ભારતીય ક્રિકેટને મળ્યો એક જબરદસ્ત ફિનિશર, જેણે ધોનીના ધુરંધરોને આપી ધોબીપછાડ
કોલકાતાની ટીમના કેપ્ટન એવા આ ખેલાડીએ બતાવી દીધુ કે ચૂપચાપ કેવી રીતે વિરોધી ટીમનું કામ તમામ કરી શકાય છે.
- 280 રન બનાવીને ટોપ 10માં છે દિનિશ કાર્તિક
- 18 બોલમાં 45 રન બનાવીને ટીમને જીતાડી
- કોલકાતા હાલ પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે છે
Trending Photos
નવી દિલ્હી: ચેન્નાઈ વિરુદ્ધ કોલકાતાની ટીમે શાનદાર રીતે જીત મેળવી. આ જીતમાં ટીમના યુવા ખેલાડી શુભમન ગિલે શાનદાર ભૂમિકા નિભાવી, પરંતુ એકવાર ફરીથી ટીમના કેપ્ટન દિનેશ કાર્તિકે બતાવી દીધુ કે ચૂપચાપ કેવી રીતે વિરોધી ટીમનું કામ તમામ કરી શકાય છે. ભલે તેની ઈનિંગની ક્યાંય ચર્ચા ન થાય પરંતુ એક વાત નક્કી છે કે આ ખેલાડીએ બતાવી દીધુ છે કે હજુ તે ઝંઝાવત ફોર્મમાં છે.
શ્રીલંકામાં NIDAHAS TROPHY ટ્રોફીના ફાઈનલમાં જ્યારે બધાએ જીતની આશા છોડી દીધી હતી ત્યારે દિનેશ કાર્તિક કોઈ સુપરહીરોની જેમ મેચમાં આવ્યો અને તેણે સમગ્ર મેચનો નક્શો બદલી નાખ્યો. છેલ્લા બોલ પર છગ્ગો લગાવીને મેચ જીતાડી દીધી.
ચેન્નાઈ વિરુદ્ધ આ મેચમાં પણ દિનેશ કાર્તિકે એકવાર ફરીથી પોતાના શાનદાર ફોર્મનો પરિચય કરાવ્યો. પહેલા રમતા ચેન્નાઈની ટીમે 177 રનનો સ્કોર કર્યો. કોલકતા માટે આ લક્ષ્યાંક કઈ બહુ મોટો નહતો. ઉપરથી 3 વિકેટ પણ જલદી પડી ગઈ. 11.4 ઓવરમાં 97 રન પર કોલકાતા ટીમની ચાર વિકેટ પડી ગઈ હતી. અહીંથી ટીમને લગભગ 11ની સરેરાશથી રન બનાવવાના હતાં.
આ કામ બહુ સરળ નહતું. કારણ કે સામેની ટીમમાં મહેન્દ્ર સિંહ ધોની હતો. જે ક્યારે કયું તીર ચલાવે તે કોઈને ખબર પડે નહીં. 4 વિકેટ પડ્યાં બાદ કોમેન્ટ્રી કરનારા પણ કહી રહ્યાં હતાં કે હવે ચેન્નાઈનું પલડું ભારે છે. પરંતુ પહેલા કાર્તિકે એકદમ ગંભીર અંદાઝમાં શુભમન ગિલ સાથે દાવ આગળ વધાર્યો અને 17મી અને 18મી ઓવરમાં જઈને ગીયર ચેન્જ કર્યું અને ત્યારબાદ તો મેચ કોલકાતાની ઝોળીમાં જ હતીં.
દિનેશ કાર્તિકે માત્ર 18 બોલમાં 45 રન ઠોક્યાં. જેમાં 1 છગ્ગો અને 7 ચોગ્ગા સામેલ હતાં. વિજયી શોટ લગાવ્યો ત્યાં સુધી ક્રિઝ પર ડટી રહ્યો હતો. કારણ કે તેને ખબર હતી કે એક પણ વિકેટ પડી તો મેચ ચેન્નાઈ તરફી થઈ જાત. પરંતુ દિનેશ કાર્તિકે શાનદાર રીતે મેચને ફિનિશ કરી અને ટીમને જીતાડી.
આમ તો બધા જાણે છે કે મહેન્દ્ર સિંહ ધોનીને ભારતીય ક્રિકેટ ઉપરાંત દુનિયાભરમાં બેસ્ટ ફિનિશર તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી જે રીતે દિનેશ કાર્તિક ક્રિકેટ રમી રહ્યો છે તેનાથી ભરોસો જાગ્યો છે કે તે પણ ટીમ ઈન્ડિયા માટે એક ભરોસાપાત્ર ફિનિશર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે