private schools

અમદાવાદ: શિક્ષણ વિભાગે 25 ટકા ફી માફીનો પરિપત્ર કર્યો જાહેર

શિક્ષણ વિભાગે 25 ટકા ફી માફીનો પરિપત્ર જાહેર કર્યો છે. ચાલુ શૈક્ષણિક વર્ષમાં શાળાઓ માત્ર ટ્યુશન ફી લઈ શકશે. શાળાઓ કોઈ પણ પ્રકારનો ફી વધારો કરી શકશે નહીં. ટ્યુશન ફીના 75 ટકા રકમ શાળા વાલીઓ પાસેથી લઈ શકશે

Oct 7, 2020, 10:05 PM IST

ખાનગી શાળાઓ દાદાગીરી પર ઉતરી, 10 ઓક્ટોબર સુધી ફી ભરો નહિ તો 25%ની રાહત નહિ મળે

  • ઉઘરાણી સંદર્ભે નિકોલમાં આવેલી ડીવાઇન ઈન્ટરનેશનલ સ્કૂલનો વિવાદાસ્પદ પત્ર સામે આવ્યો.
  • ફરી એકવાર સરકાર સાથે વાતચીત કરવાનું ટાળી, ફીમાં રાહત મામલે સરકારે કરેલા હુકમની અવગણના ખાનગી શાળાઓ દ્વારા શરૂ કરાઇ

Oct 4, 2020, 09:15 AM IST

ખાનગીશાળાઓ શિક્ષકોનાં નામે ફી ઉઘરાવે છે પણ તેમને પગાર ચુકવતી નથી, સરકારને પણ નથી ગાંઠતી

રાજ્યમાં હાલ શાળાઓની ફીનો મુદ્દે ધીરે ધીરે વેગ પકડી રહ્યો છે. ખાનગી શાળાઓના સંચાલકો દ્વારા મનમાનું વર્તન કરવામાં આવી રહ્યા છે. શાળાઓ દ્વારા વાલીઓ પાસેથી તગડી ફી વસુલવામાં આવી રહી છે. જેના માટે શાળાના શિક્ષકોનાં ઉચ્ચ પગાર, શાળાનું મેઇન્ટેનન્સ વગેરે જેવા મુદ્દાઓને આગળ ધરીને તેઓ શાળાની ફી 25 ટકાથી ઘટાડવાની મનાઇ કરી રહ્યા છે. જો કે બીજી તરફ શાળાઓ શિક્ષકો સાથે પણ છેતરપિંડી આચરી રહી છે. શાળાઓ શિક્ષકોને લોકડાઉનમાં કંઇ જ કામ નહી હોવાનું અને  ફી પણ નહી આવી હોવાનાં બહાના હેઠળ કાં તો ફીની ચુકવણી જ નથી કરી રહી અથવા તો 25 ટકા જેટલો જ પગાર ચુકવવામાં આવી રહ્યો છે. 

Sep 28, 2020, 05:16 PM IST

ખાનગી શાળાઓએ સીધેસીધુ કહી દીધું, ‘10 થી 100% ફી માફ કરીશું, પણ માત્ર ગરીબ વિદ્યાર્થીઓની...’

સરકાર દ્વારા તમામ વિદ્યાર્થીઓની 25% ફી માફ કરવાની માંગ ખાનગી શાળા સંચાલકોએ ફગાવી

Aug 21, 2020, 03:29 PM IST

અમદાવાદ: ખાનગી શાળાઓ હાઇકોર્ટમાં ચુકાદાને પડકાર્યો, સોમવારથી ઓનલાઇન શિક્ષણ શરૂ

શહેરમાં આગામી સોમવારથી સ્વનિર્ભર શાળાઓ ફરી એકવાર ઓનલાઇન શિક્ષણ ચાલુ કરશે તેવો શાળા સંચાલક મંડળે નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ફી મુદ્દે બહાર પાડેલી પિટીશનનો હજુ સુધી કોઇ ચુકાદો આવ્યો નથી. જો કે ખાનગી શાળાઓએ ચુકાદાઓ પહેલા જ ઓનલાઇન શિક્ષણ ફરી શરૂ કરવાની તૈયારી દર્શાવી છે. 

Jul 25, 2020, 10:56 PM IST

ફીના સરકારી ઠરાવને ખાનગી શાળાઓએ હાઈકોર્ટમાં પડકાર્યો

ખાનગી શાળાની ફી મુદ્દેના સરકારના ઠરાવને ખાનગી શાળાઓએ હાઈકોર્ટમાં પડકાર્યો છે. ખાનગી શાળાઓ દ્વારા સરકારના 16.07.20ના રોજના ઠરાવ સામે હાઈકોર્ટમાં અરજી કરી છે. ગુજરાત હાઇકોર્ટેમાં અરજદારે રજૂઆત કરી કે, રાજ્ય સરકારને આ ઠરાવ બહાર પાડવાની સત્તા નથી. અરજદાર રાજ્યભરમાં ખાનગી શાળાઓમાં 16 લાખ કર્મચારીઓ રોજગારી મેળવી રહ્યા છે. તેથી પીએમ આત્મનિર્ભર યોજના હેઠળ આ લોકો માટે સરકાર કોઈ પેકેજ આપે. 10 એપ્રિલથી સરકાર સાથે ફીના મુદ્દા પર ખાનગી શાળાઓની ચર્ચા ચાલી રહી છે. ખાનગી શાળાઓએ સરકારને વચન આપ્યું હતુ કે, તેઓ ફી વધારશે. આ મામલે વધુ સુનાવણી આગામી સપ્તાહમાં હાથ ધરાશે. 

Jul 25, 2020, 12:13 PM IST

ખાનગી શાળાઓની દાદાગીરી સામે વાલીઓનું રણશિંગુ, સરકારી શાળામાં પ્રવેશનો આંકડો બમણો થયો

 ખાનગી શાળાઓમાં વધતી ફી અને મોંઘવારીનો લાભ અમદાવાદ નગર પ્રાથમિક સમિતિની સ્કૂલને મળી રહ્યો છે બહોળો પ્રતિસાદ. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આ વર્ષે અત્યાર સુધીમાં નવા 17,000 થી વધારે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. આ આંકડો ગત્ત વર્ષના આંકડાની તુલનાએ ડોઢ ગણો આંકડો છે. 

Jul 16, 2020, 05:13 PM IST

BJP રાજમાં ખાનગી સ્કૂલોવાળાને ઘી-કેળા, 2 વર્ષમાં 1287 ખાનગી સ્કૂલોને વાલીઓને લૂંટવાની મંજૂરી આપી

ગઈકાલે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યના સવાલ પર શિક્ષણ મંત્રીએ જે આંકડા આપ્યા તે ચોંકાવનારા હતા. રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ કરતાં ખાનગી શાળાઓને વધુ મંજૂરી આપવામાં આવી છે. 1 સરકારી સામે 10 ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. આમ, રેશિયો જોઈએ તો સરકારી સ્કૂલોની સરખામણીમાં ખાનગી સ્કૂલોને વધુ મંજૂરી મળી છે. જેથી રાજ્યમાં શિક્ષણનું કેટલી હદે ખાનગીકરણ થઈ રહ્યું છે તેનો આ બોલતો પુરાવો છે.

Jul 17, 2019, 08:25 AM IST

પ્રાઇવેટ શાળાઓ વેપારીઓ કરતા પણ બેશરમ, સરકાર સંભાળે સંચાલન: સુપ્રીમ કોર્ટ

ખાનગી શાળાઓની તરફથી રજુ થયેલા વકીલે દલીલ કરી કે તંત્રનો ઇરાદો કોર્ટનો અનાદર કરવાનો નહોતો

Feb 11, 2019, 11:26 PM IST