ભાજપનો ચૂંટણી ઢંઢેરો: કર્ણાટકનો જંગ જીતવા ખેડૂત, ગૌરક્ષા અને અન્નપુર્ણા કેન્ટીનનો સહારો

ભાજપે ચૂંટણી ઢંઢેરામાં રાષ્ટ્રીયકૃત અને સહકારી બેંકો માટે એક લાખ રૂપિયા સુધીની ખેતી લોન માફ કરવાનું પણ વચન આપ્યું

ભાજપનો ચૂંટણી ઢંઢેરો: કર્ણાટકનો જંગ જીતવા ખેડૂત, ગૌરક્ષા અને અન્નપુર્ણા કેન્ટીનનો સહારો

કર્ણાટક : ભાજપે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે શુક્રવારે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. પાર્ટીએ પ્રદેશમાં સરકાર બનવા અંગે સિંચાઇ યોજનાનાં મદમાં ડોઢ લાખ કોરડ રૂપિયા ફાળવણી કરવા અને રાષ્ટ્રીયકૃત અને સહકારી બેંકોથી લેવાયેલા એક લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાનું વચન આપ્યું. કર્ણાટક ભાજપનાં પ્રમુખ અને પાર્ટીનાં મુખ્યમંત્રીપદનાં ઉમેદવાર બી.એસ યેદિયુરપ્પા દ્વારા ઢંઢેરામાં કહેવામાં આવ્યું છે કે, જો પાર્ટી સત્તામાં આવે છે તો કોંગ્રેસ શાસનમાં રાજ્યની આર્થિક સ્થિતી અંગે શ્વેત પત્ર લાવશે. આ સાથે જ ભાજપે ઢંઢેરામાં રાષ્ટ્રીયકૃત અને સહકારી બેંકો પાસેથી લેવાયેલી એક લાખ રૂપિયા સુધીની કૃષી લોન માફ કરવાનું વચન આપ્યું છે. 

બીપીએલ શ્રેણીની યુવતીઓને લગ્નનાં સમયે 25 હજાર રૂપિયા અને ત્રણ ગ્રામ સોનું આપવાનું વચન આપવામાં આવ્યું છે. જાહેરાતમાં અન્નપુર્ણા કેન્ટિન ચાલુ કરવાની વાત પણ કહેવાઇ છે. પાર્ટીએ કહ્યું કે, ગાયોની સુરક્ષા માટે ગૌ સેવા પંચને પણ પુન: જીવીત કરવામાં આવશે. ભાજપ સાંસદ શોભા કરંદલાજેએ જાહેરાતને દ્રષ્ટીપત્ર ગણાવતા કહ્યું કે, તેમાં લોકોની આકાંક્ષાઓ અને આશાઓને સ્થાન અપાયું છે. ત્રણ લાખ કરતા વધારે લોકો અને નિષ્ણાંતો પાસેથી મંતવ્યો મંગાવવામાં આવ્યા બાદ ઘોષણાપત્ર તૈયાર કરવામાં આવ્યું છે. રાજ્યની 224 સભ્યોની વિધાનસભા માટે 12 મેનાં રોજ ચૂંટણી યોજાશે. 

કર્ણાટકમાં ભાજપનો ચૂંટણી ઢંઢેરો જૂમલાફેસ્ટો: કોંગ્રેસ
મતોની ગણત્રી 15નાં રોજ થશે. બીજી તરફ કોંગ્રેસે શુક્રવારે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ભાજપની તરફથી બહાર પડાયેલ ઘોષણાપત્રને જુમલાફેસ્ટ ગણાવ્યું હતું. જનતાને હથેળીમાં ચાંદ દેખાડવામાં આવ્યો છે. જો કે જનતા આના પર વિશ્વાસ નહી કરે. ભાજપે ઢંઢેરો જાહેર કર્યાનાં થોડા સમય બાદ કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલે ટ્વીટ કરીને કહ્યું કે, કર્ણાટકમાં ભાજપનો ઢંઢેરો 2014નાં મોદીનાં ઢંઢેરા અને યેદિ   રેડ્ડી 2018નાં ઢંઢેરાનું મિશ્રણ છે. 
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ ભાજપનાં મુખ્યમંત્રીપદનાં ઉમેદવાર બી.એસ યેદિયુરપ્પા અને રેડ્ડી બંધુઓનો હવાલો ટાંકતા યેદિ રેડ્ડી શબ્દાવલીનો ઉપયોગ કરે છે. સુરજેવાલે આરોપ લગાવ્યો કે આ જુમલાફેસ્ટો છે અને અસત્યનો ઢગલો છે. તેમણે કહ્યું કે, ન વચનની કિંમત, ન શબ્દો પર વિશ્વાસ, હારી રહેલ ભાજપનાં પગ તળેથી સરકી રહી છે જમીન.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news