અનાદર કેસ: રાહુલે નવા સોગંદનામામાં પણ વિવાદિત નિવેદન માટે માફી ન માંગી

કોર્ટના અનાદર મામલે ભાજપના સાંસદ મીનાક્ષી લેખીની અરજી પર રાહુલ ગાંધીએ આજે સુપ્રીમ કોર્ટમાં એક નવું સોગંદનામું રજુ કર્યું છે.

અનાદર કેસ: રાહુલે નવા સોગંદનામામાં પણ વિવાદિત નિવેદન માટે માફી ન માંગી

નવી દિલ્હી: કોર્ટના અનાદર મામલે ભાજપના સાંસદ મીનાક્ષી લેખીની અરજી પર રાહુલ ગાંધીએ આજે સુપ્રીમ કોર્ટમાં એક નવું સોગંદનામું રજુ કર્યું છે. જેમાં તેમણે પોતાના વિવાદિત નિવેદન માટે માફી ન માંગતા ખેદ વ્યક્ત કર્યો છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં મંગળવારે (30મી એપ્રિલ) આગામી સુનાવણી હાથ ધરાશે. 

રાહુલ ગાંધી વિરુદ્ધ ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ સુપ્રીમ કોર્ટમાં અનાદર અરજી દાખલ કરી છે. તેમણે કહ્યું કે રાફેલ મામલે ગોપનીય દસ્તાવેજને પણ ચર્ચાનો હિસ્સો બનાવવાના સુપ્રીમ કોર્ટના ચુકાદાને કોંગ્રેસ અધ્યક્ષે ખોટી રીતે રજુ કર્યું. લેખીએ રાહુલ પર આરોપ લગાવતા કહ્યું કે તેમણે ચોકીદાર ચોર હૈના પોતાના નિવેદનને સુપ્રીમ કોર્ટના નિવેદન તરીકે રજુ કર્યું. 

જુઓ LIVE TV

તેમણે રાહુલ ગાંધી પર આરોપ લગાવતા કહ્યું કે રાફેલની પુર્નવિચાર અરજી મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું છે કે ચોકીદાર ચોર હૈ!'

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news