PM મોદી પાસે કેટલી છે જમીન-સંપત્તિ? ક્યાં કરેલું છે રોકાણ...જાણો તમામ વિગતો
PM Narendra Modi's Wealth: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સંપત્તિમાં ગત વર્ષ કરતા 22 લાખ રૂપિયાનો વધારો થયો.
Trending Photos
PM Narendra Modi's Wealth: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે કુલ 3.07 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમની સંપત્તિમાં ગત વર્ષથી 22 લાખ રૂપિયાનો વધારો થયો છે. ઓફિશિયલ ડેટા મુજબ ગત વર્ષે પ્રધાનમંત્રીની સંપત્તિ 2.85 કરોડ રૂપિયા હતી.
બેંકમાં કેટલા છે પૈસા
પ્રધાનમંત્રી મોદી પાસે તેમના એસબીઆઈ બેંક એકાઉન્ટમાં 1,52,480 રૂપિયા છે. આ ઉપરાંત તેમની પાસે ગુજરાતના ગાંધીનગર સ્થિત એસબીઆઈ બ્રાન્ચમાં એફડીના 1,83,66,966 રૂપિયા છે. પ્રધાનમંત્રી પાસે 36,900 રૂપિયા કેશ છે.
ક્યાં કર્યું છે રોકાણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ L&T ઈન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડમાં 20,000 રૂપિયા રોકાણ કરેલું છે. આ સાથે જ પ્રધાનમંત્રીની પાસે NPS માં 8,93,251 રૂપિયા અને LIC માં 1,50,957 રૂપિયા છે.
પ્રધાનમંત્રીએ કોઈ લોન લીધી નથી
પ્રધાનમંત્રીની વેબસાઈટ દ્વારા અપાયેલી માહિતી મુજબ પીએમ મોદીએ કોઈ પર્સનલ લોન, મોટર લોન વગેરે લીધી નથી.
કેટલી જ્વેલરી છે
પ્રધાનમંત્રી મોદી પાસે કુલ 1,48,331 રૂપિયાની જ્વેલરી છે. જેમાં 45 ગ્રામની 4 સોનાની વિંટી છે.
પ્રધાનમંત્રી પાસે નથી કોઈ જમીન
ડેટા મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે કોઈ પણ એગ્રીકલ્ચર કે નોન એગ્રીકલ્ચર જમીન નથી. તેમની પાસે પોાતનું કોઈ કમર્શિયલ બિલ્ડિંગ પણ નથી.
કેટલી છે પ્રોપર્ટી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામે ગુજરાતના ગાંધીનગરમાં એક ઘર છે જે એક જોઈન્ટ પ્રોપર્ટી છે અને પ્રધાનમંત્રી મોદીનો તેમાં ફક્ત એક ચતુર્થાંશ ભાગ છે. પ્રધાનમંત્રીએ આ પ્રોપર્ટીને 2002માં 1,30,488 રૂપિયામાં ખરીદી હતી. જેની હાલની કિંમત લગભગ 1 કરોડ 10 લાખ જેટલી હશે.
(અહેવાલ- સાભાર ઝી બિઝનેસ)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે