વડોદરાના આકાશમાં ઉડી રહેલા આ બલુન પાછળ છે જબરું રસપ્રદ કારણ
ગુજરાતમાં આવતા મહિને 9 ડિસેમ્બર અને 14 ડિસેમ્બરના દિવસે બે તબક્કામાં ચૂંટણી થવાની છે
- ગુજરાતમાં આવતા મહિને 9 ડિસેમ્બર અને 14 ડિસેમ્બરના દિવસે બે તબક્કામાં ચૂંટણી થવાની છે
- ગુજરાતમાં આવતા મહિને 9 ડિસેમ્બર અને 14 ડિસેમ્બરના દિવસે બે તબક્કામાં ચૂંટણી થવાની છે
- નર્મદા ભુવન ઉપર મુકવામાં આવેલ વિશાળ બલુને જેલ રોડ ઉપરથી પસાર થતા લોકોનું ધ્યાન ખેંચ્યુ હતું
Trending Photos
વડોદરા : ગુજરાતમાં આવતા મહિને 9 ડિસેમ્બર અને 14 ડિસેમ્બરના દિવસે બે તબક્કામાં ચૂંટણી થવાની છે. આ આયોજન પ્રમાણે વડોદરામાં 14 ડિસેમ્બરે ચૂંટણી યોજવાની છે. આ વિધાનસભાની ચૂંટણીમાં 100 ટકા મતદાનના લક્ષ્યાંકને પૂરો કરવા માટે ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે બહુમાળી નર્મદાભુવન ઉપર વિશાળ કદનું બલુન જિલ્લા ચૂંટણી અધિકારીના હસ્તે મૂકવામાં આવ્યું છે.
ઇલેકશન કમિશન દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે સૂચના આપવામાં આવી છે. જે સુચના અનુસાર વડોદરાના લોકોને મતદાનની તારીખ 14 ડિસેમ્બર, 2017 યાદ રહે તે માટે આજે બહુમાળી નર્મદા ભુવન ખાતે વિશાળ કદનું બલુન મૂકવામાં આવ્યું છે. અહીં 2012માં લોકસભાની ચૂંટણીમાં 72 ટકા મતદાન થયું હતું અને હવે આગામી વિધાનસભાની ચૂંટણીમાં 100 ટકા મતદાન થાય એવું આયોજન ચાલી રહ્યું છે.
આ બલુન મુકતી વખતે યુવાનો અને યુવતીઓ દ્વારા મતદાન જાગૃતિ માટે નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું. નર્મદા ભુવન ઉપર મુકવામાં આવેલ વિશાળ બલુને જેલ રોડ ઉપરથી પસાર થતા લોકોનું ધ્યાન ખેંચ્યુ હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે