યૂથ કોંગ્રેસની ઓનલાઈન મેગેઝીને પીએમ પર કરી આપત્તિજનક ટ્વિટ, માંગી માફી

ઈન્ડિયન યૂથ કોંગ્રેસની ઓનલાઈન મેગેઝીન યુવા દેશે તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી પીએમ નરેન્દ્ર મોદીને લઈને એક આપત્તિજનક ટ્વિટ કરી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ વિવાદ બધતા યુવા દેશે આ ટ્વિટ ડિલિટ કરી નાખી. ભાજપે આ ટ્વિટને લઈને કોંગ્રેસની આકરી ટિપ્પણી કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટ કરીને પૂછ્યું કે શું રાહુલ ગાંધી આ ટ્વિટનું સમર્થન કરે છે. આ બાજુ  કોંગ્રેસે આ ટ્વિટથી અંતર રાખ્યું છે અને કહ્યું કે પાર્ટી તેને નામંજૂર કરે છે અને આ પ્રકારના વ્યંગને ફગાવે છે. 

યૂથ કોંગ્રેસની ઓનલાઈન મેગેઝીને પીએમ પર કરી આપત્તિજનક ટ્વિટ, માંગી માફી

નવી દિલ્હી:ઈન્ડિયન યૂથ કોંગ્રેસની ઓનલાઈન મેગેઝીન યુવા દેશે તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી પીએમ નરેન્દ્ર મોદીને લઈને એક આપત્તિજનક ટ્વિટ કરી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ વિવાદ બધતા યુવા દેશે આ ટ્વિટ ડિલિટ કરી નાખી. ભાજપે આ ટ્વિટને લઈને કોંગ્રેસની આકરી ટિપ્પણી કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટ કરીને પૂછ્યું કે શું રાહુલ ગાંધી આ ટ્વિટનું સમર્થન કરે છે. આ બાજુ  કોંગ્રેસે આ ટ્વિટથી અંતર રાખ્યું છે અને કહ્યું કે પાર્ટી તેને નામંજૂર કરે છે અને આ પ્રકારના વ્યંગને ફગાવે છે. 

શું હતું ટ્વિટમાં?

યૂથ કોંગ્રેસે પોતાના ટ્વિટર હેન્ડલથી પીએમની એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં પીએમ મોદી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને બ્રિટનના પીએમ થેરેસા ઊભા છે. તસવીરમાં ત્રણેય વાતચીત કરતા જોવા મળી રહ્યાં છે. તસવીરમાં ત્રણેય વાતચીત દરમિયાન જે શબ્દોનો પ્રયોગ કરે છે તે ખુબ જ આપત્તિજનક છે. 

આ ટ્વિટ પર ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ ટ્વિટ કરીને નિશાન સાધ્યું છે. તેમણે યૂથ કોંગ્રેસની આ ટ્વિટને ગરીબો વિરુદ્ધની ગણાવી છે અને કહ્યું  છે કે આ ટ્વિટ તેમની ભારતના ગરીબ લોકોને લઈને સમજ દર્શાવે છે. રૂપાણીએ સવાલ કર્યો કે શું રાહુલ ગાંધી યૂથ કોંગ્રેસની આ  ટ્વિટને સપોર્ટ કરશે?

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ આ ટ્વિટની આલોચના કરતા જણાવ્યું કે દેશે મોતના સોદાગરવાળા ઉપહાસ, 2014માં મની શંકર ઐય્યરના અપશબ્દોનો પ્રભાવ જોયો છે. આવો જ પ્રભાવ હવે જોવા મળશે. કોંગ્રેસે માત્રપીએમનું જ નહીં પરંતુ 6 કરોડ ગુજરતીઓનું અપમાન કર્યું છે. 

વિવાદ વધતો જોઈને યૂથ કોંગ્રેસ પ્રમુખ અમરિન્દર સિંહ રાજા બરાર સામે આવ્યાં અને તેમણે આ સમગ્ર મામલે સ્પષ્ટતા કરી. અમરિન્દર સિંહ રાજા બરારે કહ્યું કે હેન્ડલ ઈન્ડિયન યૂથ કોંગ્રેસ દ્વારા ચલાવવામાં આવતું નથી પરંતુ વોલિયેન્ટર્સ ચલાવે છે. હું ફરીથી માફી માંગુ છું અને આ ટ્વિટની આલોચના કરું છું. 

આ બાજુ કોંગ્રેસના સંચાર પ્રભારી રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે પાર્ટી આ પ્રકારના વ્યંગને નામંજૂર કરે છે અને ફગાવે છે. નીતિ અને વિચારમાં મતભેદ એકબાજુ છે, જ્યારે કોંગ્રેસની સંસ્કૃતિ વડાપ્રધાન અને તમામ રાજકીય વિરોધીઓનું સન્માન કરવાની છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news