વારાણસીમાં જન્મદિવસ પ્રસંગે મહાદેવનાં આશિર્વાદ લેવા પહોંચ્યા PM

વડાપ્રધાને જન્મ દિવસ સ્થાનિક બાળકો સાથે ઉજવ્યો હતો અને બાળકોને સ્ટેશ્નરીની વસ્તુઓ ગીફ્ટ આપી હતી

Updated By: Sep 17, 2018, 10:43 PM IST
વારાણસીમાં જન્મદિવસ પ્રસંગે મહાદેવનાં આશિર્વાદ લેવા પહોંચ્યા PM

નવી દિલ્હી : વડાપ્રધાન મોદી પોતાનાં 68માં જન્મ દિવસ પ્રસંગે સોમવારે પોતાના સંસદીય વિસ્તાર વારાણસી પહોંચ્યા અને શાળામાં બાળકો સાથે મુલાકાત કરીને તેમને જીવનમાં સફળતાના મંત્ર આપ્યા. વારણસીની બે દિવસીય મુલાકાત માટે સાંજે પહોંચેલા વડાપ્રધાને નરઉર ખાતેની પ્રાઇમરી સ્કુલમાં બાળકો સાથે મુલાકાત કરી અને તેમને અલગ અલગ કિસ્સાઓ અંગે વાત કરી. ત્યાર બાદ વડાપ્રધાન મોદીએ કાશી વિશ્વનાથ મંદિર જઇને મહાદેવનાં આશિર્વાદ લીધા હતા. 

અગાઉ બાળકો સાથે તેમણે કહ્યું કે, તેઓ નિડર બન્યા અને સવાલ પુછવામાં ક્યારે પણ ન ગભરાય. ડર દુર કરવા માટે તેમણે રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીનું ઉદાહરણ આપતા જણાવ્યું કે, ગાંધીજી જ્યારે નાના હતા તો ડરતા હતા, ત્યારે તેમની માંએ તેમને જણાવ્યું કે, તમે રામનું નામ લો.

મોદીએ બાળકો સાથે અલગ અલગ વિષયો પર વાત કરી અને તેમને રમતની જરૂરિયાત અંગે પણ જણાવ્યું. તેમણે બાળકને કહ્યું કે, રમતની ખુબ જ પ્રબાવક જરૂર છે. જિંદગીમાં અલગ અલગ ક્ષમતાઓને આત્મસાત કરવું મહત્વપુર્ણ છે, કારણ કે તે હંમેશા કામ આવે છે. 

પોતાની વચ્ચે વડાપ્રધાનને જોઇને બાળકો ખુશ દેખાઇ રહ્યા હતા. બાળકોએ કહ્યું કે, મોદી કાકાએ તેમને કહ્યું છે કે, ખેલેગે તભી ખીલેગે. વડાપ્રધાને તેમને મહેનત કરીને આગળ વધવાની સલાહ આપી અને કહ્યું કે, જીવનમાં આવનારી સમસ્યાઓથી તેઓ ગભરાયા. 

વડાપ્રધાન મોદી શાળાની લાઇબ્રેરીમાં પણ ગયા. બાળકોએ જણાવ્યું કે, વડાપ્રધાન મોદીએ તેમને ભણવા અને રમવાની સલાહ આપી. વડાપ્રધાન મોદીએ બાળકોને ગ્રીટિંગ કાર્ડસ આપ્યા. ત્યાર બાદ બાળકોને રિટર્ન ગીફ્ટ તરીકે સ્ટેશનરીનો સામાન, બેગ અને સોલર લેમ્પ પણ આપ્યો. તે અગાઉ વારણસી પહોંચેલા  મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ મહેન્દ્રનાથ પાંડેયે હવાઇ મથક પર વડાપ્રધાનની આગેવાની કરી. ઉપરાંત આંગણવાડી તથા આશાકાર્યકરોએ પણ કેન્દ્ર દ્વારા હાલમાં જ જાહેર કરાયેલ કેટલીક લાભકારી યોજનાઓનો આભાર વ્યક્ત કરતા મોદીનું સ્વાગત કર્યું.