CBSE પેપર લીક મામલે નવો વળાંક, કોચિંગ સેન્ટરના માલિકને ટીચરે મોકલી હતી કોપી

CBSE પેપર લીક મામલે નવો વળાંક, કોચિંગ સેન્ટરના માલિકને ટીચરે મોકલી હતી કોપી

નવી દિલ્હીઃ CBSEની બોર્ડની પરીક્ષાના પેપર લીક મુદ્દે નવો વળાંક આવ્યો છે. દિલ્હી પોલીસે મ્ખ્યુ આરોપીઓની ધરપકડ કરી ઘટનાનો ખુલાસો કર્યો છે. દિલ્હી પોલીસનું કહેવું છે કે, તેઓએ પેપર લીકના જવાબદાર બે ટિચર્સ અને એક કોચિંગ ક્લાસના માલિકની ધરપકડ કરી છે. આરોપી ટિચરે સવારે પેપરનો ફોટો પાડીને કોચિંગ સેન્ટરના માલિકને ફોરવર્ડ કર્યો હતો. બાદમાં કોચિંગ ક્લાસના માલિકે આ પેપરની કોપી છાત્રોને શેર કરી હતી. પેપર સાથે તેની હાથથી લખાયેલી કોપી પણ ફરી રહી છે.

જો કે, હાલ તો પોલીસ આ મામલે વધુ તપાસમાં લાગી ગઈ છે અને અન્ય આરોપીઓની શોધખોળ આદરી છે. ઉલ્લેખનીય છે કે, આ પેપરલીક બાદ CBSEએ ફરીથી પરીક્ષા લેવાનો નિર્ણય લીધો છે. પંદર દિવસની અંદર તપાસ બાદ નક્કી કરવામાં આવશે કે ગણિતની પરીક્ષા ફરી લેવી કે નહીં. જો ગણિતની પરીક્ષા ફરી લેવામાં આવે તો ફક્ત દિલ્હી NCR અને હરિયાણામાં જ પરીક્ષા યોજાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news