આજે રાજસ્થાનના મંત્રીમંડળનું વિસ્તરણ, 23 નવા મંત્રીઓ ઉમેરાયા
મંત્રીપરિષદમાં 22 કોંગ્રેસી ધારાસભ્ય અને રાષ્ટ્રીય લોકદળનાં એક ધારાસભ્યને સ્થાન આપવામાં આવ્યું છે
Trending Photos
જયપુર : રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણ સિંહે સોમવારે રાજભવનમાં આયોજીત સાદા સમારંભમાં 13 કેબિનેટ અને 10 રાજ્યમંત્રીઓને શપથગ્રહણ કરાવ્યા હતા. મંત્રીમંડળની પહેલી યાદીમાં ક્ષેત્રીય અને જાતીય સંતુલનને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત બાદ અશોક ગહલોત મુખ્યમંત્રી તથા સચિન પાયલોટ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. મંત્રીમંડળના વિસ્તાર મુદ્દે દિલ્હીથી ચાલેલા મંથન બાદ 23 મંત્રીઓનાં નામ પર મહોર લાગી હતી.
શપથ લેનારા મંત્રીઓમાં બી.ડી કલ્લા, શાંતિ ધારીવાલ, રઘુ શર્મા, લાલ ચંદ કટારિયા, પ્રમોદ જૈન ભાયા, પરસાદીલાલ મીણા, વિશ્વેન્દ્ર સિંહ, હરીશ ચૌધરી, માસ્ટર ભંવર લાલનો સમાવેશ થાય છે. તે ઉપરાતં રમેશ મીણા, પ્રતાપ સિંહ ખાચરિયાવાસ, ઉદયલાલ આંજણા, ગોવિન્દ સિંહ ડોટાસરા, મમતા ભુપેશ, ભંવર સિંહ ભાટી, અર્જુન બાવનિયા, સુખરામ બિન્નોઇ, અશોક ચાંદના, ટીકારામ જુલી, ભજન લાલ જાટવ તથા રાજેન્દ્ર યાદવ પણ મંત્રી હતા. શપથ લેનારાઓમાં સાલોહ મોહમ્મદ એક માત્ર મુસ્લિમ ધારાસભ્ય છે. રાષ્ટ્રીય લોક દળનાં ડૉ. સુભાષ ગર્ગે પણ શપથ ગ્રહણ કર્યા
રાજસ્થાનમાં સોમવારે થનારા મંત્રીમંડળના વિસ્તારમાં 23 મંત્રીઓને શપથગ્રહણ કરાવવામાં આવશે. મંત્રીપરિષદમાં 22 કોંગ્રેસી ધારાસભ્ય અને રાષ્ટ્રીય લોકદળનાં એક ધારાસભ્યને સ્થાન આપવામાં આવી રહ્યું છે. મંત્રીમડંળમાં 13 કેબિનેટ અને 10 રાજ્યમંત્રીઓએ શપથ લે તેવી શક્યતાઓ છે. સુત્રો અનુસાર મુખ્યમંત્રી અશોક ગહલોત અને ઉપમુખ્યમંત્રી સચિન પાયલોટ 17 ડિસેમ્બરે શપથ લીધા બાદ ત્રણ દિવસ સુધી નવી દિલ્હીમાં પાર્ટી અધ્યક્ષ અને પાર્ટીના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે મંત્રીમંડળની રચના મુદ્દે બેઠક કર્યા બાદ રવિવારે જયપુર પરત ફર્યા હતા. શપથગ્રહણ આજે સવારે 11.30 વાગ્યે જયપુરમાં આયોજીત થનાર છે.
સુત્રો અનુસાર મંત્રીમંડળની રચના માટે આયોજીત બેઠકોમાં અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીનાં મહાસચિવ અને રાજસ્થાનના પ્રભારી અવિનાશ પાંડે, કોંગ્રેસના નિરીક્ષક કે.સી વેણુગોપાલ અને અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીનાં પદાધિકારીઓનો પણ સમાવેશ થાય છે.
સુત્રો અનુસાર પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજ્યના મંત્રિમંડળની રચનામાં મોટે ભાગે નવા ચહેરાઓનો સમાવેશ કરવા અંગે ધ્યાન કેન્દ્રીત કર્યું. મંત્રિમંડળમાં જુના અને એવા નવા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમની પાસે પૂર્વમાં મંત્રી પદનો કોઇ જ અનુભવ નથી. તેમણે જણાવ્યું કે, 12 એવા ચહેરાઓ કાલના મંત્રીમંડળના વિસ્તરણમાં જોઇ શકાશે.
પાર્ટીનાં એક એવા નેતાએ જણઆવ્યું કે, સોમવારે રાજભવનમાં આયોજીત શપથગ્રહણમાં 22 કોંગ્રેસનાં ધારાસભ્ય અને એક ગઠબંધન સહયોગી રાષ્ટ્રીય લોકદળનાં ધારાસભ્યને મંત્રીપદની શપથ ગ્રહણ કરાવવામાં આવશે. સોમવારે મંત્રીમંડળમાં શપથ લેનારા ધારાસભ્યોમાં બી.ડી કલ્લા, રઘુ શર્મા, શાંતિ ધારીવાલ, લાલચંદ કટારિયા, પ્રમોદ જૈન ભાયા, પરસાદીલાલ મીણા, વિશ્વેન્દ્ર સિંહ, હરીશ ચૌધરી, રમેશચંદ્ર મીણા, ભંવર લાલ મેઘવાલ, પ્રતાપસિંહ ખાચરિયાવાસ, ઉદય લાલ અંજના, સાલેહ મોહમ્મદ અને ગોવિંદ સિંહ ડોટાસરાનો સમાવેશ થાય છે.
તેમણે જણાવ્યું કે, પાર્ટીએ તમામ ધારાસભ્યોને સોમવારે શપથગ્રહણમાં હાજર રહેવા માટે જણાવ્યું. રાજસ્થાનના મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત કુલ 30 મંત્રી હોઇ શકે છે. બાકીના અન્ય મંત્રીઓને પદોને ત્યારબાદ ભરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે