પેરાસિટામોલ સહિત 53 દવાઓ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ, ડાયાબિટીસ-હાઈ બીપીની દવા પણ સામેલ

53 દવાઓ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ્સ કંટ્રોલની તપાસમાં ફેલ જોવા મળી છે. જેમાં પેરાસિટામોલ પણ સામેલ છે. જેનો ઉપયોગ તાવ-દુખાવામાં થતો હોય છે. CDSCO એ પોતાની નવી નોટ ઓફ સ્ટાન્ડર્ડ ક્વોલિટી એલર્ટ યાદીમાં 53 દવાઓના નામ મૂક્યા છે.

પેરાસિટામોલ સહિત 53 દવાઓ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ, ડાયાબિટીસ-હાઈ બીપીની દવા પણ સામેલ

દેશમાં 53 દવાઓ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ્સ કંટ્રોલની તપાસમાં ફેલ જોવા મળી છે. જેમાં પેરાસિટામોલ પણ સામેલ છે. જેનો ઉપયોગ તાવ-દુખાવામાં થતો હોય છે. CDSCO એ પોતાની નવી નોટ ઓફ સ્ટાન્ડર્ડ ક્વોલિટી એલર્ટ યાદીમાં 53 દવાઓના નામ મૂક્યા છે. આ યાદીમાં વિટામીન સી અને D3 ની ગોળીઓ શેલકાલ(Shelcal 500), વિટામીન બી  કોમ્પ્લેક્સ, વિટામીન સી સોફ્ટજેલ, એન્ટાસિડ Pan-D, પેરાસિટામોલ 500 MG, ડાયાબિટીસની દવા ગ્લીમેપિરાઈડ, હાઈ બ્લડ પ્રેશરની દવા ટેલ્મીસેરટેન પણ સામેલ છે.

આ દવાઓ પણ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ
પેટમાં ઈન્ફેક્શનની સારવાર માટે અપાતી દવા મેટ્રોનિડેઝોલ પણ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ ગઈ છે. CDSCO ક્વોલિટી ટેસ્ટમાં ફેલ દવાઓની 2 યાદી બહાર પાડી છે. પહેલી યાદીમાં 48 દવાઓ છે જ્યારે બીજી યાદીમાં 5 દવાઓ છે. બીજી યાદીમાં જે 5 દવાઓના નામ છે જેમાં તેને બનાવનારી કંપનીઓના જવાબ પણ સામેલ કરાયા છે. કંપીઓએ પોતાના જવાબમાં કહ્યું છે કે પ્રોડક્ટની બેચ તેમના ત્યાંથી ત્યાર કરાયેલી નથી અને આ દવા નકલી છે. 

CDSCO ક્વોલિટીમાં ફેલ 53 દવાઓ
1-એન્ટીબાયોટિક્સ, 2-શુગર, 3-બ્લ્ડ પ્રશર, 4- વિટામીનની દવાઓ ટેસ્ટમાં ફેલ થઈ ગઈ છે. અત્રે જણાવવાનું કે મહિના પહેલા જ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની સંસ્થાએ અનેક દવાઓના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારે એવું કહેવાયું હતું કે આ દવાઓમાં જે સોલ્ટ છે જેના કોમ્બિનેશનની શરીર પર ખરાબ અસર પડી શકે છે. 

દવાઓ બેકાર?
53 દવાઓનો ક્વોલિટી ટેસ્ટ
48 દવાઓની જ યાદી બહાર પડી. 
5 કંપનીઓની દવાઓ નકલી નીકળી. 

કેવી રીતે પરિવારને સુરક્ષિત રાખવો
પ્રિય વાંચકો અમારા આ સમાચાર વાંચવા બદલ આભાર. અમારી તમને નમ્ર અપીલ છે કે તમારા ઘરમાં પણ જો આમાંથી કોઈ દવા હોય તો ગભરાતા નહીં. ધીરજ ધરીને આ દવાઓ વિશે તમારા ડોક્ટરને વાત કરો. પેનિક થવાની જરાય જરૂર નથી. સામાન્ય રીતે ઘરમાં આવી દવાઓ હોય છે કે લોકોને આ દવાઓ લખી આપવામાં આવતી હોય છે. આવામાં ગભરાવવાની જરૂર નથી. જાગૃત થઈને તમારે તમારા ડોક્ટરને વાત કરવી જોઈએ. ડોક્ટરને પૂછ્યા વગર મેડિકલ સ્ટોરથી કોઈ દવા ખરીદવી નહીં. જે દવા તમને ફેમિલી ડોક્ટર કે અન્ય ડોક્ટરે સૂચવી હોય તેનું જ યોગ્ય માત્રામાં સેવન કરવું. પહેલા ડોઝમાં ધ્યાન રાખો કે દવાની કોઈ સાઈડ ઈફેક્ટ તો નથી થતી ને. આવી કેટલીક સાવધાનીઓ રાખીને તમે તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખી સુરક્ષિત કરી શકો છો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news