Presidential Election: રાષ્ટ્રપતિ ચૂંટણીથી વિપક્ષના આ મોટા નેતાએ પોતાને કર્યા દૂર, નહી લડે ચૂંટણી

નેશનલ કોંગ્રેસના પ્રમુખ ફારૂખ અબ્દુલાએ સંયુક્ત વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના રૂપમાં વિચાર માટે પોતાનું નામ' સન્માનપૂર્વક પરત' લેવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે મારું માનવું છે કે જમ્મૂ અને કાશ્મીર એક મહત્વપૂર્ણ મોડથી પસાર થઇ રહ્યા છે અને આ અનિશ્વિત સમયને નેગેટિવ કરવામાં મદદ કરવા માટે મારા પ્રયત્નોની જરૂર છે. 

Presidential Election: રાષ્ટ્રપતિ ચૂંટણીથી વિપક્ષના આ મોટા નેતાએ પોતાને કર્યા દૂર, નહી લડે ચૂંટણી

Presidential Election: નેશનલ કોંગ્રેસના પ્રમુખ ફારૂખ અબ્દુલાએ સંયુક્ત વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના રૂપમાં વિચાર માટે પોતાનું નામ' સન્માનપૂર્વક પરત' લેવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે મારું માનવું છે કે જમ્મૂ અને કાશ્મીર એક મહત્વપૂર્ણ મોડથી પસાર થઇ રહ્યા છે અને આ અનિશ્વિત સમયને નેગેટિવ કરવામાં મદદ કરવા માટે મારા પ્રયત્નોની જરૂર છે. 

શું કહ્યું ફારૂક અબ્દુલાએ?
લોકસભા સાંસદ અને નેશનલ કોંગ્રેસ પ્રમુખ અબ્દુલ્લાએ પોતાના નિવેદનમાં કહ્યું કે તે સન્માનિત અનુભવી રહ્યા છે કે તેમનું નામ પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્રારા સંભવિત સંયુક્ત વિપક્ષી ઉમેદવારના રૂપમાં પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો. પરંતુ ખૂબ વિચાર કર્ય બાદ તેમણે પોતાનું નામ પરત લઇ લીધું. 

— ANI (@ANI) June 18, 2022

કેમ લડી રહ્યા નથી ચૂંટણી? 
તેમણે કહ્યું કે મારું માનવું છે કે જમ્મૂ અને કાશ્મીર એક મહત્વપૂર્ણ મોડ પરથી પસાર થઇ રહ્યું છે અને આ અનિશ્વિત સમયને નેવિગેટ કરવામાં મદદ કરવા માટે મારા પ્રયત્નોની જરૂર છે. મારા આગળ ઘણી સક્રિય રાજનીતિ છે. હું જમ્મૂ કાશ્મીર અને દેશની સેવામાં સકારાત્મક યોગદાન આપવા માટે તત્પર ચું. તેનામાટે હું સન્માનપૂર્વક પોતાનું નામ વિચારથી પરત લેવા માંગુ છું અને હું સંયુક્ત વિપક્ષી સર્વસન્માનિતના ઉમેદવારનું સમર્થન કરવા માટે તત્પર છું. 

શરદ પવાર પણ કરી રહ્યા મનાઇ
જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીને થોડા દિવસો પહેલાં રાષ્ટ્રપવાદી કોંગ્રેસ પાર્ટી (રાકાંપા)ના પ્રમુખ શરદ પવારે પણ ટોચના પદ માટે ચૂંટણી લડવાની ઓફરને નકારી કાઢી હતે. કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી), દ્રવિડ મુનેત્ર કડગમ (ડીએમકે) અને શિવસેના સહિત 17 વિપક્ષી દળોના પ્રતિનિધિઓ દ્રારા નવી દિલ્હીમાં આયોજિત એક બેઠકમાં શરદ પવારના નામનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. બેઠક બાદ પવારે ટ્વીટ કર્યું કે હું ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી માટે એક ઉમેદવારના રૂપમાં મારું નામ સજેશ કરવા માટે વિપક્ષી નેતાઓની ઇમાનદારીથી પ્રશંસા કરું છું. જોકે એ જણાવવા માંગુ છું કે હું વિનમ્રતાપૂર્વક અસ્વિકાર કરી રહ્યો છું.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news