કરીના અને સોનમ કપૂરની જોડી કરી રહી છે મોટું પ્લાનિંગ, ભુલભુલમાં થઈ ગયો ખુલાસો

સોનમ કપૂરની લેટેસ્ટ ફિલ્મ એક લડકી કો દેખા તો એસા લગા દર્શકોને પસંદ પડી રહી છે

કરીના અને સોનમ કપૂરની જોડી કરી રહી છે મોટું પ્લાનિંગ, ભુલભુલમાં થઈ ગયો ખુલાસો

મુંબઈ : સોનમ કપૂર પોતાના ખાસ પ્રકારના રોલની પસંદગીને કારણે ચર્ચામાં રહે છે. સોનમના ખાતામાં એવી અનેક ફિલ્મો છે જેમાં તેણે અલગ જ પ્રકારના દમદાર રોલ કરીને પોતાની કાબેલિયત સાબિત કરી છે. સોનમની લેટેસ્ટ ફિલ્મ એક લડકી કો દેખા તો ઐસા લગામાં લેસ્બિયન પ્રેમની ચર્ચા છે. આ ફિલ્મની વાર્તા વિવાદાસ્પદ હોવા છતાં દર્શકો તેમજ ક્રિટિક્સે એને વખાણી છે. 

આ ફિલ્મના પ્રમોશન માટે સોનમ પોતાની ખાસ મિત્ર કરીના કપૂરના રેડિયો શો 'વોટ વુમેન વોન્ટ'માં પહોંચી હતી. આ સમયે ચર્ચા દરમિયાન સોનમ કપૂરે મોટો ખુલાસો કર્યો છે. આ ખુલાસો સાંભળીને સોનમ અને કરીના ચાહકો ખુશીથી નાચી ઉઠશે

હકીકતમાં શોના અંતમાં જ્યારે કરીના કપૂરે બાય કહ્યું ત્યારે સોનમે જવાબ આપતા કહ્યું છે કે આશા છે કે આપણી મુલાકાત બહુ જલ્દી વીરે દી વેડિંગ 2ના સેટ પર થશે. સોનમની આ કમેન્ટ સાંભળીને કરીનાએ પણ તેને શુભેચ્છા આપી હતી. 2018માં રિલીઝ થયેલી વીરે દી વેડિંગ ચાર છોકરીઓની મિત્રતા પર આધારિત હતી. આ ફિલ્મમાં કરીના કપૂર, સોનમ કપૂર, સ્વરા ભાસ્કર અને શિખા તલસાણીયા જોવા મળી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news