Bhagwant Mann Wedding: CM ભગવંત માનના ભાવિ પત્નીનો PHOTO થયો વાયરલ, જોતા જ રહી જશો

Bhagwant Mann Wedding: પંજાબના સીએમ ભગવંત માન આજે ડોક્ટર ગુરપ્રીત કૌર સાથે લગ્નના બંધનમાં બંધાઈ જશે. તેમના લગ્ન ખુબ જ સાદાઈથી સીએમ હાઉસમાં થશે.

Bhagwant Mann Wedding: CM ભગવંત માનના ભાવિ પત્નીનો PHOTO થયો વાયરલ, જોતા જ રહી જશો

Bhagwant Mann Wedding: પંજાબના સીએમ ભગવંત માન આજે ડોક્ટર ગુરપ્રીત કૌર સાથે લગ્નના બંધનમાં બંધાઈ જશે. તેમના લગ્ન ખુબ જ સાદાઈથી સીએમ હાઉસમાં થશે. ગણતરીના લોકોને આમંત્રણ અપાયું છે. બંને પરિવારોએ પોતાના ખાસમખાસ સંબંધીઓને જ લગ્નમાં બોલાવ્યા છે. પણ આ બધા વચ્ચે મુખ્યમંત્રીના ભાવિ પત્નીનો એક ફોટો વાયરલ થયો છે. 

લગ્નની જાહેરાત બાદ કરી ટ્વીટ
લગ્નની ગઈકાલે જાહેરાત થયા બાદ ડો.ગુરપ્રીત કૌરે આજે ટ્વીટ કરી છે. તેમણે લખ્યું છે કે દિન શગના દા ચડ્યા...આ સાથે તેમણે બ્લ્યૂ કલરના સલવાર સૂટમાં એકદમ સુંદર તસવીર પણ શેર કરી છે. સોશિયલ મીડિયા પર ગુરપ્રીત કૌરને શુભેચ્છા પાઠવનારાઓનો તાંતો લાગ્યો છે. અત્રે જણાવવાનું કે સીએમ ભગવંત માન પંજાબના પહેલા  એવા રાજનેતા છે જેઓ મુખ્યમંત્રી પદે છે અને લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમના લગ્ન શીખ પરંપરાઓ અને આનંદ કારજ મુજબ કરવામાં આવશે.

— Dr. Gurpreet Kaur (@DrGurpreetKaur_) July 7, 2022

લગ્નનું મેન્યુ થયું વાયરલ
લગ્ન સાદાઈથી થવાના છે પરંતુ આગતા સ્વાગતામાં કોઈ કમી રહેશે નહીં. આ બધા વચ્ચે ભોજન સમારોહનું મેન્યૂ પણ વાયરલ થયું છે. જે વાનગી મહેમાનોને પિરસવામાં આવશે તેમના નામ જાણીને તમારા મોઢામાં પણ પાણી આવી જશે. શાકની વાત કરીએ તો તેમાં કડાઈ પનીર, મશરૂમ પ્યાઝ, ખુબાની સ્ટફ કોફ્તા, કલોન્જીવાળા બટાકા, વેજિટેબલ જલફ્રેઝી, ચના મસાલા, તંદુરી કુલ્ચે અને દાળ મખની હશે. 

જ્યારે સ્વીટમાં મગની દાળનો હલવો, શાહી ટુકડા, અંગુરી રસમલાઈ, માહ દી જલેબી, ડ્રાયફ્રૂટ રબડી, હોટ ગુલાબ જાંબુ પિરસવામાં આવશે. લગ્ન સમારોહમાં  ખુબ જ ઓછા લોકોને આમંત્રણ અપાયું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પરિવાર સહિત સામેલ થશે. 

menu

જાણો ગુરપ્રીત કૌર વિશે
સીએમ ભગવંત માનના ભાવિ પત્ની ગુરપ્રીત કૌર મુખ્ય રીતે હરિયાણાના પિહોવાના રહીશ છે. તેઓ વ્યવસાયે ડોક્ટર છે. અંબાલાની એક મેડિકલ કોલેજમાંથી મેડિકલનો અભ્યાસ કર્યો છે. તેઓ ત્રણ બહેન છે. જેમાંથી મોટી બે બહેનો અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં રહે છે. જ્યારે ગુરપ્રીત કૌર અને પિતા ઈન્દ્રજીત સિંહ પાસે પણ કેનેડાની નાગરિકતા છે. પિતા એક પૂર્વ ગ્રામ પ્રધાન છે અને 40 એકરથી વધુ કૃષિ ભૂમિના માલિક છે. ગુરપ્રીતના માતા ગૃહિણી છે. 

એવું કહેવાય છે કે ભગવંત માન અને ગુરપ્રીતની પહેલી મુલાકાત 2019માં થઈ હતી. તે સમયે તેઓ સંગરૂરથી સાંસદ હતા. ગુરપ્રીત ભગવંત માનના સીએમ પદના શપથગ્રહણ સમારોહમાં પણ જોવા મળ્યા હતા. ભગવંત માનના પરિવારને તેઓ લગભગ દોઢ વર્ષ પહેલા મળ્યા હતા. માનના માતા અને બહેને જ ગુરપ્રીતને પસંદ કર્યા હતા. મળતી માહિતી મુજબ ગુરપ્રીત કૌર પણ રાજકારણમાં આવવા માટે ઈચ્છુકે છે. પરંતુ ગુરપ્રીતનો પરિવાર ઈચ્છતો હતો કે તેમના પહેલા લગ્ન થઈ જાય. હવે આજે લગ્ન પણ થઈ રહ્યા છે તો રાજકારણ માટે તેમના દરવાજા હવે ખુલી શકે તેમ છે. ગુરપ્રીત કૌરને માનના સાહસિક નિર્ણય લેવાની રીત ગમે છે. આ સાથે જ માનની સ્ટેન્ડ અપ કોમેડી પણ પસંદ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news