ગેહલોત સરકાર પાડવાના ષડયંત્રમાં ભાજપના નેતાઓના નામ, પૂછપરછ બાદ ધરપકડ

રાજસ્થાનમાં સરકાર પાડવાના પ્રયાસોને લઈને એસઓજીએ કેસ દાખલ કર્યો છે. એફઆઈઆર પ્રમાણે એસઓજી ગ્રુપને કેટલાક ફોન નંબરોના રેકોર્ડિંગ દરમિયાન જાણવા મળ્યું કે, અશોક ગેહલોત સરકાર પાડવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે.   

Updated By: Jul 11, 2020, 03:37 PM IST
ગેહલોત સરકાર પાડવાના ષડયંત્રમાં ભાજપના નેતાઓના નામ, પૂછપરછ બાદ ધરપકડ

જયપુરઃ રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતને કથિત રૂપે પાડવાના પ્રયાસોના મામલામાં ભાજપના નેતાઓના નામ સામે આવ્યા છે. રાજસ્થાન પોલીસે આ મામલામાં ભાજપના બે નેતાઓને મોડી રાત્રે કસ્ટડીમાં લીધા છે. પૂછપરછ બાદ રાજસ્થાન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ  (SOG)એ તેની ધરપકડ કરી લીધી છે. 

કોલ રેકોર્ડિંગના આધારે પગલા
રિપોર્ટ પ્રમાણે, રાજસ્થાનમાં ધારાસભ્યોની ખરીદી-તોડવાના મામલામાં બે ભાજપના નેતાઓના નામ સામે આવ્યા છે. આ નેતાઓના નામ ભરત માલાની અને અશોક સિંહ છે. તેની બ્યાવર ઉદયપુરથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ધરપકડ કરી લીધી છે. રાજસ્થાન એસઓજી પ્રમાણે માલાનીના કોલ રેકોર્ડિંગથી જાણવા મળ્યું કે, ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 

2021 પહેલાં બનશે નહી કોરોનાની રસી, સંસદીય પેનલે આપી જાણકારી

ભાજપના નેતા ભરત માલાનીની ધરપકડ
આ ખુલાસા બાદ એસઓજીએ ભરત માલાનીને કસ્ટડીમાં લીધો ત્યારબાદ તેની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ જયપુરમાં પૂછપરછ થઈ રહી ચે. ભરત માલાની રાજસ્થાન ભાજપમાં ઘણા પદો પર જવાબદારી નિભાવી ચુક્યા છે. 

મહત્વનું છે કે રાજસ્થાનમાં સરકાર પાડવાના પ્રયાસને લઈને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે કેસ દાખલ કર્યો છે. એફઆઈઆર પ્રમાણે એસઓજી ગ્રુપને કેટલાક ફોન નંબરોના રેકોર્ડિંગ દરમિયાન જાણવા મળ્યું કે, અશોક ગેહલોત સરકાર પાડવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. 

ભાજપ પર પૈસા આપીને ખરીદવાનો આરોપ
એફઆઈઆર અનુસાર, તેવી વાત ફેલાવવામાં આવી રહી છે કે રાજસ્થાનમાં સીએમ અને ડેપ્યુટી સીએમ વચ્ચે ઝગડો ચાલી રહ્યો છે. તેવી સ્થિતિમાં કેટલીક શક્તિઓ અપક્ષ અને કોંગ્રેસના ધારાસભ્યોને તોડીને સરકાર પાડવા ઈચ્છે છે. 

એફઆઈઆરમાં આરોપ છે કે ભાજપ નેતા ધારાસભ્યોને પૈસાની લાલચ આપીને પોતાના પક્ષમાં કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. રાજસ્થાન એસઓજી આ મામલાની તપાસ કરી રહ્યું છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube