ઓપરેશન ગંગા: 220 વિદ્યાર્થીઓ સાથે દિલ્હી પહોંચ્યું વિમાન, 24 કલાકમાં 1377 ભારતીયોની યુક્રેનથી વાપસી

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવાના મિશન ઓપરેશન ગંગા હેઠળ આજે વધુ એક ફ્લાઈટ રોમાનિયાથી દિલ્હી પહોંચી. જેમાં 220 વિદ્યાર્થીઓ સવાર હતા. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ દિલ્હી એરપોર્ટ પર યુક્રેનથી પાછા ફરી રહેલા ભારતીયોનું સ્વાગત કરવા માટે પહોંચ્યા. તેમણે તમામ વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપીને એ વિશ્વાસ અપાવ્યો કે આવનારા દિવસોમાં યુક્રેનમાં ફસાયેલા તેમના સાથીઓને સુરક્ષિત રીતે પાછા લાવવામાં આવશે. યુદ્ધગ્રસ્ત યુક્રેનથી પાછા ફરેલા એક વિદ્યાર્થીએ કહ્યું કે ભારત આવીને અમને ખુબ ખુશી મળી રહી છે. હજુ પણ અમારા અનેક સાથીઓ ત્યાં ફસાયેલા છે. અમે ઈચ્છીએ છીએ કે તેમને જલદી ત્યાંથી કાઢવામાં આવે. 

ઓપરેશન ગંગા: 220 વિદ્યાર્થીઓ સાથે દિલ્હી પહોંચ્યું વિમાન, 24 કલાકમાં 1377 ભારતીયોની યુક્રેનથી વાપસી

Ukraine Russia Crisis: યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવાના મિશન ઓપરેશન ગંગા હેઠળ આજે વધુ એક ફ્લાઈટ રોમાનિયાથી દિલ્હી પહોંચી. જેમાં 220 વિદ્યાર્થીઓ સવાર હતા. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ દિલ્હી એરપોર્ટ પર યુક્રેનથી પાછા ફરી રહેલા ભારતીયોનું સ્વાગત કરવા માટે પહોંચ્યા. તેમણે તમામ વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપીને એ વિશ્વાસ અપાવ્યો કે આવનારા દિવસોમાં યુક્રેનમાં ફસાયેલા તેમના સાથીઓને સુરક્ષિત રીતે પાછા લાવવામાં આવશે. યુદ્ધગ્રસ્ત યુક્રેનથી પાછા ફરેલા એક વિદ્યાર્થીએ કહ્યું કે ભારત આવીને અમને ખુબ ખુશી મળી રહી છે. હજુ પણ અમારા અનેક સાથીઓ ત્યાં ફસાયેલા છે. અમે ઈચ્છીએ છીએ કે તેમને જલદી ત્યાંથી કાઢવામાં આવે. 

Union Minister Dr Jitendra Singh received the Indians who returned on a special flight today. pic.twitter.com/GfFPmDC6Kt

— ANI (@ANI) March 2, 2022

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે લગભગ 220 સ્ટુડન્ટ્સ પાછા આવ્યા છે. અમે સૌથી પહેલા બાળકોની તેમની માતા પિતા સાથે વાત કરાવી. તેમણે જણાવ્યું કે અમે એક વિદ્યાર્થીનીને પૂછ્યું કે તમે ક્યાંથી છો તો તેમણે કહ્યું કે હું ઈન્ડિયાથી છું. સિંહના જણાવ્યાં મુજબ આ તમામ બાળકોને એ સ્વીકારવામાં થોડો સમય લાગશેકે તેઓ ભારત પાછા ફરી ચૂક્યા છે. અત્રે જણાવવાનું કે અત્યાર સુધીમાં લગભગ 2 હજાર વિદ્યાર્થીઓને ત્યાંથી કાઢવામાં આવ્યા છે. 

— ANI (@ANI) March 2, 2022

સવારે 4 વાગે રવાના થયું વાયુસેનાનું વિમાન
અત્રે જણાવવાનું કે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે ઈન્ડિયન એરફોર્સનું C-17 પરિવહન વિમાન આજે સવારે ચાર વાગે રોમાનિયા માટે રવાના થઈ ગયું. આ વિમાનમાં ત્યાં ફસાયેલા લોકો માટે રાહત સામગ્રી પણ મોકલવામાં આવી છે. 

24 કલાકમાં 1377 ભારતીયો પરત
ભારતીય વિદેશમંત્રી એસ જયશંકરે બુધવારે કહ્યું કે યુક્રેનમાં ફસાયેલા 1377 ભારતીય નાગરિકોને લઈને છ ફ્લાઈટ્સ છેલ્લા 24 કલાકમાં ઓપરેશન ગંગા હેઠળ ભારત માટે રવાના થઈ છે. 

— ANI (@ANI) March 2, 2022

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ અલગ અંદાઝમાં કર્યું સ્વાગત
ઓપરેશન ગંગા હેઠળ યુક્રેનના યુદ્ધ ક્ષેત્રમાં ફસાયેલા ભારતીયોની વતન વાપસીનું કામ મિશન મોડમાં થઈ રહ્યું છે. કેન્દ્રના ચાર ચાર મંત્રીઓએ મોરચો સંભાળ્યો છે. આ કડીમાં આજે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ભારત પાછા ફરેલા વિદ્યાર્થીઓનું સ્વાગત તેમની ભાષામાં કર્યું જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાત જાણે એમ છે કે સ્મૃતિ ઈરાની ભારતમાં લેન્ડ થયેલી એક ફ્લાઈટની કેબિનમાં પહોંચ્યા અને સૌથી પહેલા ઈંગ્લિશમાં તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું. તેમણે મલિયાલમ પછી બંગાળી, ગુજરાતી અને મરાઠી ભાષામાં આ પ્રદેશના બાળકોનું સ્વાગત કર્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news