પીએમના માર્કેટિંગનો ખર્ચો દેશના ઉદ્યોગપતિઓ ઉઠાવે છેઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ જણાવ્યું કે, મોદીજી 24 કલાક ટીવી પર છવાયેલા રહે છે, તેમના પોસ્ટર પણ ઠેર-ઠેર જોવા મળે છે. કોઈ પણ વ્યક્તિ ટીવી પર પૈસા ચૂકવ્યા ગર દેખાઈ શક્તું નથી, જો આમ હોત તો દરેક વ્યક્તિ ટીવી પર જોવા મળતી 

પીએમના માર્કેટિંગનો ખર્ચો દેશના ઉદ્યોગપતિઓ ઉઠાવે છેઃ રાહુલ ગાંધી

બરીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બરીમાં આયોજિત એક જાહેર સભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું હતું. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, પીએમ મોદી દરેક સમયે પોતાનું માર્કેટિંગ કરવામાં વ્યસ્ત રહે છે અને તેમના માર્કેટિંગ માટે ઉદ્યોગપતિઓ કરોડો આપે છે.

રાહુલે જણાવ્યું કે, પીએમ નરેન્દ્ર મોદી ટીવી પર 24 કલાક છવાયેલા રહે છે. જ્યાં પણ જૂઓ પીએમ મોદીના પોસ્ટર લાગેલા છે. ટીવી પર કોઈ મફતમાં આવતું નથી, જો એમ હોત તો દરેક વ્યક્તિ ટીવી પર છવાયેલી જોવા મળતી. માર્કેટિંગ કરવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. વડા પ્રધાનનું માર્કેટિંગ એ ઉદ્યોગપતિઓ જ કરી રહ્યા છે, જેમને મોદીજી 30 હજાર કરોડ આપે છે. 

શું મળી ગયો 2 કરોડ યુવાનોને રોજગાર
રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન તાકતા કહ્યું કે, વડા પ્રધાને જણાવ્યું હતું કે દર વર્ષે 2 કરોડ યુવાનોને રોજગાર મળશે. મળી ગયો? તેમણે જણાવ્યું કે, 24 કલાકમાં ચીનની સરકાર 50 હજાર યુવાનોને રોજગાર આપે છે. એ જ 24 કલાકમાં હિન્દુસ્તાન સરકાર 450 યુવાનોને રોજગાર આપી શકે છે. 

રાહુલ ગાંધીએ જણાવ્યું કે, પીએમ મોદી બુલેટ ટ્રેનની વાત કરે છે, પરંતુ રાજસ્થાનમાં રેલવે પ્રોજેક્ટ્સને તેમણે રદ્દ કરી દીધા છે. રાહુલ જણાવ્યું કે, સમગ્ર ભારતનું રેલવે બજેટ દોઢ લાખ કરોડ રૂપિયાનું છે. બુલેટ ટ્રેન, જેમાં વધુમાં વધુ 3થી 4 હજાર લોકો મુસાફરી કરશે, તેનું બજેટ રૂ.1 લાખ કરોડનું છે. 

રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, ભારતના 15-20 સૌથી શ્રીમંત લોકોએ 12.50 લાખ કરોડ રૂપિયા બેન્કો પાસેથી લીધેલા છે, જે પાછા નથી આપી રહ્યા. 

અર્થતંત્ર ઠપ થઈ ગયું છે
રાહુલે જણાવ્યું કે, આજે કોઈ પણ વ્યક્તિ સરકારને સવાલ પુછી શકતો નથી. તેમણે જણાવ્યું કે, "મોદીજીએ દેશને ઝાડુ પકડાવી દીધી છે અને જણાવ્યું છે કે માત્ર સફાઈ કરો, સવાલ ન પુછો. સવાલ પુછશો તો મારીશું. અર્થતંત્ર ઠપ થઈ ગયું છે. બેન્કો બંધ થઈ ગઈ છે. જે યુવાનો પોતાની નાનકડી દુકાન ચલાવા માગે છે, જે દેશને રોજગાર આપવા માગે છે, તેને તમારી બેન્ક એક રૂપિયોપણ નહીં આપે?"

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news