1 જૂલાઈથી પેન્શન ફંડમાં થવા જઈ રહ્યો છે મોટો ફેરફાર, તમારે જાણવું જરૂરી
Trending Photos
નવી દિલ્હી: 1 જુલાઇથી દેશના સૌથી મોટા પેન્શન ફંડમાં શામેલ આ યોજનામાં મોટો ફેરફાર થઈ રહ્યો છે. તેનાથી લોકોના ખાતા પર એપ્રિલથી પહેલાની સુવિધા ફરી શરૂ થઈ જશે. અટલ પેન્શન યોજનાને સંચાલિત કરનારી પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (પીએફઆરડીએ)એ આ વિશેમાં સર્કુલર જારી કર્યું છે. PFRDAના 11 એપ્રિલના સર્ક્યુલર અનુસાર Coronavirus સંકટના કારણે આ સુવિધાના 30 જૂન સુધી બંધ કરવામાં આવી હતી. 30 સપ્ટેમ્બર સુધી બાકી પ્રીમિયમ ભરવા માટે કોઈ દંડ પણ થશે નહીં. અટલ પેન્શન યોજના (APY)માં 18થી 40 વર્ષની વયની કોઈપણ વ્યક્તિ જોડાઈ શકે છે.
હક્કીતમાં 1 જૂલાઇથી આ યોજનામાં પૈસા લગાવનાર લોકોના એકાઉન્ટથી પૈસા કપાઈ જશે એટલે કે, ઓટો ડેબિટ થઈ જશે. તમને અહીં જણાવી દઇએ કે, કોરોના સંક્ટના કારણે એપ્રિલ મહિનામાં ઓટો ડેબિટની સુવિધા બંધ કરવામાં આવી હતી. શેરધારકોને આ દરમિયાન વ્યાજ ચૂકવવું પડતું નથી. સામાન્ય રીતે આવી છૂટ પર 1 ટકા વ્યાજ આપવું પડે છે.
આ પણ વાંચો:- AAP નેતા સંજય સિંહની આ વાત પર રોષે ભરાયા ગૌતમ ગંભીર, કહ્યું- શું કેજરીવાલ સાથે વાત નથી થતી?
મોદી સરકારે 2015 માં APY શરૂ કરી હતી. તે અસંગઠિત ક્ષેત્રના લોકો માટે બનાવવામાં આવી હતી. 40 વર્ષની ઉંમરે તેનું ખાતું ખોલી શકાય છે.
મળી શકે છે ટેક્સમાં છૂટ
APY ખાતામાં આપ જે પણ રકમ જમા કરો તેના પર તમને ઇનકમ ટેક્સ રહાત મળશે. તેના માટે ખાતામાં જમા રકમની પહોંચ દેખાડવાની પડશે.
આટલું છે પ્રીમિયમ
તમે 18 વર્ષના છો તો 60 વર્ષમાં 1000 રૂપિયા મંથલી પેન્શન માટે દર મહિને 42 રૂપિયા આપવા પડશે. ત્યારે 5000 રૂપિયા પેન્શન માટે 60 વર્ષના થવા સુધી દરેક મહિને માત્ર 210 રૂપિયા જમા કરાવાના રહશે. જો કે, તમે 40 વર્ષના છો તો 1000 રૂપિયા પેન્શન માટે તમારે 291 રૂપિયા અને 5 હજાર પેન્શન માટે 1454 રૂપિયા દર મહિને જમા કરાવવાના રહેશે. તે દરમિયાન સબ્સક્રાઇબરનું મોત થવા પર નોમિનીને 8.5 લાખ રૂપિયા મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે