ભારતને નીચુ દેખાડવા પાકે. જે પ્રોજેક્ટ માટે હા પાડી તે હવે ગળાનો ફાંસો બન્યો

પાકિસ્તાનના રસ્તે અરબ સાગરમાં પોતાની સીધી પહોંચ બનાવવા માટે ચીને જે પેંતરો રચ્યો તેમાં હવે પાકિસ્તાન પોતે પણ ફસાયું અને ચીન પણ ફસાયું

ભારતને નીચુ દેખાડવા પાકે. જે પ્રોજેક્ટ માટે હા પાડી તે હવે ગળાનો ફાંસો બન્યો

નવી દિલ્હી : પાકિસ્તાનનાં રસ્તે અરબ સાગરમાં પણ પોતાની સીધી પહોંચ બનાવવાની ચીનની ખ્વાઇશ હવે સંકટમાં ફસાતી જોવા મળી રહી છે. અરબ સાગર અને હિંદૂ કુશ સાથે જોડનારા સિલ્ક રોડ પ્રોજેક્ટ પર સંકટના વાદળ છવાઇ ગયા છે. ચીનની મહત્વકાંક્ષા છે કે એક રેલ મેગા પ્રોજેક્ટ દ્વારા પાકિસ્તાનમાં કરાચીને પેશાવર સાથે જોડવામાં આવે. આ પ્રોજેક્ટને બેલ્ટ એન્ડ રોડ ઇનીશિએટિવ (BRI) નામ આપવામાં આવ્યું છે, જો કે હવે આ યોજનાનો ખર્ચ અને લોન આપવાની શરતના કારણે પાકિસ્તાન હવે તેમાંથી છુટવા માંગે છે. 

શરૂઆતમાં સારા સંબંધો
શરૂઆતથી જ બીઆરઆઇ પ્રોજેક્ટ મુદ્દે પાકિસ્તાનમાં સવાલ ઉઠી રહ્યા હતા, જો કે ભારત વિરોધી ભાવનાના કારણે પાકિસ્તાનમાં તેને કટ્ટરપંથીઓએ માસ્ટર સ્ટ્રોક માનવામાં આવ્યું. આ પ્રોજેક્ટના સફળ થવાથી અરબ સાગરમાં ચીનની સીધી પહોંચ થઇ જશે, જે ભારત માટે ચિંતાની વાત છે. આ કારણે પાકિસ્તાનમાં આ પ્રોજેક્ટને હાથે હાથ લેવામાં આવ્યો. જો કે હવે આ પ્રોજેક્ટ પાકિસ્તાનનાં ગળામાં જ ફાંસો બની ગયો છે. 

શું છે ચિંતા ? 
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને દેશ પર વધી રહેલા દેવા મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું કે, પાકિસ્તાનને કોઇ પણ કિંમત પર વિદેશી દેવું ઉતારવું જોઇએ. ઇમરાન ખાનના સત્તામાં આવ્યા બાદ બીઆરઆઇ યોજના મુદ્દે નાખુશી ખુલીને સામે આવવા લાગી છે. પાકિસ્તાનનાં યોજના મંત્રી ખુસરો બખ્તિયારે હાલમાં જ પત્રકારોને કહ્યું કે, અમે એવા મોડલ બનાવવા અંગે વિચાર કરી રહ્યા છીએ જેથી તમામ જોખમ પાકિસ્તાન સરકારનાં ઉપર જ નથી રહ્યા. 

ગાયબ થઇ મિત્રતા
શ્રીલંકા, મલેશિયા અને માલદીવમાં ચીનનાં રોકાણનું સત્ય સામે આવ્યા બાદ હવે પાકિસ્તાનમાં પણ ચીન પૈસા આવવાથી જે મિત્રતા પહેલા હતી, તે હવે ગાયબ થઇ ચુકી છે. આ દેશોની યોજના માટે ચીને કડક શરતો સાથે દેવું આપ્યું છે. હવે તેમનાં માટે મુસીબત બનવા લાગી છે. જેના કારણે મલેશિયાએ ચીનનાં સહયોગથી ચાલુ થયેલી યોજનાને રદ્દ કરવા માટેની વાત કરી છે. એવી જ વાતો શ્રીલંકાની સામે આવી રહી છે. 

સમીક્ષાની વાત
જ્યાં પાકિસ્તાન હવે આ પ્રોજેક્ટમાંથી હટવા માંગી રહ્યું છે ત્યારે ચીને માત્ર સમીક્ષા કરવાની વાત કરી છે. ચીનના વિદેશ મંત્રાલયે સમાચાર એજન્સી રોયટર્સને જણાવ્યું કે, બંન્ને પક્ષ બીઆરઆઇને આગળ વધારવા માટે તૈયાર છે. જે પ્રોજેક્ટ તૈયાર થઇ ચુક્યા છે અને જે નિર્માણાધીન છે, તેને સામાન્ય રીતે આગળ વધારવામાં આવશે. પાકિસ્તાનના અધિકારીઓનું કહેવું છે કે તેઓ ચીનમાં રોકાણ તો ઇચ્છે છે, પરંતુ વ્યાજબી કિંમત પર. ચાઇના - પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (સીપીઇસી)ના માટે ચીને 60 અબજ ડોલરનો ફંડ તૈયાર કર્યો છે. 

પાકિસ્તાનના એક મંત્રીએ જણાવ્યું કે, અમારી કેટલીક ચિંતાઓ છે. જો કે કોઇ અન્ય દેશ પાકિસ્તાનમાં રોકાણ જ નથી કરી રહ્યું. અમે શું કરી શકીએ છીએ ? ઐતિહાસિક સ્વરૂપે પાકિસ્તાનના મદદગાર રહ્યા અમેરિકા સાથે સંબંધોમાં તિરાડ આવ્યા બાદ હવે પાકિસ્તાન ચીનની સાથે  વધારે સોદેબાજીની સ્થિતીમાં નથી. ચાલુ ખાતાના નુકસાન વધવાની સાથે જ પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષમાંથી બેલ આઉટ પેકેજની જરૂર પડશે. એવમાં આઇેમએફ ખર્ચમાં ઘટાડાની માંગ કરી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news