પ્રધાનમંત્રી બેરોજગાર ભથ્થું યોજનાની ફેક વેબસાઇટથી ઠગાઇ, જાણો શું છે સમગ્ર મામલો

પ્રધાનમંત્રી બેકારી ભથ્થું યોજના દ્વારા ઠગાઇ કરવા માટે બનાવવામાં આવેલી એક ફેક વેબસાઇટને દિલ્હી પોલીસ (Delhi Police)ની સાયબર સેલ (Cyber cell)એ બંધ કરાવી દીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર અત્યાર સુધી ફેક વેબસાઇટથી કોઇ ઠગાઇનો શિકાર થયા નથી. પોલીસે આ મામલો નોંધી વધુ તપાસ શરૂ કરી છે અને વેબસાઇટ બનાવનારની જાણકારી ગુગલ પાસેથી માંગાવવામાં આવી છે.

પ્રધાનમંત્રી બેરોજગાર ભથ્થું યોજનાની ફેક વેબસાઇટથી ઠગાઇ, જાણો શું છે સમગ્ર મામલો

નવી દિલ્હી: પ્રધાનમંત્રી બેકારી ભથ્થું યોજના દ્વારા ઠગાઇ કરવા માટે બનાવવામાં આવેલી એક ફેક વેબસાઇટને દિલ્હી પોલીસ (Delhi Police)ની સાયબર સેલ (Cyber cell)એ બંધ કરાવી દીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર અત્યાર સુધી ફેક વેબસાઇટથી કોઇ ઠગાઇનો શિકાર થયા નથી. પોલીસે આ મામલો નોંધી વધુ તપાસ શરૂ કરી છે અને વેબસાઇટ બનાવનારની જાણકારી ગુગલ પાસેથી માંગાવવામાં આવી છે.

સાયબર સેલના ડીસીપી અન્યેશ રાયે જણાવ્યું કે, સોશિયલ મીડિયા દ્વારા આ જોવા મળ્યું છે કે, પ્રધાનમંત્રી બેરોજગાર ભથ્થા યોજના 2020ના નામથી એક નકલી વેબસાઇટની યૂઆરએલ/લિંકને નાગરિકો પાસે ઠગાઇ કરવા માટે અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને વોટ્સએપ દ્વારા વાયરલ કરવામાં આવી રહી હતી. આ જાણકારી મળવાની સાથે જ નકલી વેબસાઇટને બંધ કરી દેવામાં આવી છે જેનાથી લોકોને ઠગાઇથી બચાવી શકાય. સાયબર સેલે આ મામલો નોંધ્યો છે અને સાયપેડ યૂનિટે તપાસ શરૂ કરી દીધી છે.

રાયએ જણાવ્યું કે, નકલી વેબસાઇઠ બનાવી સોશિયલ મીડિયા દ્વારા વયરલ કરનારની જાણકારી પ્રાપ્ત કરવામાં આવી રહી છે. તેના માટે ગુગલ પાસેથી જાણકારી મંગાવવામાં આવી છે. તેમણે કહ્યું કે, સલાહ આપવામાં આવી રહી છે કે, લોકો gov.in એક્સટેન્શન વાળી વાસ્તવિક સરકારી વેબસાઇટ પર જ વિશ્વાસ કરે અને કોઇપણ પ્રકારના પૈસાની આપ-લે કરતા પહેલા તેની પ્રમાણિકતા જરૂરથી તપાસ કરે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news