અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માસ્ક મુદ્દે કડક કાર્યવાહી, 60 લાખ રૂપિયાનો દંડ વસુલાયો

કોરોના હોટસ્પોટ બની ચુકેલા અમદાવાદમાં માસ્ક મુદ્દે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. માસ્ક નહી પહેરનારાઓને દંડવા માટે કોર્પોરેશ દ્વારા સીસીટીવી ફુટેજથી માંડીને જેટની ટીમ સહિતને દંડ વસુલવા માટેની સતા આપેલી છે. માસ્ક નહી પહેરનારને ઇમેમો દ્વારા અથવા સ્થળ પર જ 200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેરમાં માસ્ક નહી પહેરનારા નાગરિકો વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી ચાલુ કરી છે. 
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માસ્ક મુદ્દે કડક કાર્યવાહી, 60 લાખ રૂપિયાનો દંડ વસુલાયો

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :કોરોના હોટસ્પોટ બની ચુકેલા અમદાવાદમાં માસ્ક મુદ્દે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. માસ્ક નહી પહેરનારાઓને દંડવા માટે કોર્પોરેશ દ્વારા સીસીટીવી ફુટેજથી માંડીને જેટની ટીમ સહિતને દંડ વસુલવા માટેની સતા આપેલી છે. માસ્ક નહી પહેરનારને ઇમેમો દ્વારા અથવા સ્થળ પર જ 200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેરમાં માસ્ક નહી પહેરનારા નાગરિકો વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી ચાલુ કરી છે. 

કોર્પોરેશન દ્વારા માસ્કનાં નિયમનાં કડક અમલ માટે 151 અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમ દ્વારા વિવિધ જાહેર સ્થળ, દુકાનો, તેમજ પાનના ગલ્લા વગેરે સ્થળો પર માસ્ક નહી પહેરનારા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. કોર્પોરેશનની વિવિધ ટીમ દ્વારા જાહેર સ્થળો પર ન માત્ર માસ્ક મુદ્દે કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ જો ક્યાંય સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થઇ રહ્યો હોય તેવું લાગે તો તેઓ તુરંત જ કાર્યવાહી કરે છે. આ ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના આંકડાઓ જોઇએ તો...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news