Omicron variant symptoms: વૈજ્ઞાનિકોની સૌથી મોટી ચેતવણી, ઓમિક્રોનનું આ લક્ષણ છે સૌથી અલગ

વિશ્વભરના વૈજ્ઞાનિકો ઓમિક્રોનના વ્યવહારને સમજવામાં લાગેલા છે. અત્યાર સુધી થયેલા રિસર્ચ પ્રમાણે જાણવા મળ્યું છે કે કોરોના વાયરસનો આ વેરિયન્ટ અત્યાર સુધીના તમામ વેરિયન્ટની તુલનામાં સૌથી વધુ સંક્રમણ ફેલાવી રહ્યો છે, પરંતુ ઓમિક્રોન ગંભીર નથી.

Omicron variant symptoms: વૈજ્ઞાનિકોની સૌથી મોટી ચેતવણી, ઓમિક્રોનનું આ લક્ષણ છે સૌથી અલગ

Omicron Variant: કોરોના વાયરસનો ખતરનાક વેરિયન્ટ ગણાતો ઓમિક્રોન વિશ્વભરમાં ખુબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર આ વેરિયન્ટ અત્યાર સુધી 77 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે અને કોઈ પણ સ્ટ્રેનની તુલનામાં કોરોનાના આ વેરિયન્ટની ફેલાવવાની ક્ષમતા વધારે છે. બ્રિટેનમાં ગુરુવારે કોરોના વાયરસના રેકોર્ડબ્રેક 88376 કેસ મળ્યા છે, જ્યારે અમેરિકામાં 36 રાજ્યોમાં ઓમિક્રોનના કેસ સામે આવ્યા છે. ભારતમાં પણ દરરોજ તેના કેસ (omicron cases in india) વધી રહ્યા છે. દિલ્હીમાં ઓમિક્રોનના આજે 10 દર્દીઓની સાથે દેશમાં કુલ આંકડો 97 સુધી પહોંચી ચૂક્યો છે. ઓમિક્રોનની ઝડપી રફતારને જોતા તેના લક્ષણોને જાણવા ખુબ જ જરૂરી બની ગયા છે જેથી સમય રહેતા સંક્રમણને ફેલાતો રોકી શકાય.

ઓમિક્રોનના સૌથી સામાન્ય લક્ષણ  (Omicron symptoms) -
વિશ્વભરના વૈજ્ઞાનિકો ઓમિક્રોનના વ્યવહારને સમજવામાં લાગેલા છે. અત્યાર સુધી થયેલા રિસર્ચ પ્રમાણે જાણવા મળ્યું છે કે કોરોના વાયરસનો આ વેરિયન્ટ અત્યાર સુધીના તમામ વેરિયન્ટની તુલનામાં સૌથી વધુ સંક્રમણ ફેલાવી રહ્યો છે, પરંતુ ઓમિક્રોન ગંભીર નથી. કોરોનાના અત્યાર સુધીના લક્ષણોની તુલનામાં ઓમિક્રોનના લક્ષણો સામાન્ય છે. જોકે, ઓમિક્રોનના અત્યાર સુધી જેટલા પણ દર્દીઓ નોંધાયા છે, તેમનામાં એક લક્ષણ (omicron symptoms) સામાન્ય છે અને તે છે ગળામાં ખરાશ..

દક્ષિણ આફ્રિકાના ડિસ્કવરી હેલ્થના સીઈઓ ડોક્ટર રેયાન નોચએ હાલમાં એક પ્રેસ કોન્ફન્સમાં જણાવ્યું છે કે ડોક્ટરોએ ઓમિક્રોન પોઝિટીવ દર્દીઓના લક્ષણોમાં થોડીક અલગ પેટર્ન જોવા મળી છે. આ તમામ દર્દીઓમાં સંક્રમણનું પ્રાથમિક લક્ષણ ગળામાં ખરાશ હતું. ત્યારબાદ નાક બંધ થવું, સૂકી ખાંસી, માંસપેશીઓ અને પીઠના નીચેના ભાગમાં દર્દ જેવા લક્ષણો જોવા મળ્યા હતા. ડોક્ટરોએ જણાવ્યું છે કે આ તમામ લક્ષણ સામાન્ય છે પરંતુ તેનો એ મતલબ નથી કે ઓમિક્રોન ગંભીર નથી.

બ્રિટિશ હેલ્થ એક્સપર્ટ એ પણ ડોક્ટર નોચની સાથે સમર્થન આપ્યું છે. સર જોન બેલ એ બીબીસી રેડિયો કાર્યક્રમમાં જણાવ્યું છે કે પ્રાથમિક આંકડાઓથી જાણવા મળ્યું છે કે ઓમિક્રોન અત્યાર સુધીના કોરોના વાયરસની તુલનામાં અલગ જ વ્યવહાર કરી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, આ વિશેષ વાયરસના લક્ષણ ગત વેરિયન્ટથી એક દમ અલગ છે. બંધ નાક, ગળામાં ખરાશ, માંસપેશીઓમાં દુખાવો અને ખાસી જેવા લક્ષણો છે જેના પર ખાસ ધ્યાન આપવું જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news