સરદાર સાહેબની ઊંચાઈ હતી એટલી મોટી પ્રતિમા બનાવીઃ વડાપ્રધાન મોદી

રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વકક્ષાના ગાંધી મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ વડાપ્રધાને જનમેદનીનું સંબોધન કર્યું હતું. 

સરદાર સાહેબની ઊંચાઈ હતી એટલી મોટી પ્રતિમા બનાવીઃ વડાપ્રધાન મોદી

રાજકોટઃ ગુજરાતના એક દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છનો કાર્યક્રમ પૂર્ણ કરીને રાજકોટ પહોંચી ગયા છે. અહીંથી પીએમ મોદી ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં સભા સ્થળે પહોંચ્યા હતા. પીએમ રાજકોટમાં રૂપિયા 26 કરોડના ખર્ચે બનેલા વિશ્વ કક્ષાના ગાંધી મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું હતું.  પ્રધાનમંત્રી આવાસ યોજનાનું પણ લોકાર્પણ કર્યું અને લાભાર્થીઓને ગૃહપ્રવેશ કરાવ્યો હતો. આ તકે વડાપ્રધાને મકાનના મહિલા લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરી હતી. પીએમના આગમનને લઈને રાજકોટમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. સભા બાદ વડાપ્રધાન મોદી આલ્ફ્રેડ હાઈસ્કૂલ પહોંચ્યા હતા. ત્યાં તેમણે નવનિર્મિત ગાંધી મ્યુઝિયમની મુલાકાત લઈને તમામ વસ્તુનું નિરીક્ષણ કર્યુ હતું. ત્યારબાદ પીએમ મોદી રાજકોટના રાજવી મનોહરસિંહજી જાડેજાના નિધનને લઈને પેલેસ ખાતે તેમના પરિવારને સાંત્વના આપવા પણ જઈ શકે છે. 

રાજકોટમાં પીએમ મોદીનું સંબોધન
વડાપ્રધાન મોદીએ કેમ છો બધાની સાથે પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. આ સાથે લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા. રાજકોટનો આજનો અસવર એ રાજકોટના આંગણે છે પરંતુ આજનો અવસર સમગ્ર વિશ્વને માટે છે. માનવ જાત માટે છે. આવનારા યુગો માટે છે. આજના દિવસ પછી પ્રત્યેક રાજકોટવાસીના મનમાં એક પ્રશ્ન જરૂર ઉઠશે શું રાજકોટનો ગાંધી પર કોઈ હક નતો. શું ગાંધીનો રાજકોટ પર કોઈ હક ન હતો. એવા ક્યા તત્વો હતા જેણે રાજકોટ અને ગાંધીને જુદા કરી દીધા હતા. જે ધરતીએ ગાંધીનું ઘડતર કર્યું જ્યાં ગાંધીના જીવનનો સેફ તૈયાર થયો, બાલ્યકાળ જીવનને ઘડનારી મહત્વ પૂર્ણ શ્રૃખંલા હોય છે. રાજકોટની માટીને ખુંદતા, રાજકોટનું પાણી પીતા-પીતા ગાંધીના જીવનની શરૂઆત થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધન દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને વિપક્ષ પર આડકતરો પ્રહાર કર્યો હતો. પીએમે કહ્યું કે, સરદારની ઉંચાઈ જેટલી હતી એટલી મોટી પ્રતિમા બનાવવામાં આવી છે. તેનાથી ઘણા લોકોને દુખ થઈ રહ્યું છે. સરદારને લઈને ભેદ પાડ્વા લાગ્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા રાહુલ ગાંધીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીને મેડ ઈન ચાઈના ગણાવ્યું હતું. ત્યારે વડાપ્રધાન મોદીએ રાજકોટમાં રાહુલ ગાંધીને જવાબ આપ્યો હતો. પીએમે કહ્યું કે, 6 લાખ ગામના માટી, પાણી અને લોઢાનો ઉપયોગ કરવામાં આવ્યા છે. કેટલાક લોકો સરદારને એક જાતિના ગણાવીને ભાગલા પડાવે છે. જેમને માત્ર ચૂંટણી જ દેખાઈ છે તેવા લોકો આ પ્રકારના નિવેદન કરે છે. 

સ્ટેચ્યૂ ઓફ યુનિટીને લઈને વિપક્ષ પર પ્રહાર
સરદાર વલ્લભભાઇ પટેલનું સ્મારક અમે બનાવી રહ્યા છીએ. સરદાર સાહેબની ઊંચાઇ એટલી હતી કે આપણે તેની પાસે પહોંચવું આપણા માટે મુશ્કેલ છે. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા અમે બનાવ્યું. દેશ માટે આટલું મોટું કામ કરનાર સરદાર સાહેબને કેમ ભૂલી ગયા. પ્રતિમામાં પણ કેટલાકને ચૂંટણી દેખાવા લાગી. આપણી જવાબદારી છે સરદાર સાહેબના વિરાટ સ્વરૂપને વિશ્વ જાણે. સમગ્ર દેશની શ્રદ્ધાનું પ્રતિક બન્યું છે. દેશની 6 લાખ ગામની માટી, પાણી સરદાર સાહેબની પ્રતિમામાં જોડ્યું છે. તેમાં પણ કેટલાકને જાતિ દેખાય, મને 24 કલાક ગાળો દેજો. અમે કેટલાક કહ્યું સરદાર સાહેબને અમે ભૂલાવી દીધા હતા પણ એક ચાવાળો આવીને મંડી પડ્યો છે. સરદાર સાહેબની પ્રતિમામાં કોઇ રાજકારણ ન કરો.

  • ગુજરાતની ધરતી ભાગ્યવાન છે.
  • આ ધરતી પર બે મોહન હતા. 
  • મહાત્મા ગાંધી અને શ્રીકૃષ્ણ ભગવાન
  • બંન્ને મોહને યુગો પર પ્રભાવ પાડ્યો છે. 
  • બીજી ઓક્ટોબરે માત્ર ગાંધી જન્મયા એવું નથી, પણ ત્યારે એક યુગનો જન્મ થયો હતો.
  • હવે રાજકોટ ગાંધી જીવનના નકશાનું એક મહત્વનું અંગ બની ગયું
  • જેને ગાંધીનું બાળપણ સમજવું પડશે, તેણે રાજકોટ આવવું પડશે.
  • પૂજ્ય બાપુની 150મી જન્મજયંતિનો સમારોહનો પ્રારંભ થઈ રહ્યો છે.
  • ગાંધીએ પોતાના જીવનમાં જે વાતનું મહાત્મય કર્યું
  • મને યુએને જે પુરસ્કાર આપ્યો તેના સાચા હકદાર તો 125 કરોડ ભારતીયો અને ગાંધી છે.
  • આજથી 100 વર્ષ પહેલા પ્રકૃતિની રક્ષા, પ્રકૃતિ સાથે પ્રેમ, જીવન ગાંધીએ જીવ્યું હતું.
  • અમે તે પહેલા ક્યાં રૂપિયા સગેવગે થતા તેનું બુચ બંધ કર્યું અને સારા કામમાં રૂપિયાનો ઉપયોગ કર્યા. 
  • મહાત્મા ગાંધી દેશની સૌથી મોટી વિરાસત છે.
  • બાપુના જીવનમાં સ્વચ્છતા મહત્વની બાબત હતી.
  • સ્વચ્છ ભારત બનાવીને બાપુને શ્રદ્ધાંજલિ આપીએ.
  • અમે ટેક્સ ચોરી કરનારા લોકોને કાબૂમાં લીધા છે.
  • હવે દેશમાં ગંદકી કોઈને ગમતી નથી. લોકો ગંદકી વિરુદ્ધ અવાજ ઉઠાવે છે. 
  • રાજકોટવાસીઓએ દેશમાં રાજકોટને સ્વચ્છ શહેર બનાવવા માટે મહેનત કરવી જોઈએ
  • રાજકોટના લોકો નક્કી કરે કે અમે રાજકોટને ગંદુ નહીં થવા દઈએ
  • નાગરિકોએ નિર્ણય કરવાની જરૂર છે
  • નાના બાળકો મારા સાચા એમ્બેસેડર છે.
  • બાળકો વડીલોને કચરો ફેંકતા રોકે છે.
  • સ્વચ્છતા માટે ભારતે લીડરશિપ લીધી છે. અનેક દેશના લોકો ભારત આવ્યા છે. 2 ઓક્ટોબરે દિલ્હીમાં સ્વચ્છતા અંગે સેમિનાર યોજાશે.
  • અમે કોઈ એક પરિવાર માટે બંધાયેલા લોકો નથી. 
  • અમારા માટે ઈતિહાસના તમામ મહાપુરૂષોના સ્મારકો બનાવીએ છીએ. 
  • સરદાર વલ્લભભાઈ પટેલનું સ્મારક અમે બનાવી રહ્યાં છીએ. 
  • બનાવવું તો નાનું શું કામ બનાવવું
  • સરદાર સાહેબની ઉંચાઈ એટલી મોટી હતી જ્યાં પહોંચી શકવાની આપણી શક્તિ નથી.
  • ત્યારે અમે વિશ્વનું સૌથી ઉંચું સ્મારક બન્યું છે, આવનારી 31મી ઓક્ટોબરે હું તેમના ઉદ્ઘાટન માટે આવવાનો છું. 
  • ઘણા લોકોને માત્ર ચૂંટણી જ દેખાઈ છે. 
  • ભારતની એકતા માટે કેટલું કામ કરીને ગયા છે સરદાર. 
  • મહાપુરૂષોને અન્યાય કરવાનું બંધ કરો, દેવી હોય તો 24 કલાક મોદીને ગાળો આપોને.

— Vijay Rupani (@vijayrupanibjp) September 30, 2018

રાજકોટમાં ચુસ્ત બંદોબસ્ત
આજે રાજકોટ આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સુરક્ષા માટે બે દિવસ પૂર્વે જ વડાપ્રધાનની સુરક્ષા ટીમ રાજકોટ આવી પહોંચી હતી. આ ઉપરાંત 6 ડીસીપી, 21 ડીવાયએસપી, 27 પીઆઇ, 160 પીએસઆઇ, 2270 કોન્સ્ટેબલ-જમાદાર, 463 મહિલા પોલીસ અને એસઆરપીના 390 જવાનો સહિત 3377 પોલીસ બંદોબસ્તમાં તૈનાત રહેશે. શહેર પોલીસ દ્વારા શનિવારે બંદોબસ્તનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. શનિવારે રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝા પણ રાજકોટ આવી પહોંચ્યા હતા.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news