પીજ ચોકડીના પુલ પર દિવાળીએ બે યુવાનોનો ભોગ લેવાયો, વડતાલ મંદિરથી પરત ફરતા અકસ્માત થયો

એક તરફ પર્વનો તહેવાર ચાલી રહ્યો છે, ત્યારે કેટલાક પરિવારો માટે દુખની ઘડી બની રહી છે. નડિયાદ પાસે નેશનલ હાઇવે (National Highway) નંબર 8 પર પીજ ચોકડી પાસે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત (Accident) માં અમદાવાદના બે યુવકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. 
પીજ ચોકડીના પુલ પર દિવાળીએ બે યુવાનોનો ભોગ લેવાયો, વડતાલ મંદિરથી પરત ફરતા અકસ્માત થયો

નચિકેત મહેતા/ખેડા :એક તરફ પર્વનો તહેવાર ચાલી રહ્યો છે, ત્યારે કેટલાક પરિવારો માટે દુખની ઘડી બની રહી છે. નડિયાદ પાસે નેશનલ હાઇવે (National Highway) નંબર 8 પર પીજ ચોકડી પાસે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત (Accident) માં અમદાવાદના બે યુવકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. 

અમદાવાદ ઓઢવ વિસ્તારના શિવમ ઓમ પ્રકાશ પાંડે તેમજ અન્ય એક સાહિલ નામના યુવકો વડતાલ મંદિરે દર્શન કરવા ગયા હતા. બંન્ને યુવકો પોતાના ટુ વ્હીલર પર વડતાલ મંદિરથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. ત્યારે અમદાવાદ જતા સમયે નેશનલ હાઇવે નંબર 8 પર પીજ ચોકડી પાસે આવેલ રેવલે બ્રિજ પર તેમની ગાડીને અકસ્માત થયો હતો. 

અકસ્માત બાદ એક યુવકનું બ્રિજ નીચે પડી જવાથી મોત નિપજ્યુ હતું. જયારે અન્ય એક યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું. બંને યુવકોના મૃતદેહોને નડિયાદ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા છે. 

No description available.

પીજ ચોકડી પરના બ્રિજ ઉપર અકસ્માતમાં બે યુવકોના મોત નિપજતા દિવાળીએ ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. દિવાળી ટાંણે જ અકસ્માત સર્જાતા બંને યુવકોના પરિવારમાં માતમ છવાયો છે. 

No description available.

સતત ચાર-પાંચ વર્ષથી આ બ્રિજ પર દિવાળી ટાંણે જ અકસ્માતમાં અનેક લોકોના મોત થયા છે. જાણે દિવાળી પર બ્રિજ અકસ્માતનો ઝોન બની જતો હોય તેવુ લાગે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news