સુરતનાં ઉદ્યોગપતિ સવજી ધોળકીયા કાલે 500 કર્મચારીઓને ભેંટમાં આપશે કાર, મોદી કરશે વીડિયો કોન્ફરન્સથી સંબોધન

પોતાના કર્મચારીઓને બોનસમાં કાર અને મકાન આપવા માટે જાણીતા સવજી ધોળકીયા પોતાના કર્મચારીઓને ફરી કાર બોનસમાં આપવાના છે. 

Updated By: Oct 24, 2018, 08:18 PM IST
 સુરતનાં ઉદ્યોગપતિ સવજી ધોળકીયા કાલે 500 કર્મચારીઓને ભેંટમાં આપશે કાર, મોદી કરશે વીડિયો કોન્ફરન્સથી સંબોધન
ફાઇલ ફોટો

સુરતઃ દિવાળી અને બોનસ એકબીજા સાથે સંકળાયેલા છે. નોકરીયાત વર્ગ દિવાળી આવતા પોતાની કંપની તરફથી મળતા બોનસની રાહ જોતો હોય છે. ત્યારે સુરતના ડાયમંડ કિંગ તરીકે જાણીતા સવજીભાઈ ધોળકિયા બોનસમાં મોંઘી વસ્તુંઓ આપવા માટે જાણીતા છે. તેઓ પોતાની કંપનીમાં કામ કરતા કર્મચારીઓને લાખો રૂપિયાની કાર અને મકાનો ભેટમાં આપતા હોય છે. ત્યારે ફરી એકવખત સવજીભાઈ 600 જેટલી કાર બોનસમાં આપવાના છે. 

પોતાના કર્મચારીઓને મોટી ભેટો આપવા માટે પ્રખ્યાત એવા સવજી ધોળકીયા આ વખતે દીવાળી બોનસમાં પોતાના કર્મચારીને કાર આપવાના છે. અલગ અલગ કંપનીની 600 કાર આપવામાં આવશે. આ પ્રસંગે PM નરેન્દ્ર મોદી વીડિયો કોનફરન્સથી સંબોધન કરશે અને દિવ્યાંગ મહિલા કર્મચારીને કારની ચાવી આપશે. આ કર્મચારીઓને ઘર સહિતની ભેટ પણ આપવામાં આવશે. 

સુરતના આ ઉદ્યોગપતિએ પોતાના ત્રણ કર્મચારીને આપી ગિફ્ટમાં આપી મર્સિડીઝ કાર

થોડા દિવસ પહેલા જ સવજીભાઈએ પોતાના ત્રણ મેનેજર લેવલના કર્મચારીઓને મર્સિડીઝ કાર બોનસમાં આવી હતી. આ પહેલા પણ તેઓ ઘર, જવેલરી, અને કાર ભેટમાં આપી ચુક્યા છે.