સૂર્યગ્રહણ સમાપ્ત થયા બાદ જરૂર કરો આ કામ, આ કામ કરવાથી નકારાત્મકતા થશે દૂર
નવા વર્ષની શરૂઆત ને 4 મહિના વીતી ગયા છે. અને વર્ષનું પહેલું સૂર્યગ્રહણ એપ્રિલ મહિનાના છેલ્લા દિવસે એટલે 30 તારીખે છે. જાણો સૂર્યગ્રહણ થયા બાદ કયા કયા કામ કરવા જરૂરી છે.
Trending Photos
નવી દિલ્લીઃ નવા વર્ષની શરૂઆત ને 4 મહિના વીતી ગયા છે. અને વર્ષનું પહેલું સૂર્યગ્રહણ એપ્રિલ મહિનાના છેલ્લા દિવસે એટલે 30 તારીખે છે. જાણો સૂર્યગ્રહણ થયા બાદ કયા કયા કામ કરવા જરૂરી છે. વર્ષ 2022નું પહેલું સૂર્યગ્રહણ 30 એપ્રિલ અને શનિવારના દિવસે થશે. સૂર્યગ્રહણ ને લઈને જ્યોતિષમાં અનેક પ્રકારની માન્યતાઓ જણાવવામાં આવી છે. સૂર્યગ્રહણ પહેલા શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. સૂર્યગ્રહણ ના સમયે શું ન કરવું જોઈએ. અને તેની નકારાત્મક અસરોને દૂર કરવા માટે સૂર્યગ્રહણ પછી શું કરવું જોઈએ. આ તમામ બાબતોનો ઉલ્લેખ જ્યોતિષમાં કરવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે 30 એપ્રિલ રાત્રે 12:15 મિનિટે સૂર્યગ્રહણ શરૂ થશે. અને 1 મે સવારે 4 :07 વાગે સૂર્યગ્રહણ સમાપ્ત થશે. શાસ્ત્રોના અનુસાર ગ્રહણના પછી અમુક કાર્યો કરવા જરૂરી છે. આ કરવાથી ગ્રહણ ની નકારાત્મક ઉર્જા ના પ્રભાવને સમાપ્ત કરી શકાય છે. જાણો એના વિશે
સૂર્યગ્રહણ પછી તરત જ કરો આ કામ:
1. જ્યોતિષશાસ્ત્રના અનુસાર સૂર્યગ્રહણ પછી તુલસીના છોડમાં ગંગાજળ છાંટવું જોઈએ.
2. ઘરમાં કે પૂજા ઘરમાં ગંગાજળ છાંટવું જોઈએ. જેથી ઘરમાં પ્રવેશતી નકારાત્મક ઉર્જા થશે દૂર
3.સૂર્યગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ પોતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એવું માનવામાં આવે છે કે ગ્રહણ દરમિયાન નીકળતી નકારાત્મક ઉર્જાનો પ્રભાવ બાળક પર પણ પડી શકે છે. ગ્રહણ સમાપ્ત થયા પછી તરત જ સ્નાન કરો
4. સૂર્યગ્રહણ પછી તલ, ચણાની દાળનું દાન કરો. આ કરવાથી જીવનની સમસ્યાઓથી છૂટકારો મળશે
5. સૂર્યગ્રહણ પછી વાતાવરણમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે .તેથી આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ.
6. સૂર્યગ્રહણ પછી ઘરમાં કચરો વાળવો જોઈએ
7. શાસ્ત્રોમાં લખ્યું છે કે ગ્રહણ પછી ગંગામાં સ્નાન કરવું જોઈએ. પરંતુ જો તમે ગંગામાં સ્નાન કરવા ન જઈ શકો તો ઘરમાં નહાવાના પાણીમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરો. એનાથી ફાયદો પણ થાય છે.
8. માન્યતાના અનુસાર સૂર્યગ્રહણ પછી દેવી-દેવતાઓના દર્શન કરવા જોઈએ.
(નોંધ- અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. ZEE ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે