એનડીએનું મોત, હવે ભાજપ માટે મુશ્કેલ થઈ જશે 2024ની ચૂંટણીઃ યોગેન્દ્ર યાદવ

સ્વરાજ ઈન્ડિયા પાર્ટીના ચીફ યોગેન્દ્ર યાદવનું કહેવુ છે કે એનડીઓનો સાથ એક બાદ એક પાર્ટી છોડી રહી છે. તેથી એનડીએના મોતની ઔપચારિક જાહેરાત કરી શકાય છે. તેમણે કહ્યું કે, એનડીએ માટે 2024ની ચૂંટણી મુશ્કેલ હશે. 
 

એનડીએનું મોત, હવે ભાજપ માટે મુશ્કેલ થઈ જશે 2024ની ચૂંટણીઃ યોગેન્દ્ર યાદવ

નવી દિલ્હીઃ બિહારમાં ભાજપ અને જેડીયૂનું ગઠબંધન તૂટ્યા બાદ વિપક્ષી પાર્ટીમાં નવો જુસ્સો આવી ગયો છે. એચડી દેવગૌડા, અખિલેશ યાદવ સહિત ઘણા નેતા નીતિશ કુમારના આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી ચુક્યા છે. તો 2024ની સામાન્ય ચૂંટણીને લઈને પણ વિપક્ષને એક આશાનું કિરણ દેખાયું છે. હવે સ્વરાજ ઈન્ડિયા પાર્ટીના અધ્યક્ષ યોગેન્દ્ર યાદવે કહ્યુ કે, બિહારના આ નાટકીય ઘટનાક્રમથી 2024 લોકસભા ચૂંટણીનું દ્રશ્ય સંપૂર્ણ રીતે બદલાય ગયું છે, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી માટે. 

તેમણે કહ્યું, રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન હવે નબળુ પડી રહ્યું છે કારણ કે એક-એક કરી ઘણા સહયોગી દળોએ ભગવા પાર્ટીથી અંતર બનાવી લીધુ છે. નોંધનીય છે કે બિહારમાં જેડીયૂના નીતિશ કુમારે રેકોર્ડ આઠમી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. એક દિવસ પહેલા તેમણે એનડીએ સાથે છેડો ફાડી આરજેડીનો હાથ પકડી લીધો છે. ત્યારબાદ બિહારમાં એકવાર ફરી મહાગઠબંધનની સરકાર બની ગઈ છે.

આ પણ વાંચોઃ Modi vs Kejrival: 'ફ્રી' રેવડીનો મુદ્દો ગરમાયો, કેજરીવાલે પીએમ મોદી પર કર્યો પલટવાર  

યોગેન્દ્ર યાદવે કહ્યુ, 'હવે આપણે ઔપચારિક રૂપથી જાહેરાત કરી શકીએ કે એનડીએનું મોત થઈ ચુક્યુ છે.' તેમણે કહ્યું, પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે આગામી લોકસભા ચૂંટણીમાં એનડીએ હાવી રહેશે પરંતુ બિહારની રાજનીતિએ આ ચર્ચાઓ પર વિરામ લગાવી દીધુ છે. તેણણે કહ્યું, 2024મા બિહારમાં ભાજપે પાંસ સીટો જીતવા માટે પણ ખુબ સંઘર્ષ કરવો પડશે. નોંધનીય છે કે યોગેન્દ્ર યાદવ અગ્નિપથ યોજના વિરુદ્ધ અભિયાનમાં ભાગ લેવા માટે ઈન્દોર પહોંચ્યા હતા. 

સંયુક્ત કિસાન મોર્ચાએ જય જવાન, જય કિસાન અભિયાન ચલાવ્યું છે. તેમાં નિવૃત્ત સૈનિક અને યુવાનો ભાગ લઈ રહ્યાં છે. કોંગ્રેસે પણ આ અભિયાનનું સમર્થન કરવાની જાહેરાત કરી છે અને કહ્યું કે તે 15 ઓગસ્ટ બાદ રસ્તા પર ઉતરશે. કોંગ્રેસનું કહેવું છે કે સંસદમાં ભાજપ સરકારે તેનો બોલવાનો સમય આપ્યો નહીં તેથી હવે રસ્તા પર ઉતરવું પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news

Powered by Tomorrow.io