PM Modi Speech Live: દેશમાં આજે રાષ્ટ્રહિતમાં નિર્ણય લેનારી સરકાર, ઈચ્છાશક્તિથી થઈ રહ્યાં છે સુધારઃ પીએમ મોદી
Budget Session: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે રાષ્ટ્રપતિના અભિભાષણ પર લોકસભામાં આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપી રહ્યાં છે. પીએમ મોદીના ભાષણ પર માત્ર વિપક્ષ જ નહીં પરંતુ સમગ્ર દેશની નજર છે.
Trending Photos
નવી દિલ્હીઃ સંસદમાં મંગળવારે રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આક્રમક હુમલો કર્યો હતો. અદાણી વિવાદને લઈને રાહુલ ગાંધીએ પૂછ્યુ હતું કે આખરે સરકાર અને અદાણી વચ્ચે શું સંબંધ છે? તેમણે કહ્યું હતું કે ગૌતમ અદાણી 609 નંબરના વ્યક્તિમાંથી બીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ કેવી રીતે બન્યા.આ આખો જાદુ મોદી સરકાર આવ્યા પછી થયો છે. રાહુલ ગાંધીના આરોપો પર સ્મૃતિ ઈરાનીએ સાંજે જવાબ આપ્યો. હવે આજે સંસદમાં પીએમ નરેન્દ્ર મોદીનું ભાષણ થવાનું છે. માનવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી આ ભાષણમાં રાહુલ ગાંધીને પોતાની સ્ટાઈલમાં જવાબ આપી શકે છે.
જય શ્રીરામના નારા સાથે શરૂ થયું પીએમનું સંબોધન
લોકસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપી રહ્યાં છે. પીએમ મોદીનું સંબોધન જય શ્રીરામના નારા સાથે શરૂ થયું. પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆતમાં રાષ્ટ્રપતિને અભિનંદન આપ્યા અને કહ્યું કે, અમે કરોડો દેશવાસીઓનું વિઝનરી ભાષણમાં માર્ગદર્શન કર્યું છે.
When Preisdent's Address was going on, some people avoided it. A tall leader even insulted the President. They displayed hatred against ST. When such things were said on TV, the sense of hatred deep within came out. Attempt was made to save oneself after writing a letter later:PM pic.twitter.com/IKgPwxZyPH
— ANI (@ANI) February 8, 2023
પ્રધાનમંત્રીના સંબોધન પહેલા બીઆરએસનું વોકઆઉટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધન પહેલા ગૃહમાં વિપક્ષી સાંસદોએ અદાણી મુદ્દા પર જેસીપી તપાસની માંગને લઈને બેનરો દેખાડ્યા. તેના પર સ્પીકર ઓમ બિરલાએ ટોક્યા અને કહ્યું કે તમને નેમ કરી શકાય છે. ત્યારબાદ બીઆરએસના સભ્યોએ વોકઆઉટ કરી દીધુ હતું.
ભાષણથી ખ્યાલ આવ્યો કે કોનો શું ઈરાદો છે અને કેટલી સમજ છે
રાષ્ટ્રપતિએ પોતાના અભિભાષણમાં સંકલ્પથી સિદ્ધિ સુધીનું માળખું દેશની સામે રાખ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે આ ગૃહમાં બધા લોકોએ પોતાની રૂચિ અને પ્રવૃતિ અનુસાર પોતાની વાત રાખી. આ વાતોને જ્યારે સાંભળીએ અને સમજવાનો પ્રયાસ કરીએ તો તે પણ ખબર પડે છે કે કોની કેટલી ક્ષમતા છે. કોની કેટલી યોગ્યતા અને સમજ છે. કોનો શું ઈરાદો છે. તે પણ ખબર પડે છે. દેશ તેનું મૂલ્યાંકન પણ કરે છે. હું ચર્ચામાં સામેલ દરેક સભ્યોનો આભાર વ્યક્ત કરુ છું.
I was watching yesterday. After the speeches of a few people, some people were happily saying, "Ye hui na baat." Maybe they slept well & couldn't wake up (on time). For them it has been said, "Ye keh keh ke hum dil ko behla rahe hain,wo ab chal chuke hain, wo ab aa rahe hain": PM pic.twitter.com/VVSnVUNO5x
— ANI (@ANI) February 8, 2023
પીએમ મોદી બોલ્યા- કાલે કેટલાક લોકો ઉછળી રહ્યાં હતા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીનું નામ લીધા વગર પ્રહાર કર્યો. પીએમ મોદીએ કહ્યું કે કાલે કેટલાક લોકો ઉછળી રહ્યાં હતા. તેમણે કહ્યું કે કાલે કેટલાક લોકો બોલી રહ્યાં હતા તો ઇકોસિસ્ટમ ઉછળી રહ્યું હતું. પીએમ મોદીએ કહ્યુ કે કેટલાક લોકો કહી રહ્યાં હતા કે આ થઈને વાત. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિના અભિભાષણ દરમિયાન કેટલાક લોકો દૂર રહ્યાં. એક મોટા નેતા તો તેમનું અપમાન કરી ચુક્યા છે.
કૌભાંડો અને ભ્રષ્ટાચારનો ઉલ્લેખ
પીએમ મોદીએ કહ્યુ કે રાષ્ટ્રપતિના ભાષણમાં કહ્યું કે, મોટા-મોટા કૌભાંડો સરકારી યોજનામાં કૌભાંડો અને ભ્રષ્ટાચારથી દેશ મુક્તિ ઈચ્છતો હતો તે દેશને મળી રહી છે. પોલિસી પેરાલિસિસથી બહાર આવી આજે દેશ ઝડપી વિકાસ તરફ છે. મને આશા હતી કે આવી વાતોનો કેટલાક લોકો વિરોધ જરૂર કરશે... પરંતુ કોઈએ વિરોધ ન કર્યો.
The President has enhanced the pride of the tribal community. Today, after several years of independence, there is sense of pride in the tribal community and increase in their self-confidence. This nation and House is grateful to her for this: PM Modi in Lok Sabha pic.twitter.com/SYNrUKoQnO
— ANI (@ANI) February 8, 2023
વૈશ્વિક અસ્થિરતાનો પીએમ મોદીએ કર્યો ઉલ્લેખ
પીએમ મોદીએ કહ્યુ કે ગૃહમાં હસી મજાક ટીકા ટિપ્પણી થતી રહે છે પરંતુ તે ન ભૂલવું જોઈએ કે આજે ગૌરવપૂર્ણ ક્ષણમાં આપણે જીવી રહ્યાં છીએ. મહામારી... યુદ્ધની સ્થિતિ... વિભાજીત વિશ્વ... આ સ્થિતિમાં દેશને જે રીતે સંભાળવામાં આવ્યો છે. તેનાથી દેશભરમાં આત્મવિશ્વાસ ભરાઈ રહ્યો છે.
પાકિસ્તાન-શ્રીલંકા તરફ પીએમ મોદીનો ઇશારો
પ્રધાનમંત્રી મોદીએ લોકસભામાં કહ્યું કે પડકાર વગર જીવન હોતું નથી. ઘણા દેશોમાં ભીષણ મોંઘવારી છે. ખાવા-પીવાનું સંકટ છે. આપણા પાડોશમાં પણ આવી સ્થિતિ બનેલી છે. આવી સ્થિતિમાં કોણ હિન્દુસ્તાની પર ગર્વ નહીં કકે કે આવા સમયમાં પણ દેશ 5મી મોટી અર્થવ્યવસ્થા બન્યો છે. આજે વિશ્વમાં ભારતને લઈને વિશ્વાસ છે. આજે ભારતને વિશ્વના સમૃદ્ધ દેશ જી20 સમૂહની અધ્યક્ષતાનો પણ અવસર મળ્યો છે. આ દેશ માટે ગર્વની વાત છે. પરંતુ મને લાગે છે કે તેનાથી કેટલાક લોકોને દુખ થઈ રહ્યું છે.
આજે રાષ્ટ્રહિતમાં નિર્ણય લેનારી સરકાર
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે છેલ્લા બેથી ત્રણ દાયકા અસ્થિરતાના રહ્યાં છે. તેમણે કહ્યું કે આજે દેશમાં સ્થિર સરકાર છે, નિર્ણય લેનારી સરકાર છે. તેમણે કહ્યું કે આજે દેશ આત્મવિશ્વાસથી ભરેલો છે. ડિજિટલ ઈન્ડિયાની ચારેતરફ વાહવાહી થઈ રહી છે. એક જમાનો હતો જ્યારે નાની ટેક્નોલોજી માટે પણ દેશ તરસતો હતો. તેમણે વૈશ્વિક અસ્થિરતા, યુદ્ધની સ્થિતિનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ઈચ્છાશક્તિથી અમે સુધાર કરી રહ્યાં છીએ.
પૂર્ણ બહુમતની સરકાર છે
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આ તે સરકાર છે, એક પૂર્ણ બહુમતથી ચૂંટાયેલી સરકાર છે. જે રાષ્ટ્ર માટે નિર્ણય લઈ શકે છે. રિફોર્મ આઉટ ઓફ કંવિક્શન થઈ રહ્યાં છે. અમે આ માર્ગથી હટવાના નથી. દેશને જે સમયે જે જોઈએ તે આપતા રહીશું.
કેટલાક લોકો દેશની પ્રગતિ સ્વીકારી રહ્યાં નથી
વિપક્ષી પાર્ટીઓ પર પ્રહાર કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે દેશ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે. કેટલાક લોકો તેને સ્વીકારી શકતા નથી. તેમણે રિન્યુએબલ એનર્જીમાં ચોથો સૌથી મોટો દેશ, મોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં બીજા નંબરનો સૌથી મોટો દેશ બનવાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આજે ખેલાડીઓ પોતાનું સ્ટેટસ બતાવી રહ્યા છે. વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. ભારત મેન્યુફેક્ચરિંગનું હબ બની ગયું છે. આજે દેશના દરેક ક્ષેત્રમાં આશા દેખાઈ રહી છે, પરંતુ કેટલાક લોકો તેને જોઈ શકતા નથી. તેમણે સ્ટાર્ટઅપની ઝડપી વૃદ્ધિનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આજે દેશમાં 109 યુનિકોર્નની રચના થઈ છે. કાકા હાથરાસીને ટાંકીને તેમણે કહ્યું કે જે વિચારે છે, તે જ જોશે. પીએમ મોદીએ કહ્યું કે કેટલાક લોકો નિરાશ છે. આ નિરાશા પણ આવી જ નથી આવી.એક છે જનતાનો હુકમ, ફરી ફરીને આદેશ. તેમણે કહ્યું કે 2014 પહેલા અર્થવ્યવસ્થા ખાટી થઈ ગઈ હતી, ફુગાવો ડબલ ડિજિટમાં રહ્યો હતો. કંઈક સારું થાય છે અને નિરાશા બહાર આવે છે અને સામે આવે છે.
કોરોના રસીકરણ પર બોલ્યા પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું- મહામારીના સમયમાં આપણે 150થી વધુ દેશોને સંકટના સમયે દવા અને વેક્સીન પહોંચાડી. આ કારણ છે કે આજે ઘણા દેશ વૈશ્વિક મંચો પર ખુલા મનથી, ભારતનો આભાર માને છે, ભારતના ગુણગાન કરે છે.
'UPA રાજમાં દેશ સુરક્ષિત નહોતો
પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસે રોજગાર માટે કંઈ કર્યું નથી. કેટલાક લોકો નિરાશામાં ડૂબેલા છે. 2004થી 1014 સુધી ભારતની અર્થવ્યવસ્થાનું ધોવાણ થયું. મોંઘવારી બે આંકડામાં રહી. તેથી કંઈક સારૂ થાય તો નિરાશા વધુ ઉપર આવે છે. જેણે બેરોજગારી દૂર કરવાના નામ પર કાયદો દેખાડ્યો. આ તેની રીત છે. 2004થી 2014 આઝાદીના ઈતિહાસમાં કૌભાંડનો દાયકો છે. યુપીએના આ 10 વર્ષમાં કાશ્મીરથી કન્યાકુમારી ભારતના દરેક ખુણામાં આતંકવાદી હુમલા થતાં રહ્યાં.
ED નો ઉલ્લેખ કરી બોલ્યા પીએમ
લોકસભામાં પોતાના ભાષણમાં પીએમ મોદીએ કહ્યું કે ઈડીએ બધા વિપક્ષને એક સાથે લાવી દીધો, એન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટનો આભાર માને. ચૂંટણી પરિણામ તેને ભેગા કરી શક્યા નહીં.
કોંગ્રેસના પતન પર હાર્વર્ડમાં સ્ટડી,
પીએમ નરેન્દ્ર મોદીએ પણ વિપક્ષની એકતા પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે આજે વિરોધનું ગીત મિલે સુર મેરા તુમ્હારા છે. EDના કારણે આ એકતા થઈ છે. EDની તપાસ આ લોકોને એક પ્લેટફોર્મ પર લાવી છે. કેટલાક લોકો હાર્વર્ડ યુનિવર્સિટી વિશે ઘણી વાતો કરે છે. ગઈકાલે પણ તેની વાત થઈ હતી. હાર્વર્ડ યુનિવર્સિટીએ પાછલા વર્ષોમાં એક મોટો અભ્યાસ કર્યો છે. આ છે - ભારતની કોંગ્રેસ પાર્ટીનો ઉદય અને પતન. મને ખાતરી છે કે વધુ મોટી યુનિવર્સિટીઓમાં કોંગ્રેસના કચરા પર અભ્યાસ થવો જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે