હવે પ્રિયા પ્રકાશ વારિયારનો 'કિસિંગ સીન' થયો વાઈરલ, જૂઓ વીડિયો...

તેના કોસ્ટાર રોશન અબ્દુલ રઉશ સાથે પ્રિયા પ્રકાશ વારિયારે આપેલો કિસિંગ સીન અત્યારે સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થયો છે, ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પ્રિયાનો આંખ મારવાનો વીડિયો જોરદાર વાયરલ થયો હતો અને લાખો વખત યુટ્યુબ પર જોવામાં આવ્યો હતો 

હવે પ્રિયા પ્રકાશ વારિયારનો 'કિસિંગ સીન' થયો વાઈરલ, જૂઓ વીડિયો...

નવી દિલ્હીઃ પોતાની પ્રથમ ફિલ્મમાં 'આંખ મારવાના' દૃશ્યને કારણે રાતોરાત ઈન્ટરનેટ સેન્સેશન બની જનારી પ્રિયા પ્રકાશ વારિયાર ફરીથી સમાચારોમાં ચમકી છે. એક આંખ મારીને લાખો લોકોનાં હૃદયનાં ધબકારા વધારી દેનારી પ્રિયા આ વખતે તેની ફિલ્મના એક લીક થયેલા દૃશ્યને કારણે ચર્ચામાં આવી છે. ઈન્ટરનેટ પર લીક થયેલા આ વીડિયોમાં પ્રિયા અને તેનો કો-સ્ટાર રોશન અબ્દુલ રઉફ 'લીપ-લોક' કરતા જોવા મળી રહ્યા છે. 

પ્રિયા-રોશનના આ 'લીપ-લોક' દૃશ્યના વાઈરલ વીડિયોને અત્યાર સુધી 85 મિલિયન વ્યૂ મળી ચૂક્યા છે અને હવે તે પ્રિયા પ્રકાશના આંખ મારવાના વીડિયોનો પણ રેકોર્ડ બ્રેક કરવા જઈ રહ્યો છે. 

આ ક્લીપ બંનેની પ્રથમ મલયાલમ ફિલ્મ 'ઓરુ અદાર લવ'ની જ છે, જે આ વેલેન્ટાઈન ડે (14 ફેબ્રુઆરી, 2019)ના રોજ રીલીઝ થવાની છે. આ દૃશ્યમાં પણ બંને એ જ સ્કૂલ યુનિફોર્મમાં જોવા મળી રહ્યા છે જે તેમણે 'આંખ મારવાના' દૃશ્યમાં પહેર્યો હતો. 

જૂઓ વીડિયો....

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે પ્રિયા પ્રકાશની પ્રથમ અને ડેબ્યુલ મલયાલમ ફિલ્મ 'ઓરુ અદાર લવ'ની એક નાનકડી ક્લીપ વાઈરલ થઈ હતી. આ ક્લિપ ફિલ્મના 'મનિક્યા મલારયા પૂવી' ગીતની હતી, જેમાં તેની 'આંખ મારવા'ની અદાએ દેશ-વિદેશમાં લાખો-કરોડો યુવાન હૈયાઓને ડોલાવી નાખ્યા હતા. 

'ઓરુ અદાર લવ' એ ઓમાર લાલુની એક રોમાન્ટિક ડ્રામા ફિલ્મ છે. જેમાં પ્રિયા પ્રકાશ વારિયાર, સૈયદ શાહજહાં, રોશન અબ્દુલ રઉફ અને નીરીન શરીફ મુખ્ય ભૂમિકામાં છે. 

આ ફિલ્મમાં પ્રિયા અને રોશન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મને તેલુગુ અને કન્નડ ભાષામાં પણ ડબિંગ થઈને રિલીઝ થવાની છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news