પીએમ મોદી શપથ લે તે પહેલા તેમની પાકિસ્તાની બહેનનો આવ્યો મહત્વનો સંદેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બીજીવાર પીએમ પદના શપથ લેવા જઈ રહ્યાં છે. અત્યાર સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક રાજનેતા, સારા પુત્ર અને ભારતના લોકપ્રિય વડાપ્રધાન તરીકે જ જનતા જાણે છે. પરંતુ તેઓ એક સારા ભાઈ પણ છે જે પોતાની પાકિસ્તાન મૂળની અને હવે ભારતમાં રહેતી બહેન પાસે છેલ્લા 23 વર્ષથી રાખડી બંધાવે છે.

પીએમ મોદી શપથ લે તે પહેલા તેમની પાકિસ્તાની બહેનનો આવ્યો મહત્વનો સંદેશ

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બીજીવાર પીએમ પદના શપથ લેવા જઈ રહ્યાં છે. અત્યાર સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક રાજનેતા, સારા પુત્ર અને ભારતના લોકપ્રિય વડાપ્રધાન તરીકે જ જનતા જાણે છે. પરંતુ તેઓ એક સારા ભાઈ પણ છે જે પોતાની પાકિસ્તાન મૂળની અને હવે ભારતમાં રહેતી બહેન પાસે છેલ્લા 23 વર્ષથી રાખડી બંધાવે છે. આ ક્રમ વડાપ્રધાન બન્યા પછી પણ યથાવત છે. મોદીજીની રાખી સિસ્ટર કમર મોહસિન શેખ જે અત્યાર સુધી સતત રક્ષા બંધનના દિવસે મોદીજીને રાખડી બાંધી રહ્યાં છે અને વડાપ્રધાન મોદીજીને ત્યારથી રાખડી બાંધતા આવ્યાં છે જ્યારે તેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સામાન્ય કાર્યકર્તા હતાં. 

કમરબેનનો જન્મ પાકિસ્તાનમાં થયો છે પરંતુ એક ભારતીય સાથે લગ્ન કર્યા બાદ તેઓ ભારતમાં રહે છે. કમરનું કહેવું છે કે તેઓ અનેક વર્ષોથી મોદીજીને રાખડી બાંધે છે. મોદીજી આજે પણ એવા જ છે જેવા તેઓ પહેલાહતાં અને તેમના વ્યવહારમાં જરાય ફેરફાર થયો નથી. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો એક કિસ્સો યાદ કરીને તેમણે કહ્યું કે એકવાર જ્યારે નરેન્દ્રભાઈને રાખડી બાંધવા માટે દિલ્હી ગઈ તો તેમણે હસતાં હસતાં કહ્યું હતું કે અરે કમર તુ તો ટીવી પર છવાઈ ગઈ છે, સ્ટાર બની ગઈ છે. જો કે કરની યાદોમાં પાકિસ્તાની યાદો પણ તાજા છે અને તે ઈચ્છે છે કે બંને દેશોમાં શાંતિનું વાતાવરણ જળવાય. 

જુઓ LIVE TV

કમર શેખનો જન્મ પાકિસ્તાનના કરાચીમાં થયો હતો. 22 વર્ષની ઉમરમાં કમર શેખ લગ્ન કરીને ભારત આવી હતી. ત્યારબાદથી કમર શેખ છેલ્લા 38 વર્ષોથી ભારતમાં છે. કમર શેખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને છેલ્લા 23 વર્ષથી રાખડી બાંધે છે અને 30 વર્ષોથી વડાપ્રધાન મોદીને ઓળખે છે. 

કમર શેખના પતિ મોહસિન શેખ આંતરરાષ્ટ્રીય પેઈન્ટર છે. તેઓ પણ પીએમ મોદીના કામકાજને છેલ્લા 30 વર્ષથી જુએ છે. કમર શેખે ક્યારેય રાજકારણમાં રસ લીધો નથી અને ક્યારેય પીએમ મોદીનો પ્રચાર કર્યો નથી. તેઓ પહેલીવાર બંગાળમાં પ્રચાર માટે 2019ની ચૂંટણી દરમિયાન ગયા હતાં. અલ્પસંખ્યક સમજાની ત્યાં સ્થિતિ જોઈને કમર વિચલિત થયા હતાં. તેમણે ત્યાંની પરિસ્થિતિ ખુબ દયનીય હોવાની વાત કરી હતી. 

તેમણે કહ્યું કે પીએમ મોદી આવનારા દિવસોમાં અલ્પસંખ્યક સમાજ માટે માત્ર મોટી મોટી વાતો જ નથી કરતા પરંતુ કામ પણ કરશે એવો મને વિશ્વાસ છે. એક બહેન તરીકે કમર શેખે ક્યારેય પીએમ મોદીના નામનો દુરઉપયોગ કર્યો નથી. રમજાનના પવિત્ર મહિનામાં પીએમ મોદીની લાંબી ઉમર માટે અને જનતાને અપાયેલા વચનોને પૂરા કરવા તથા અલ્પસંખ્યકોના વિકાસ માટે કમર  દુઆ કરી રહ્યાં છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news