ગુજરાત સરકાર ભીંસમાં : ST કર્મચારીઓ અને શિક્ષકો બન્યા માથાનો દુખાવો 1000થી વધુની અટકાયત

 આજે વિધાનસભાના બજેટ સત્રનો અંતિમ દિવસ છે, ત્યારે મોટી સંખ્યામાં શિક્ષકો વિધાનસભાની બહાર ઘેરાવ કરવા પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં શિક્ષકો વિધાનસભા પહોંચતા તેની અટકાયત શરૂ કરાઈ હતી. રાજ્યભરમાંથી લગભગ 1000થી વધુ શિક્ષકોની અટકાયત કરવામાં આવી છે. ગાંધીનગરમાં દેખાવો કરીને સરકાર પર પોતાના માંગણી પૂરી કરવા પર દબાણ લાવી રહ્યાં છે. 

ગુજરાત સરકાર ભીંસમાં : ST કર્મચારીઓ અને  શિક્ષકો બન્યા માથાનો દુખાવો  1000થી વધુની અટકાયત

હિતલ પારેખ/ગાંધીનગર : આજે વિધાનસભાના બજેટ સત્રનો અંતિમ દિવસ છે, ત્યારે મોટી સંખ્યામાં શિક્ષકો વિધાનસભાની બહાર ઘેરાવ કરવા પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં શિક્ષકો વિધાનસભા પહોંચતા તેની અટકાયત શરૂ કરાઈ હતી. રાજ્યભરમાંથી લગભગ 1000થી વધુ શિક્ષકોની અટકાયત કરવામાં આવી છે. ગાંધીનગરમાં દેખાવો કરીને સરકાર પર પોતાના માંગણી પૂરી કરવા પર દબાણ લાવી રહ્યાં છે. શિક્ષકોએ વિધાનસભાની બહાર હાય હાયના નારા લગાવ્યા હતા. તો બીજી તરફ, ટીંગાટોળી કરીને શિક્ષકોની અટકાયત કરાઈ હતી. 

વિધાનસભા બહાર શિક્ષકોની રામધૂન
ગાંધીનગરમાં વિધાનસભાની બહાર શિક્ષકોએ પોતાની માંગ સાથે હોબાળો કર્યો છે. તો બીજી તરફ, મહિલા શિક્ષકો દ્વારા રસ્તા પર બેસી રામધૂન પણ શરૂ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, હાલ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, અને આજે તેનો અંતિમ દિવસ છે, ત્યારે ચાલુ સત્રમાં જ ગુજરાત સરકાર સામે બે મોટી હડતાળની ચેલેન્જ આવી છે. ગુજરાતભરના શિક્ષકો આજે પોતાની વિવિધ માંગણીઓને લઈને માસ સીએલ પર ઉતર્યા હતા અને વિધાનસભાનો ઘેરાવ કરવા માટે ગાંધીનગર તરફ કૂચ કરી હતી. રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની વિધાનસભાને ઘેરાવો કરવાની ચીમકીના પગલે પોલીસ સતર્ક બની હતી. ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા શિક્ષકોના કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી નથી. ગાંધીનગર આવવાનો પ્રયત્ન કરતા શિક્ષકોની અટકાયતના પોલીસે આદેશ આપ્યા હતા. જે અંતર્ગત વહેલી સવારથી જ ગાંધીનગરમાં શિક્ષકોની અટકાયત શરૂ થઈ. પોલીસ દ્વારા રાજ્યભરના પ્રાથમિક શિક્ષકોની યાદી કે જેઓ ગાંધીનગર આવી શકે તેવી સંભાવના છે તેમની જાહેર કરી છે. આવા શિક્ષક નેતાઓને રસ્તામાંથી જ અટકાયત કરવાના પગલા ભરવા શરુ કર્યા છે.

પોલીસ અને શિક્ષકો વચ્ચે ઉગ્ર બોલાચાલી
વિધાનસભાનો ઘેરાવ કરવા અન્ય શહેરોમાંથી ગાંધીનગરમાં આવેલા શિક્ષકોની પહેલા જ અટકાયત કરી લેવાઈ હતી. આ શિક્ષકોને પોલીસ કરાઈ એકેડમી તથઆ ડીએસપી કચેરીમાં રાખવામાં આવ્યા હતા. ત્યારે શિક્ષકોએ ડીએસપી કચેરીમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરાયો હતો. પોલીસે કચેરીનો ગેટ તાત્કાલિક બંધ કર્યો હતો. શિક્ષકો બહાર જવા દેવા મામલે ઉગ્ર બન્યા હતા. ડીએસપી કચેરી ખાતે પોલીસ અને શિક્ષકો વચ્ચે  ઉગ્ર બોલાચાલી થઈ હતી. અહીં મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ડીએસપી ઓફિસ ખાતે ખડકી દેવામાં આવ્યો છે. બીજી તરફ, ઉગ્ર બનેલા શિક્ષકોએ ડીએસપી કચેરી ખાતે જ રામધૂન શરૂ કરી હતી.

રાજ્યભરમાંથી 1000થી વધુ શિક્ષકોની ધરપકડ

  • વલસાડ જિલ્લામાં કપરાડા પોલીસે 9 શિક્ષકોની અટકાયત કરી. વિરોધ પ્રદર્શન કરી રહેલા અન્ય શિક્ષકો વિરુદ્ધ પણ કાર્યવાહીનો દોર શરૂ
  •  જામનગરના 400 જેટલા શિક્ષકો ગાંધીનગર પહોંચ્યા. જામનગરનાં 200 જેટલા શિક્ષકોની પોલીસ દ્વારા અટકાયત કરાઈ. ગાંધીનગરમાં વિધાનસભાના ઘેરાવ સમયે અટકાયત કરવામાં આવી. જામનગરની 619 પ્રાથમિક શાળાના 3478 શિક્ષકો માસ સીએલ પર ઉતરી ગયા છે. જેને પગલે જામનગર સરકારી પ્રાથમિક શાળાઓનો અભ્યાસ ખોરવાયો છે. જામનગર અને ગુજરાતના શિક્ષક સંઘ પ્રમુખ દિગુભા જાડેજાની પણ અટકાયત કરાઈ. 
  •  ભરૂચમાંથી વિધાનસભા ઘેરાવ માટે જઇ રહેલા શિક્ષકોને ડિટેઇન કરાયા. વાલિયા-આમોદ અને જંબુસર રોડ પરથી 80થી વધુ શિક્ષકોને ડિટેઇન કરા. આમોદ ખાતે ૬૦ થી વધુ શિક્ષકો તેમજ વાલિયા ખાતેથી ૧૨થી વધુ શિક્ષકોને પોલીસે ડિટેઇન કર્યા
  • ગાંધીનગર જતા પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સહિતના શિક્ષકોને પોલિસે ડિટેઈન કર્યા. પાટણ શહેર બી ડીવીઝન પોલીસ મથકે શિક્ષકોને રખાયા
  • અમદાવાદના વૈષ્ણોદેવી ખાતે પોલીસનો ભારો બંદોબસ્ત ગોઠવાયો. ગાંધીનગર જતા શિક્ષકોને અટકાવ્યા. દરેક ગાડી અને વાહનનું પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાયું
  • વિધાનસભા ઘેરાવ માટે દાહોદથી ગાંધીનગર જઈ રહેલા શિક્ષકોને ડિટેઇન કરાયા. દાહોદના 30 જેટલા શિક્ષકોને પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા
  • અરવલ્લી જિલ્લાના એક હજારથી શિક્ષકોએ પડતર પ્રાથમિક પ્રશ્નોને લઈને ગાંધીનગર તરફ કૂચ કરી. મોડાસાથી ગાંધીનગર તરફ ખાનગી ગાડીમાં રવાના થયેલા શિક્ષકોને અટકાવાયા. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બાયડ તાલુકાના 25થી વધુ શિક્ષકોની અટકાયત કરાઈ
  • વડોદરામાં જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાના 5300થી વધુ શિક્ષકો આજે સામહિક રજા પર ઉતર્યા. જેથી 1069 શાળાના હજારો વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડશે. ગીર સોમનાથના 25 જેટલા શીક્ષકો વિધાનસભાના ઘેરાવ કરવા જતા સુત્રાપાડા પોલીસે અટક કરી છે. પોલીસને માહિતી મળતા જ ઘંટીયા ફાટક પાસે શિક્ષકોની અટકાયત કરાઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news