Presidential Election 2022: NDAના દ્રૌપદી મુર્મૂ vs વિપક્ષના યશવંત સિન્હા, બંનેનું ઝારખંડ સાથે છે કનેક્શન

Presidential Election: એનડીએ દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપતિના ઉમેદવાર જાહેર કર્યા છે. તેમની સાથે વિપક્ષ તરફથી સંયુક્ત ઉમેદવારના રૂપમાં યશવંત સિન્હાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. 

Presidential Election 2022: NDAના દ્રૌપદી મુર્મૂ vs વિપક્ષના યશવંત સિન્હા, બંનેનું ઝારખંડ સાથે છે કનેક્શન

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ ઝારખંડના પૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા છે. 64 વર્ષના દ્રૌપદી મુર્મૂનો કાલે એટલે કે 20 જૂને જન્મદિવસ હતો. જો તે ચૂંટાશે તો દેશના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ હશે, તો બીજા મહિલા રાષ્ટ્રપતિ હશે. આદિવાસી સમાજમાંથી આવતા દ્રૌપદી મુર્મૂ છ વર્ષ એક મહિના સુધી ઝારખંડના રાજ્યપાલ રહી ચુક્યા છે. તેમનો જન્મ ઓડિશાના મયૂરભંજ જિલ્લામાં થયો છે. તે ઓડિશામાં ભાજપ અને બીજેડી ગઠબંધન સરકારમાં મંત્રી પણ રહી ચુક્યા છે. 

યશવંત સિન્હાનું ઝારખંડ સાથે કનેક્શન
યશવંત સિન્હા ઝારખંડથી સાંસદ રહી ચુક્યા છે. ભારતીય વહીવટી સેવાના અધિકારી રહી ચુક્યા છે. 84 વર્ષના યશવંત સિન્હાને વિપક્ષી પાર્ટીમાં સ્થાન મળ્યું અને તેમને રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પોતાના સંયુક્ત ઉમેદવાર બનાવ્યા છે. તેમને ઉમેદવાર એવા સમયમાં બનાવવામાં આવ્યા છે જ્યારે માનવામાં આવી રહ્યું હતું કે તેમની રાજકીય સફર સમાપ્ત થવા તરફ અગ્રેસર છે. 

બિહારમાં જન્મેલા અને બિહાર-કેડરના આઈએએસ અધિકારીએ 1984માં વહીવટી સેવા છોડી દીધી અને જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા હતા. જનતા પાર્ટીના નેતા ચંદ્રશેખર તેમને પસંદ કરતા હતા અને તેમને સક્ષમ અને સ્પષ્ટવાદી માનતા હતા. તેઓ 1998થી હજારીબાગથી લોકસભા ચૂંટણી જીત્યા અને સરકારમાં 2002 સુધી નાણામંત્રી અને બાદમાં વિદેશ મંત્રી બન્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news