આજે દિલ્હીના રણમાં ઉતરશે PM મોદી, કડકડડૂમામાં કરશે પ્રથમ રેલી

દિલ્હીના દંગલમાં સોમવારે PM મોદીની એન્ટ્રી થવાની છે. PM મોદી આજે કડકડડૂમાના સીબીડી ગ્રાઉન્ડમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ દિલ્હીમાં PM મોદીની આ પહેલી ચૂંટણી રેલી છે.

આજે દિલ્હીના રણમાં ઉતરશે PM મોદી, કડકડડૂમામાં કરશે પ્રથમ રેલી

નવી દિલ્હી: દિલ્હીના દંગલમાં સોમવારે PM મોદીની એન્ટ્રી થવાની છે. PM મોદી આજે કડકડડૂમાના સીબીડી ગ્રાઉન્ડમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ દિલ્હીમાં PM મોદીની આ પહેલી ચૂંટણી રેલી છે. તેમાં પૂર્વી દિલ્હી તથા ઉત્તર પૂર્વી લોકસભામાં આવનાર 20 વિધાનસભાઓના ઉમેદવારો હાજર રહેશે. PM મોદીની બીજી રેલી 4 ફેબ્રુઆરીના રોજ પશ્વિમી દિલ્હીના દ્વારકામાં થશે. અત્યાર સુધી અમિત શાહ સહિત ભાજપના મોટા નેતા ચૂંટણી પ્રચારમાં જોડાયેલા હતા. હવે PM મોદીની ચૂંટણીમાં એન્ટ્રીથી મુકાબલો વધુ રોમાંચક થવાની આશા છે. 

ભાજપે શરૂ કર્યું ડોર-ટૂ-ડોર કેમ્પેન
ભાજપે રવિવારથી દિલ્હીમં 20થી વધુ સ્ટાર પ્રચારકોને ચૂંટણીમાં લગાવી દીધા છે. રવિવારે ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા ઘણા રાજ્યોના સીએમ અને પૂર્વ સીએમ ઉપરાંત ઘણા કેન્દ્રીય મંત્રી પ્રચાર કરી રહ્યા છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહનું દિલ્હીમાં ડોર ટૂ ડોર કેમ્પેન કરી રહ્યા છે. અમિત શાહ દિલ્હીના કેન્ટ વિસ્તારમાં ડોર ટૂ ડોર કેમ્પેન કર્યું તો જેપી નડ્ડા ચિરાગ દિલ્હીમાં અભિયાન ચલાવ્યું. 

આ ઉપરાંત નડ્ડા દિલ્હીના સંગમ વિહાર અને આંબેડકર નગરમાં ચૂંટણી સભાઓને પણ સંબોધિત કરી. ગૃહમંત્રી અમિત શાહનું બુરાડી, તિલકનગર અને રાજૌરી ગાર્ડનમાં નુક્કડ સભાઓને સંબોધિત કરી. રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ દિલ્હી કેન્ટ અને કરોલ બાગમાં ચૂંટણી સભાઓમાં ભાગ લીધો. 

દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારી નફજગઢ, મટિયાલા, ઉત્તમનગર, વિકાસપુરી અને પાલમમાં નુક્કડ સભાઓ કરી. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર જંગપુરા અને નવી દિલ્હી, સ્મૃતિ ઇરાની દિલ્હીના રોહિણી, મહરૌલી, આર કે પુરમ, કસ્તુરબા નગર અને ગ્રેટર કૈલાશમાં ભાજપ માટે વોટ માંગ્યા. ભાજપ શાસિત રાજ્યોના ઘણા મુખ્યમંત્રી ચૂંટણી કેમ્પેનમાં પાર્ટીના પક્ષમાં માહોલ બનાવતા જોવા મળી રહ્યા છે.

હિમાચલના સીએમ જયરામ ઠાકુર દિલ્હીના મટિયાલા, વિકાસપુરી, રિઠાલા મોતી નગર અને પટપડગંજમાં સભાઓ કરી. ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ ઓખલા, બદરપુર અને તુગલકાબાદમાં સભાઓ કરી. યોગી આદિત્યનાથે પોતાની રેલીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું. યોગીએ આરોપ લગાવ્યો કે કેજરીવાલ ખાંસી ખાતા ખાતા આખા દિલ્હીને ખાંસી ખાવા પર મજબૂર કરી દીધા. તો બીજી તરફ અરવિંદ કેજરીવાલે ભાજપના જીરો બિલનો વિરોધ ગણાવ્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news