વિધાનસભામાં સીએમ યોગી બોલ્યા- રાહુલ ગાંધી અને અખિલેશ યાદવમાં વધુ અંતર નથી, જણાવ્યું કારણ

યુપી વિધાનસભાના બજેટ સત્રના છેલ્લા દિવસે ગૃહમાં સંબોધન કરતા યોગી આદિત્યનાથે રાહુલ ગાંધી અને અખિલેશ યાદવને નિશાને લીધા હતા. 
 

વિધાનસભામાં સીએમ યોગી બોલ્યા- રાહુલ ગાંધી અને અખિલેશ યાદવમાં વધુ અંતર નથી, જણાવ્યું કારણ

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ વિધાનસભાના બજેટ સત્રનો મંગળવારે છેલ્લો દિવસ રહ્યો હતો. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગૃહમાં સંબોધન કર્યુ હતું. આ દરમિયાન મુખ્યમંત્રીએ અખિલેશ યાદવ સહિત વિપક્ષને નિશાને લીધો હતો. તેમણે રાહુલ ગાંધી પર પણ પ્રહારો કર્યાં હતા. 

ગૃહમાં મુખ્યમંત્રી યોગીએ કહ્યુ કે, રાહુલ ગાંધી વિદેશમાં ભારત વિશે ખરાબ બોલે છે. અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશની બહાર બીજા રાજ્યોમાં યુપી વિશે આડુઅવળું બોલે છે. રાહુલ ગાંધી અને અખિલેશ યાદવમાં વધુ અંતર નથી. તેમણે કહ્યું કે અમે કોઈ જાતિ અને ધર્મના આધાર પર વિભાજન કર્યું નથી. 

— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 31, 2022

મુખ્યમંત્રી યોગીએ અખિલેશ યાદવ પર શાયરાના અંદાજમાં નિશાન સાધતા કહ્યું 'કૈસે મંજર સામને આને લગે હૈં, ગાતે-ગાતે લોક ચિલ્લાને લગે હૈં.' મુખ્યમંત્રીએ કહ્યું કે જો વિપક્ષ નેતાનું ભાષણ બજેટ પર હોત તો સારૂ હોત પરંતુ તો તે સત્રનો ભાગ બનત. ઉત્તર પ્રદેશની પ્રતિ વ્યક્તિ આવક આઝાદીના સમયે દેશને સમાન હતી. 2017 સુધી તે દેશની એવરેજ પ્રતિ વ્યક્તિ આવક 1/3 સુધી ઘટી ગઈ હતી. દેશ વિકાસ કરી રહ્યો હતો પરંતુ યુપી નહીં, યુપીમાં ક્ષમતા છે. આ વખતે અમે બમણુ કામ કરવા માટે બજેટ વધાર્યું છે. 

યોગી આદિત્યનાથે ભાજપ નેતૃત્વની કેન્દ્ર સરકારના 8 વર્ષના સફળ કાર્યકાળમાં પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં એક ભારત શ્રેષ્ઠ ભારત આ પરિકલ્પનાને સાકાર કરતા આપણે બધા જોઈ રહ્યાં છીએ. આજે એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી દ્વારા ચલાવવામાં આવી રહેલી યોજનાની ચર્ચા થઈ રહી હતી. વિપક્ષ નેતા કહી રહ્યાં કે આ સમાજવાદ છે. સારૂ છે કે ઓછા સમાજવાદના બહાને તેમણે પ્રધાનમંત્રી મોદીની ગરીબ કલ્યાણકારી યોજનાઓનો સ્વીકાર કર્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news