Chirag Yojana: ગરીબ બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવાની મળશે તક, જાણો શું છે ચિરાગ યોજના
Chirag Yojana: ગરીબ પરિવારના બાળકોને સારું શિક્ષણ આપવા માટે સરકાર તરફથી આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતગર્ત સરકાર શિક્ષણનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવી રહી છે.
Trending Photos
Chirag Yojana: દેશમાં તમામ રાજ્ય સરકારો તરફથી લોકો માટે યોજનાઓ શરૂ ચલાવવામાં આવે છે. ઘણી યોજનાઓ બાળકો માટે પણ હોય છે, જેમાં તેમને સારા શિક્ષણની ગેરન્ટી આપવમાં આવે છે. ગરીબ બાળકોનું સપનું હોય છે કે તે સારા પ્રાઇવેટ સ્કૂલમાં જાય અને શિક્ષણ લે. તેને જોતાં હરિયાણા સરકાર તરફથી એક યોજના લાગૂ કરવામાં આવી છે. આયોજનાનું ચિરાગ યોજના છે. જેના અંતગર્ત ગરીબ બાળકોને પ્રાઇવેટ સ્કૂલોમાં એડમિશન આપવામાં આવે છે.
અરજી કરવાની છેલ્લી તારીખ નજીક
હરિયાણા સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી આ યોજનામાં પ્રવેશ શરૂ થઈ ગયો છે, આ યોજના હેઠળ 1 લાખ 80 હજાર રૂપિયા અને તેનાથી ઓછી વાર્ષિક આવક ધરાવતા વાલીઓ તેમના બાળકોને ખાનગી શાળાઓમાં પ્રવેશ અપાવી શકે છે. પ્રવેશ બાદ ફી અને અન્ય બાબતોનો ખર્ચ સરકાર ઉઠાવશે. આ યોજના માટે 10મી એપ્રિલ સુધી અરજી કરી શકાશે.
UPI દ્વારા ATM વડે એકાઉન્ટમાં જમા કરાવી શકશો પૈસા, શું છે RBI ની નવી સ્કીમ
RR vs RCB: આરસીએ કેચના લીધે ગુમાવી મેચ? વિરાટે વેઠ વાળી, 12 ઓવર એકલો રમ્યો..
જરૂરી છે આ દસ્તાવેજ
આ યોજનામાં અરજી કર્યા પછી લકી ડ્રો દ્વારા પ્રવેશ લેવામાં આવે છે, એટલે કે, પ્રક્રિયા સંપૂર્ણપણે ન્યાયી કરવામાં આવી છે. વર્ગ 4 થી 12 સુધીના પ્રવેશ માટે લોકો અરજી કરી શકે છે. 12 એપ્રિલે ખબર પડશે કે કયા બાળકને પ્રવેશ આપવામાં આવ્યો છે અને કોને નહી... આ યોજના માટે અરજી કરવા માટે કુટુંબ ઓળખ કાર્ડ જરૂરી છે, તેના વિના અરજી કરી શકાતી નથી. આમાં નોંધાયેલી આવકને જ પ્રાથમિકતા આપવામાં આવશે.
અનિલ અંબાણીના મોટા પુત્રએ બનાવી 2000 Cr ની કંપની, નાનાવાળાના શોખ ઉડાવી દેશે હોશ
ભવિષ્યવાણી!!! આ વર્ષે PM મોદીના મિત્રની થઇ શકે છે હત્યા? દુનિયામાં આર્થિક સંકટ!
કેવી રીતે કરી શકો છો અરજી?
હરિયાણાના શિક્ષણ વિભાગ દ્વારા 45 ખાનગી શાળાઓની યાદી બહાર પાડવામાં આવી હતી, જેમાં પ્રવેશ માટે અરજી કરી શકાય છે. તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ માત્ર એવા વિદ્યાર્થીઓ જ પ્રવેશ મેળવી શકે છે જેઓ અત્યાર સુધી સરકારી શાળાઓમાં અભ્યાસ કરી રહ્યા છે. અરજી કરવા માટે, તમારે સરકારી વેબસાઇટ પરથી ચિરાગ યોજનાનું એક ફોર્મ ડાઉનલોડ કરવું પડશે, તે પછી તમારે તમામ દસ્તાવેજો જોડવા પડશે અને તે શાળામાં સબમિટ કરવા પડશે જેમાં તમે બાળકને પ્રવેશ અપાવવા માંગો છો.
વર્ષમાં 436 રૂ. આપીને તમારા પરિવારને મળશે 2 લાખ રૂપિયા, તમારે માટે જરૂરી છે આ યોજના
Lift Safety Tips: લિફ્ટમાં ફસાઇ ગયા છો તો તાત્કાલિક કરો આ કામ, પેનિક થશો તો ગુમાવશો પડશે જીવ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે