વડાપ્રધાને વિદ્યાર્થીઓને આપી પરીક્ષાનો ડર ભગાવવાની ટિપ્સ

સીબીએસઈ દ્વારા સ્કૂલોને કાર્યક્રમને લાઈવ ટેલિકાસ્ટ કરવાની વ્યવસ્થા કરવાની અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ સુનિશ્ચિત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે

વડાપ્રધાને વિદ્યાર્થીઓને આપી પરીક્ષાનો ડર ભગાવવાની ટિપ્સ

નવી દિલ્હી : 10માં અને 12માં ધોરણની બોર્ડ પરીક્ષાઓને થોડા અઠવાડિયા જ બાકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શાળાના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા સંબંધિત જુદા જુદા વિષયો પર ચર્ચા કરવાનો નિર્ણય લીધો હતો. આ ચર્ચા દરમિયાન તેમણે વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ પણ આપવાનું નક્કી કર્યું છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ મારફતે દિલ્હી સ્થિત તાલકટોરા સ્ટેડિયમમાં પરિચર્ચા સત્રમાં ભાગ લીધો છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યાં છે. આ પરિચર્ચાનું શિર્ષક 'મેકિંગ એક્ઝામ ફન: ચેટ વિથ પીએમ મોદી' રાખવામાં આવ્યું છે.

— ANI (@ANI) February 16, 2018

 

સીબીએસઈ દ્વારા સ્કૂલોને કાર્યક્રમને લાઈવ ટેલિકાસ્ટ કરવાની વ્યવસ્થા કરવાની અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ સુનિશ્ચિત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં લગભગ 10 વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીઓને પીએમ મોદીને સીધો પ્રશ્ન પૂછવાનો અવસર મળશે. પીએમ મોદી માયગાવ ડોટ ઈનથી પસંદગીના કેટલાક સવાલોના જવાબ પણ આપશે.

 

પ્રોગ્રામની હાઇલાઇટ્સ

  • EQ જીવનને નવી દિશા આપે છે
  • IQ અને EQનું સંતુલન સફળતા માટે જરૂરી  છે
  • ફોક્સ ત્યારે જ કરી શકાય છે જ્યારે ડિફોક્સ કરાયું હોય 
  • પરીક્ષા વખતે મનગમતી પ્રવૃત્તિ કરી શકાય, હા...પરિસ્થિતિ પ્રમાણે સમયગાળો બદલાવી શકાય
  • કરફ્યુ લાદવાથી પરિણામ નથી લાવી શકાતું
  • પરીક્ષા વખતે અને ખાસ કરીને બોર્ડની પરીક્ષા વચ્ચે કરફ્યુનો માહોલ સર્જાઈ જતો હોય છે
  • હંમેશા પંચમહાભૂતથી સંપર્ક જાળવી રાખવો જોઈએ
  • જેટલું મહત્વ એકાગ્રતાનું છે એટલું જ ડિફોક્સ થવાનું છે
  • ચોવીસ કલાક સતત પરીક્ષાનું ટેન્શન કરવું યોગ્ય નથી
  • પરીક્ષા અને માર્ક જીવન નથી
  • બીજાના બાળક સાથે ક્યારેય પોતાના બાળકની સરખામણી  ન કરો
  • હું અભિભાવકોને કહેવા માગુ છું કે બાળકના અભ્યાસને સોશિયલ સ્ટેટસ ન બનાવો
  • ખબર હોય છે કે ક્યું કામ કોની પાસેથી કઈ રીતે કરાવી શકાય છે
  • ભારતનું બાળક જન્મજાત પોલિટીશીયન હોય છે
  • માતા-પિતા સારા મૂડમાં હોય ત્યારે તેમની સાથે સંવાદ કરવો જોઈએ
  • માતા-પિતાએ પોતાના અધુરા સપના બાળકો પાસેથી પુરા કરવાને બદલે તેમને પસંદગીનો અભ્યાસ કરવાની તક આપવી જોઈએ
  • માતા-પિતાનો દૃષ્ટિકોણ સમજશો તો સમજદારીના દરવાજા ખુલશે અને અભ્યાસ સરળતાથી બનશે
  • માતા-પિતાની નિષ્ઠા પર ક્યારેય શંકા ન કરવી જોઈએ
  • પ્રતિસ્પર્ધામાં ઉતરવાથી તણાવ અનુભવાય છે
  • જાત સાથે સ્પર્ધા કરવાથી સફળતાની નવી ઉંચાઇને સર કરશો
  • પોતાની જાત સાથે જ સ્પર્ધા કરો
  • લોકોને તમારી સાથે સ્પર્ધામાં આવવા દો
  • કોઈની સાથે પ્રતિસ્પર્ધા નથી કરવી 
  • દિમાગમાંથી એ કાઢી નાંખો કે કોઇ તમારી પરીક્ષા લે છે. કોઇ તમને માર્ક આપવાનું છે. કોણ છે તમારૂ ભવિષ્ય નક્કી કરનાર
  • તમે જ જાતે જ તમારૂ ભવિષ્ય નક્કી કરી રહ્યા છો. તમારી પાસે આત્મવિશ્વાસ ન હોય તો કંઇ ન થાય માટે આત્મવિશ્વાસ રાખો અને પરીક્ષા આપો
  • આપણો દેશ વિવિધતાથી સભર છે. હું એમની ભાષામાં જવાબ નથી આપી શકતો એ મારી મર્યાદા છે. હું એ બાળકોની ક્ષમા ચાહું છું જો બની શકે તો એમની ભાષામાં એમને સમજાવી શકાય.
  • અભ્યાસ કરતી વખતે માનસિકતા ઓનલાઇન જ ઓવી જોઈએ, ઓફલાઇન નહીં હોય
  • વર્તમાનમાં જીવવાની આદત એકાગ્રતાને જાળવવામાં મદદ કરે છે
  • ભૂતકાળનું મહત્વ છે પણ એને  બોજ ન બનાવવો જોઈએ
  • એકાગ્રતાન જાળવી રાખવાનું મહત્વનો રસ્તો યોગ છે
  • જો અભ્યાસ મન, શરીર અને આત્માનું જોડાણ કરીને એકાગ્ર કરીને કરાય તો કોઈ સમસ્યા જ નહીં થાય
  • જે વસ્તુઓમાં માત્ર બુદ્ધિ નહીં પણ હૃદય જોડાઈ જાય છે એ જીવનનો હિસ્સો બની જાય છે
  • સમસ્યા યાદશક્તિની નથી, અમુક પળ વર્ષો સુધી એકદમ તાજી રહે છે
  • પોતાની જાત સાથે સંવાદ સાધવાથી ધીમેધીમે એકાગ્રતાના વિષયો વધારે વ્યાપક બનાવી શકાય છે
  • દરેક વિદ્યાર્થી જાતની તપાસ કરે કે કઈ બાબતોમાં તેઓ એકાગ્રતા અનુભવે છે
  • દરેક વ્યક્તિ દિવસમાં એક બે કામ કરતી વખતે ભારે એકાગ્રતાની અનુભૂતિ કરે છે
  • એકાગ્રતા જાળવવી બહુ અઘરી નથી
  • પોતાની જાતને સતત ચકાસવાથી આત્મવિશ્વાસ આવે છે
  • લાંબું ભાષણ સાંભળવાથી પણ આત્મવિશ્વાસ નથી આવતો
  • આત્મવિશ્વાસ કોઈ જડીબુટ્ટી નથી
  • આત્મવિશ્વાસ વગર મહેનત પ્રભાવી નથી
  • વિદ્યાર્થી સામાન્ય રીતે સરસ્વતીજીની પૂજા કરે છે પણ પરીક્ષાના દિવસે હનુમાનજીની પૂજા કરે છે
  • સ્વામી વિવેકાનંદ કહેતા કે અહં બ્રહાસ્મિ એટલે કે જાત પર બ્રહ જેવો વિશ્વાસ હોવો જોઈએ
  • ગમે તેટલી મહેનત કરી હશે પણ આત્મવિશ્વાસ નહીં હોય તો સમસ્યા ઉભી થશે
  • પીએમએ વિદ્યાર્થીઓને કહ્યું હું છું તમારો દોસ્ત
  • તમામ મિત્રોને નમન કરું છું, વડાપ્રધાને કરી શરૂઆત
  • બાળકોએ ડાન્સ પર્ફોમન્સ સાથે કરી કાર્યક્રમની શરૂઆત

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news