Weather Update: દક્ષિણ,પશ્વિમ, ઉત્તર ભારતમાં આગામી 3 દિવસ પડશે ભારે વરસાદ, IMD એ આપી જાણકારી
ભારતીય હવામાન વિભાગ (IMD) એ રવિવારે કહ્યું કે દક્ષિણ પશ્વિમ મોનસૂનને ફરીથી સક્રિય થવાની સાથે જ આગામી ત્રણ દિવસમાં દક્ષિણ, પશ્વિમ અને ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતીય હવામાન વિભાગ (IMD) એ રવિવારે કહ્યું કે દક્ષિણ પશ્વિમ મોનસૂનને ફરીથી સક્રિય થવાની સાથે જ આગામી ત્રણ દિવસમાં દક્ષિણ, પશ્વિમ અને ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. આઇએમડીએ કહ્યું કે આગામી ત્રણ દિવસ દરમિયાન કર્ણાટક, તમિલનાડુ અને કેરલમાં અલગ-અલગ સ્થળો પર ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. અને આ ત્યારબાદ તીવ્રતામાં ઘટાડો થશે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી 3 દિવસ સુધી દેશના ઘણા ભાગમાં હળવાથી મધ્યમ તો ઘણા ભાગમાં ભારે વરસાદ થઇ શકે છે.
અહીં ભારે વરસાદની સંભાવના
હવામાન વિભાગના અનુસાર સંભવિત હળવા દબાણવાળા ક્ષેત્રના પશ્વિમ-ઉત્તર-પશ્વિમ તરફ વધવાના કારણે પાંચ થી સાત સપ્ટેમ્બર વચ્ચે દક્ષિણ, ઓડિશા, તટીય આંધ્રપ્રદેશ, તેલંગાણા, વિદર્ભ અને દક્ષિણી છત્તીસગઢણા ઘણા ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. વિભાગે કહ્યું કે ઉત્તર મરાઠાવાડા, ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તરી કોંકણ અને ગુજરાતમાં સાત-નવ સપ્ટેમ્બર દરમિયાન વરસાદની સંભાવના છે.
હિમાચલ સહિત આ રાજ્યોમાં 7 સપ્ટેમ્બર સુધી વરસાદની સંભાવના
તો બીજી તરફ સાત-આઠ સપ્ટેમ્બર દરમિયાન ઉત્તરી કોંકણમાં, આઠ સપ્ટેમ્બરના રોજ મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં અને સાત સપ્ટેમ્બરના રોજ તેલંગાણામાં અલગ-અલગ સ્થળો પર અતિભારે વરસાદ પડી શકે છે. આ પ્રકારે 7 થી 9 સપ્ટેમ્બર દરમિયાન હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તરી પંજાબ અને જમ્મૂ ક્ષેત્ર અને પૂર્વી રાજસ્થાનમાં અલગ-અલગ સ્થળો પર ભારે વરસાદની સાથે ઉત્તર-પશ્વિમ ભારતના મોટાભાગમાં છૂટોછવાયા વરસાદની સંભાવના છે. સાથે જ હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને ઉત્તરાખંડમાં 7 સપ્ટેમ્બર સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે