Pre-Monsoon: આ રાજ્યમાં પ્રી-મોન્સૂનનો કહેર, 7 લોકોના મોત, બે લાખથી વધુ લોકો પ્રભાવિત
Pre-Monsoon: દેશના ઘણા ભાગ ગરમીથી પરેશાન છે. પરંતુ આ દરમિયાન અસમ ભયંકર પૂરનો સામનો કરી રહ્યું છે. અહીં પૂરના કારણે બે લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે.
Trending Photos
ગુવાહાટીઃ ઉત્તર ભારત સહિત દેશના ઘણા ભાગમાં લોકો ભીષણ ગરમીથી પરેશાન છે. પરંતુ અસમમાં સ્થિતિ અલગ છે. અહીં પ્રી-મોન્સૂન પૂર અને ભૂસ્ખલનને કારણે કછાર જિલ્લામાં વધુ બે લોકોના મોત બાદ કુલ મૃત્યુઆંક 7 પર પહોંચી ગયો છે. અસમમાં અત્યાર સુધી 24 જિલ્લામાં 2 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી છે.
અત્યાર સુધી સાતના મોત
અસમ રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓએ કહ્યું કે છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણી અસમના કછાર જિલ્લામાં બે લોકોના મોત થયા, આ પહેલા દીમા હસાઓ (4) અને લખીમપુર (1) જિલ્લામાં ભૂસ્ખલનને કારણે પાંચ લોકોના મોત થયા હતા. અધિકારીઓએ કહ્યું કે, પૂર અને ભૂસ્ખલનને કારણે કછાર જિલ્લામાં છ લોકો લાપતા છે. તો કછાર જિલ્લામાં એક અનૌપચારિક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે જિલ્લામાં અલગ-અલગ નદીઓમાં એક બાળક અને બે આધેડ ઉંમરના લોકો સહિત ચાર લોકો તણાયા છે.
24 જિલ્લાના 811 ગામ ઝપેટમાં
એેએસડીએમએના એક બુલેટિન પ્રમામે 24 જિલ્લાના 811 ગામોના 2 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. તો 6540 ઘરને નુકસાન પહોંચ્યું છે. 33 હજારથી વધુ લોકોએ રાહત શિબિરમાં આશરો લીધો છે. જ્યારે જિલ્લા તંત્રએ 27 રાહત વિતરણ કેન્દ્ર ખોલ્યા છે.
આ વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત
સૌથી વધુ પ્રભાવિત જિલ્લામાં કછાર, દીમા હસાઓ, હોઝઈ, ચરાઈદેવ, દરાંગ, ધેમાજી, ડિબ્રૂગઢ, બક્સા, વિશ્વનાથ અને લખીમપુર સામેલ છે. પૂર્વોત્તર સીમાંત રેલવેના દીમા-હસાઓ જિલ્લા હેઠળ પહાડી ખંડમાં સ્થિતિ મંગળવારે ગંભીર રહી, કારણ કે પહાડી ક્ષેત્રમાં વરસાદ પડ્યો હતો. જેના કારણે રેલવે લાઇનને અસર પહોંચી હતી.
અસમના લુમડિંગ-બદરપુર ખંડ ત્રિપુરા, મિઝોરમ, મણિપુર અને અસમના દક્ષિણી ભાગને દેશના બાકી ક્ષેત્ર સાથે જોડનાર એકમાત્ર માર્ગ છે. આ રેલ સંપર્ક છેલ્લા ચાર દિવસથી કપાયેલો છે. જેથી જરૂરીયાતની વસ્તુના ભાવ વધી ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
જુઓ LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે