લોકસભા બાદ રાજ્યસભામાંથી પાસ થયું દિલ્હી કોર્પોરેશન સંશોધન બિલ, કેન્દ્રને મળશે વધુ શક્તિઓ

દિલ્હી કોર્પોરેશન સંશોધન બિલ રાજ્યસભામાં ધ્વનિમતથી પાસ થઈ ગયું છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ કે જે લોકો મને સત્તાના ભુખ્યા કહી રહ્યા છે તે પહેલા અરિસામાં પોતાનો ચહેરો જોઈલે. 

લોકસભા બાદ રાજ્યસભામાંથી પાસ થયું દિલ્હી કોર્પોરેશન સંશોધન બિલ, કેન્દ્રને મળશે વધુ શક્તિઓ

નવી દિલ્હીઃ દિલ્હીના ત્રણેય કોર્પોરેશનોને એક કરવાનું બિલ રાજ્યસભામાંથી પણ પાસ થઈ ગયું છે. આ બિલને ધ્વનિમતથી પસાર કરી દેવામાં આવ્યું છે. 30 માર્ચે લોકસભામાં આ સંશોધન બિલ પાસ થયું હતું. બિલને રજૂ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ કે, એમસીડીની સાથે આમ આદમી પાર્ટીએ સાવકી માતા જેવો વ્યવહાર કર્યો છે. ત્રણેય ક્ષેત્રોને સુચારૂ રૂપથી કામ કરવા માટે એમસીડીનો વિલય જરૂરી છે. તેમણે કહ્યું કે દિલ્હીમાં સંસદ ભવન, પ્રધાનમંત્રી આવાસ અને દૂતાવાસ જેવા મહત્વપૂર્ણ સ્થાન છે, તેવામાં એમસીડીનું સુચારૂ રૂપથી કામ કરવું જરૂરી છે. 

દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર તરફ ઇશારો કરતા તેમણે કહ્યું કે, આ કાયદાને લાવવા માટે બંધારણીય ક્ષમતા પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. અમને સત્તાના ભુખ્યા કહેનારે ખુદે અરિસામાં પોતાની તસવીર જોવી જોઈએ. 

કેમ કરવામાં આવ્યું હતું એમસીડીનું વિભાજન?
અમિત શાહે આરોપ લગાવ્યો કે 2011માં શીલા દીક્ષિતની સરકારના સમયમાં ઉતાવળમાં એમસીડીનું વિભાજન કરવામાં આવ્યું હતું. બાલાકૃષ્ણન કમિટીના રિપોર્ટ બાદ દિલ્હી કોર્પોરેશનમાં સારા તંત્ર અને સંચાલનમાં સુવિધાના વિચારથી તેના ત્રણ ભાગ કરી દેવામાં આવ્યા હતા. 2011માં દિલ્હી એમસીડી સંશોધન બિલ લાવવામાં આવ્યું હતું તેને તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રતિભા સિંહ પાટિલે લીલી ઝંડી આપી હતી. 

એમસીડી સંશોધક બિલ 2022 પાસ થયા બાદ શું થશે?
રાજ્યસભામાંથી આ બિલ પાસ થઈ ગયું છે. હવે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ કાયદો બની જશે. ત્યારબાદ ત્રણેય એમસીડીનો વિલય કરી એક કોર્પોરેશન બનાવવામાં આવશે. આ સિવાય દિલ્હીમાં કોર્પોરેટરોની સંખ્યા 272થી ઘટાડી 250 સુધી સીમિત કરી દેવામાં આવશે. આ કોર્પોરેશન દિલ્હી કોર્પોરેશનના નામથી ઓળખાશે. 

કેન્દ્ર સરકાર જ નિર્ણય કરશે કે કોર્પોરેશનમાં કેટલા કોર્પોરેટર હશે અને કેટલી સીટો અનામત રહેશે. આ સિવાય કેન્દ્ર સરકારનું પગાર તથા અન્ય સુવિધાઓ પર નિયંત્રણ હશે. નવા બિલમાં તે પણ કહેવામાં આવ્યું છે કે એમસીડી કમિશનર સીધા કેન્દ્ર સરકારને જવાબદાર હશે. કાયદો બન્યા અને એમસીડીના વિલય બાદ દિલ્હી સરકારની ભૂમિકા સીમિત થઈ જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news