ZEE News સાથેની વાતચીતમાં બોલ્યા પીયુષ ગોયલ, અમે ગામડામાં પણ શહેરી સુવિધાઓ પહોંચાડવા માગીએ છીએ
પીયુષ ગોયલે વચગાળાનું બજેટ રજૂ કર્યા બાદ ઝી ન્યૂઝના એડિટર ઈન ચીફ સુધીર ચૌધરી સાથે વાતચીતમાં કહ્યું કે, અમે ક્યારેય પણ ચૂંટણી જોઈને પગલાં લીધાં નથી. અમે મહિલાઓ અંગે વિચાર્યું છે. કોંગ્રેસ તો આ પણ વિચારી શકી નથી
Trending Photos
નવી દિલ્હીઃ નાણામંત્રી પીયુષ ગોયલે બજેટ રજૂ કર્યા બાદ ઝી ન્યૂઝ સાથેની એક ખાસ વાતચીતમાં જણાવ્યું કે, "કોંગ્રેસે સૌથી ખરાબ હાલતમાં અર્થવ્યવસ્થા છોડી હતી, અમે તેને સાચી દિશા આપી છે." પીયુષ ગોયલે વચગાળાનું બજેટ રજૂ કર્યા બાદ ઝી ન્યૂઝના એડિટર ઈન ચીફ સુધીર ચૌધરી સાથે વાતચીતમાં કહ્યું કે, અમે ક્યારેય પણ ચૂંટણી જોઈને પગલાં લીધાં નથી. અમે મહિલાઓ અંગે વિચાર્યું છે. કોંગ્રેસ તો આ પણ વિચારી શકી નથી.
પીયુષ ગોયલે જણાવ્યું કે, "પીએમ મોદીએ કરદાતાઓના નાણાનો યોગ્ય ઉપયોગ કર્યો છે. ચૂંટણીના કારણે વચગાળાનું બજેટ રજૂ કરવું એ અમારી મજબુરી હતી. છતાં કેટલીક બાબતો અંગે અમે વચગાળાના બજેટની રાહ જોઈ શકીએ એમ ન હતા. ખાસ કરીને નાના કરદાતાઓને રાહત આપવાની બાબતે."
નાણામંત્રીએ જણાવ્યું કે, "અમારો પ્રયાસ છે કે, ગામડાનો આત્મા જીવતો રહે. આથી અમે ઈચ્છીએ છીએ કે ગામડાઓમાં પણ શહેરો જેવી સુવિધાઓ પહોંચે."
મધ્યમ વર્ગના કરદાતાઓને આવકવેરાની રાહત આપવા અંગે પીયુષ ગોયલે જણાવ્યું કે, "નવા-મધ્યમ વર્ગને તેમના ભવિષ્યની ટેક્સની દેણદારીઓ અને રિફંડ પ્રક્રિયા દ્વારા થતી બચત અંગે સ્પષ્ટતા કરવાની જરૂર છે. આથી અમે આ શ્રેણીના લોકોને લાભ આપ્યો છે."
તેમણે જણાવ્યું કે, "આવક વેરા વિભાગ હવે ઓનલાઈન કામ કરી રહ્યું છે. રિટર્ન, આકલન, રિફંડ અને સમસ્યાઓ સહિતના તમામ કામ ઓનલાઈન થઈ રહ્યા છે. ગયા વર્ષે ભરાયેલા કુલ રિટર્નમાંથી 99.54 ટકા આવકવેરા રિટર્ન સ્વીકારી લેવાયા હતા. આવકવેરા માટે નવી ટેક્નોલોજીને મંજૂરી આપી દીધી છે. ત્યાર બાદ રિટર્ન 24 કલાકમાં મંજૂર થઈ જશે અને તેની સાથે રિફંડ પણ મળી જશે."
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે