ભારતથી ડરી ગયું પાકિસ્તાન, LoC પર શરૂ કરી યુધ્ધ જેવી તૈયારી, સરહદે વધી હલચલ
પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. પાકિસ્તાન આતંકવાદને પોષતું હોવાથી ભારતે તમામ પ્રકારે વ્યવહાર બંધ કરવાને પગલે પાકિસ્તાન બરોબરનું અકળાયું છે. પાકિસ્તાને ભારત સાથે જાણે કે જંગની તૈયારીઓ શરૂ કરી છે. પાકિસ્તાને એલઓસી અડીને આવેલા નીલમ, ઝેલમ, રાવલકોટ, હવેલી, કોટલી અને ભિંવર વિસ્તારમાં હલચલ વધારી છે અને આ વિસ્તારના રહેવાસીઓને પણ કહ્યું છે કે ભારત તરફથી થનાર હુમલાથી તેઓ સતર્ક રહે
Trending Photos
નવી દિલ્હી: પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. પાકિસ્તાન આતંકવાદને પોષતું હોવાથી ભારતે તમામ પ્રકારે વ્યવહાર બંધ કરવાને પગલે પાકિસ્તાન બરોબરનું અકળાયું છે. પાકિસ્તાને ભારત સાથે જાણે કે જંગની તૈયારીઓ શરૂ કરી છે. પાકિસ્તાને એલઓસી અડીને આવેલા નીલમ, ઝેલમ, રાવલકોટ, હવેલી, કોટલી અને ભિંવર વિસ્તારમાં હલચલ વધારી છે અને આ વિસ્તારના રહેવાસીઓને પણ કહ્યું છે કે ભારત તરફથી થનાર હુમલાથી તેઓ સતર્ક રહે.
લવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધમાં ખટાશ વધી છે. આતંકીઓ સામે કાર્યવાહી કરવાને પગલે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ભારત પાસે પુરાવાની માંગ કરતાં સ્થિતિ વધુ તંગ બની છે. આ સંજોગોમાં ભારતીય સેનાએ પણ વળતો જવાબ આપવાની તૈયારીઓ શરૂ કરી છે તો બીજી તરફ પાકિસ્તાને સરહદી વિસ્તારમાં હલચલ વધારી છે.
આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારત દ્વારા કરાયેલી રજૂઆતને પગલે પાકિસ્તાનને ચોમેરથી ફટકાર પડી રહ્યો છે. જેને પગલે પાકિસ્તાન અકળાયું છે. ભારત તરફથી જવાબી કાર્યવાહી થવાના ડરથી પાકિસ્તાન ફફડી રહ્યું છે અને સરહદી વિસ્તારમાં યુધ્ધની તૈયારીઓ હાથ ધરી છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ગુરૂવારે નેશનલ સિક્યોરિટી કમિટી સાથે બેઠક કરી પાકિસ્તાની સેનાને ભારત તરફથી થનાર હુમલાને લઇને સતર્ક રહેવા પણ કહ્યું છે.
ભારત તરફથી થનાર કાર્યવાહીથી ડરી ગયેલ પાકિસ્તાને એલઓસી અને પાક અધિકૃત કાશ્મીર પીઓકે વિસ્તારના ગામડાઓમાં લોકોને સતર્ક રહેવાની પણ તાકીદ કરી છે અને આ માટે એક એડવાઇઝરી પણ બહાર પાડવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે