કર્ણાટકમાં કોઈ ભૂખ્યુ નથી, જ્યારે ગુજરાતમાં તો ભૂખ્યાની લાઈનો લાગી છે: રાહુલ ગાંધી

કર્ણાટકમાં કોંગ્રેસ માટે ચૂંટણી પ્રચારમાં લાગેલા રાહુલ ગાંધી સતત ભાજપ અને વડાપ્રધાન મોદી પર નિશાન સાધી રહ્યાં છે. આજે એકવાર ફરીથી તેમણે પોતાની જનઆશીર્વાદ યાત્રા દરમિયાન કલગીમાં આયોજિત એક જનસભાને સંબોધતા પીએમ મોદીને લઈને અનેક આકરા પ્રહારો કર્યા.

કર્ણાટકમાં કોઈ ભૂખ્યુ નથી, જ્યારે ગુજરાતમાં તો ભૂખ્યાની લાઈનો લાગી છે: રાહુલ ગાંધી

નવી દિલ્હી: કર્ણાટકમાં કોંગ્રેસ માટે ચૂંટણી પ્રચારમાં લાગેલા રાહુલ ગાંધી સતત ભાજપ અને વડાપ્રધાન મોદી પર નિશાન સાધી રહ્યાં છે. આજે એકવાર ફરીથી તેમણે પોતાની જનઆશીર્વાદ યાત્રા દરમિયાન કલગીમાં આયોજિત એક જનસભાને સંબોધતા પીએમ મોદીને લઈને અનેક આકરા પ્રહારો કર્યા. આ દરમિયાન એકબાજુ જ્યાં તેમણે કર્ણાટકની હાલની સિદ્ધારમૈયા સરકારના કામોના વખાણ કર્યાં ત્યાં બીજી બાજુ ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બી એસ યેદિયુરપ્પા ઉપર પણ નિશાન સાધ્યું. રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું કે "મોદીજી મારા વિશે ઉલ્ટી સીધી વાતો કરે છે કે મને ભાષણ કરતા નથી આવડતું. મોદીજી જે કહેવા માંગે તે કહે. તેઓ આપણા વડાપ્રધાન છે અને હું તેમના પર પર્સનલ એટેક નહીં કરું. પરંતુ મારો હક છે સવાલ પૂછવાનો અને તે હું કરીશ. યેદિયુરપ્પા જેવા ભ્રષ્ટને મુખ્યમંત્રી પદના ઉમેદવાર કેમ બનાવ્યાં. અમિત શાહે પણ યેદુદરપ્પાને સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી કહ્યાં હતાં તો તેને મુખ્યમંત્રી પદના ઉમેદવાર કેમ બનાવ્યાં". પોતાના ભાષણમાં તેમણે આગળ સિદ્ધારમૈયા સરકારના વખાણ કરતા કહ્યું કે કર્ણાટકમાં લગભગ 90 ટકા અપાયેલા વાયદા પૂરા કરાયા છે. કર્ણાટકમાં કોઈ ભૂખ્યા નથી. ગુજરાતમાં તો ભૂખ્યા લોકોની લાઈન લાગી છે.

જે તમે બોલી રહ્યા છો તેને કરીને બતાવો
કલગીમાં જનસભાને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે મોદીજી જે તમે બોલી રહ્યાં છો તે કરીને બતાવો. નીરવ મોદી રૂપિાય લઈને ભાગી ગયો. મોદીજી ખેડૂતોના દેવા માફ કેમ કરતા નથી. મેં જ્યારે સિદ્ધારમૈયાજીને પૂછ્યું કે શું ખેડૂતોના દેવા માફ થઈ શકે છે. સિદ્ધારમૈયાજીએ 10 દિવસની અંદર ખેડૂતોના 8000 કરોડ રૂપિયા માફ કર્યાં. તમે લખી લો કે મોદી ક્યારેય ખેડૂતોના દેવા માફ કરશે નહીં.

કર્ણાટકમાં કોઈ પણ ભૂખ્યો નથી
પોતાના ભાષણમાં તેમણે આગળ સિદ્ધારમૈયા સરકારના વખાણ કરતા કહ્યું કે કર્ણાટકમાં લગભગ 90 ટકા અપાયેલા વાયદા પૂરા કરાયા છે. કર્ણાટકમાં કોઈ ભૂખ્યા નથી. ગુજરાતમાં તો ભૂખ્યા લોકોની લાઈન લાગી છે. ઈન્દિરા કેન્ટીનમાં ગરીબથી ગરીબ વય્ક્તિ ભરપેટ ખાવાનું ખાઈ રહ્યો છે. કર્ણાટકમાં છોકરીઓની શિક્ષા અમે ફ્રીમાં અપાવીએ છીએ.

મોદીજી ચૂપ રહે છે
પીએમ મોદી પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે બેટી બચાવો ભાજપના એમએલએથી. મોદીજીના એમએલએ ઉન્નાવમાં એક મહિલાનો રેપ કરે છે. મોદીજી ચૂપ રહે છે. કઠુઆમાં એક બાળકી પર રેપ થાય છે અને મોદીજી ચૂપ રહે છે. આવું પહેલીવાર થયું છે કે હિન્દુસ્તાનના વડાપ્રધાન દેશની બહાર જાય છે અને તેમને કહેવામાં આવે છે કે તમે ભારતમાં મહિલાઓની રક્ષા કરી શકતા નથી. જે શરમની વાત છે.

સિદ્ધારમૈયાજી કોઈના ઉપર પર્સનલ એટેક કરતા નથી
રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું કે સિદ્ધારમૈયાજી કોઈના પ ર પર્સનલ એટેક કરતા નથી. મોદીજીના મંત્રી પણ કર્ણાટકના રસ્તાઓના વખાણ કરે છે. મોદીજી મારા અંગે ઉલટી સીધી વાતો કરે છે કે મને ભાષણ કરતા નથી આવડતું. મોદીજી જે કહેવા માંગે તે કહે. તેઓ મારા વડાપ્રધાન છે, હું તેમના પર પર્સનલ એટેક કરીશ નહીં. પરંતુ મારો હક છે સવાલ પૂછવાનો અને તે હું કરીશ. કે યેદિયુરપ્પા જેવા ભ્રષ્ટને મુખ્યમંત્રી બનાવ્યો. અમિત શાહએ પણ યેદિયુરપ્પાને સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી કહ્યાં. તો તેમને મુખ્યમંત્રી પદના ઉમેદવાર કેમ બનાવ્યાં.

2019માં કોંગ્રેસ દિલ્હીમાં સરકાર બનાવશે
પોતાના ભાષણ દરમિયાન રાહુલ ગાંધીએ આગામી લોકસભા ચૂંટણીનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે દાવો કરતા કહ્યું કે 2019માં કોંગ્રેસ દિલ્હીમાં સરકાર બનાવશે. 371 Jનો ભાજપે વિરોધ કર્યો હતો. કર્ણાટકના લોકોને લાખો રૂપિયા 371 Jથી મળે છે. અમારી લડાઈ એ છે કે કર્ણાટકની જનતાના જે રૂપિયા છે તે તેમને પાછા અપાવવામાં આવે. લગભગ 35હજાર કરોડ રૂપિયા જે જનતાના છે તે મોદીના મિત્ર ગટકી ગયા. રાહુલ ગાંધીએ આગળ (રેડ્ડી બ્રધર્સ પર ઈશારો કરતા) કહ્યું કે ચોરોને અમે વિધાનસભામાં ઘૂસવા દઈશું નહીં.

દુનિયામાં પેટ્રોલના ભાવ ઘટી રહ્યાં છે
રાહુલ ગાંધીએ પેટ્રોલિયમના ભાવો પર વાત કરતા કહ્યું કે દુનિયામાં પેટ્રોલના ભાવ ઘટી રહ્યાં છે. આપણે વિદેશમાંથી પેટ્રોલ ખરીદીએ છીએ. લાખો કરોડો રૂપિયાની બચત થઈ રહી છે. હું સવાલ પૂછવા માંગુ છું કે જ્યારે સમગ્ર વિશ્વમાં પેટ્રોલના ભાવ ઘટી રહ્યાં છે તો હિન્દુસ્તાનમાં કેમ વધી રહ્યાં છે. મોદીજીએ પોતાના ભાષણમાં જવાબ આપવો જોઈએ કે બચેલા રૂપિયા ક્યા જઈ રહ્યાં છે. મોદીજી તે રૂપિયા પોતાના 5-10 મિત્રોમાં વહેંચી દે છે. તે રૂપિયા મહિલાઓને કેમ મળતા નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news