેશમાં કોરોનાના 31987 એક્ટિવ કેસ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news