આ રાજ્યમાં દુલ્હનને મળશે 1 તોલા સોનું, ફેરાના સમયે સરકાર આપશે ભેટ
ચૂંટણીના સમયમાં આમ આદમી પર વિવિધ સરકારો દ્વારા જાત-જાતની યોજનાઓ-રાહતોની જાહેરાતો કરવામાં આવતી હોય છે, આ જ સંદર્ભમાં આસામની ભાજપ સરકારે જાહેરાત કરી છે કે, રાજ્યમાં લગ્ન દરમિયાન સરકાર તરફથી દુલ્હનને 1 તોલા સોનું આપવામાં આવશે
Trending Photos
નવી દિલ્હીઃ ચૂંટણીના સમયમાં આમ આદમી પર વિવિધ સરકારો દ્વારા જાત-જાતની યોજનાઓ-રાહતોની જાહેરાતો કરવામાં આવતી હોય છે, આ જ સંદર્ભમાં આસામની ભાજપ સરકારે જાહેરાત કરી છે કે, રાજ્યમાં લગ્ન દરમિયાન સરકાર તરફથી દુલ્હનને 1 તોલા સોનું આપવામાં આવશે. વર્તમાન બજાર કિંમત પ્રમાણે અત્યારે 1 તોલાની કિંમત રૂ.38 હજાર છે.
આસામના નાણામંત્રી હિમંતા બિશ્વ સરમાએ રાજ્યનું બજેટ રજૂ કરવા દરમિયાન આ જાહેરાત કરી હતી. આ યોજનાને 'અરૂંધતિ' નામ આપવામાં આવ્યું છે. આ યોજનાનો ફાયદો રાજ્યમાં રૂ.5 લાખથી ઓછી આવક ધરાવતા પરિવારોને મળશે. રાજ્ય સરકારે આ યોજના માટે રૂ.300 કરોડની જોગવાઈ કરી છે.
Happy to announce that we shall give one tola gold, at about Rs38,000 as on today, to brides belonging to all such communities of Assam where it is customary to provide gold at the time of wedding. #Assam @PMOIndia @narendramodi @sarbanandsonwal pic.twitter.com/iGZ14SNdAD
— Himanta Biswa Sarma (@himantabiswa) February 6, 2019
આશિર્વાદ તરીકે આભૂષણ આપવાની પરંપરા
હિમંતા બિશ્વ સરમાએ જાહેરાત કરતા જણાવ્યું કે, "આસામમાં વર્ષો જૂની પરંપરા છે કે દિકરી જ્યારે પિતાનું ઘર છોડે છે ત્યારે તેને આશિર્વાદ તરીકે સોનાના આભૂષણ આપવામાં આવે છે. દેશના અન્ય રાજ્યોમાં તેને દહેજ કહેવામાં આવે છે, પરંતુ આસામમાં માતા-પિતા સ્વેચ્છાએ દિકરીને આપે છે, જેથી દિકરીને એવો અહેસાસ થાય કે તેને માતા-પિતાનો સપોર્ટ હંમેશાં રહેશે."
આર્થિક રીતે નબળા પિતાને મદદ કરવાની યોજના
તેમણે આગળ જણાવ્યું કે, "મને લાગે છે કે, એ મારી જવાબદારી છે કે જે પિતા પોતાની પ્રિય પુત્રી માટે સોનાના આભૂષણ ખરીદી સકતા નથી, તેમણે તેના માટે ધિરાણ લેવું પડે છે. આ માટે તેણે વ્યાજખોરોની ચુંગાલમાં ફસાવું પડે છે. મને આનંદ છે કે, આસામના એવા સમુદાય કે જ્યાં લગ્નના સમયે સોનું આપવાની પરંપરા છે, તેમની દિકરીઓને લગ્નના સમયે સરકાર 1 તોલા સોનું ભેટમાં આપશે."
આ યોજનાને અરૂંધતિ નામ અપાયું છે. બિશ્વ સરમાએ જણાવ્યું કે, 'સરકારની અરૂંધતિ યોજનાનો લાભ લેવા માટે 'વિશેષ વિવાહ(આસામ) નિયમ, 1954' અંતર્ગત લગ્નની નોંધણી કરાવાની રહેશે. લગ્નના દિવસે સરકરા લાભાર્થી સુધી આ ઉપહાર પહોંચાડી દેશે. આ યોજનાનો લાભ જેની વાર્ષિક આવક રૂ.5 લાખ કે તેનાથી ઓછી હોય તેને જ મળશે.'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે