મુંબઈઃ શિવાજી સ્મારક પાસે પલટી હોડી, 1 મોત, 24 બચાવાયા
ડિસેમ્બર 2016માં વડા પ્રદાન નરેન્દ્ર મોદીએ શિવાજી સ્મારક માટે ભૂમિપૂજન કર્યું હતું
Trending Photos
મુંબઈઃ મુંબઈ અરબી સમુદ્રમાં પ્રસ્તાવિત શિવાજી સ્મારક પાસે એક હોડી પલટી જતાં તેમાં સવાર 25 લોકો ડૂબી ગયા હતા. કોસ્ટગાર્ડ દ્વારા 24 લોકોને બચાવી લેવાયાં હતા, જ્યારે એક વ્યક્તિનું મોત થયું હતું. શિવાજી સ્મારકના શુભારંભ પ્રસંગે ત્રણ બોટ સમુદ્રમાં જઈ રહી હતી. એક બોટમાં નેતાઓ હતા, બીજી બોટમાં અધિકારીઓ હતા અને ત્રીજી બોટમાં પત્રકારો હતા.
#Visuals: A passenger boat had capsized near Shivaji Smarak ( 2.6 km west of Mumbai's Nariman point). Boat belongs to Maharashtra Government. Rescue operation underway. Most people rescued. pic.twitter.com/P1OWEdohKE
— ANI (@ANI) October 24, 2018
અધિકારીઓને લઈને જઈ રહેલી બોટ નરીમન પોઈન્ટથી પશ્ચિમ દિશામાં 2.6 કિમી દૂર એક ખડક સાથે અથડાઈ જતાં પલટી મારી ગઈ હતી. દુર્ઘટનાની જાણ થતાં કોસ્ટગાર્ડની ટીમ હેલિકોપ્ટર લઈને પહોંચી ગઈ હતી અને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરાઈ હતી.
All affected people in the capsized boat have been rescued: Indian Coast Guard PRO. #Maharashtra https://t.co/WEYoRdFmWW
— ANI (@ANI) October 24, 2018
નેવીના હેલિકોપ્ટર અને રેસ્ક્યુ બોટની મદદથી 24 લોકોને સુરક્ષિત બચાવી લેવાયા હતા. જ્યારે 25 વર્ષનો સિદ્ધેશ પવાર લાપતા થઈ ગયો હતો. કોસ્ટગાર્ડે જણાવ્યું કે, તેની ડેડબોડી સ્ટેટ પાવર રૂમ પાસેથી મળી આવી હતી.
#UPDATE: Police confirmed that there were 25 people on board the capsized boat. 24 were evacuated safely earlier; one body recovered by State Control Room: Indian Coast Guard PRO
— ANI (@ANI) October 24, 2018
ઉલ્લેખનીય છે કે, શિવાજી સ્મારકનું નિર્માણકાર્ય આજે એટલે કે બુધવારથી શરૂ થવાનું હતું. શિવાજી સ્મારક પાસે એક હોડી પલટી જવાની ઘટનાથી આ કાર્યક્રમ રદ કરી દેવાયો છે. ડિસેમ્બર 2016માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શિવાજી સ્મારક માટે ભૂમિપૂજન કર્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે