રાજસ્થાન: ગેહલોત સરકારે વિધાનસભામાં જીત્યો વિશ્વાસ મત

મુખ્યમંત્રી અશોક ગેહલોતની સરકારે રાજસ્થાન વિધાનસભામાં વિશ્વાસ મત પ્રાપ્ત કરી લીધો છે. સરકારે વિશ્વાસ મતના પ્રસ્તાવને સદનમાં ધ્વનિ મતથી પારિત કરી દીધો. 

Updated By: Aug 14, 2020, 06:26 PM IST
રાજસ્થાન: ગેહલોત સરકારે વિધાનસભામાં જીત્યો વિશ્વાસ મત

જયપુર: મુખ્યમંત્રી અશોક ગેહલોતની સરકારે રાજસ્થાન વિધાનસભામાં વિશ્વાસ મત પ્રાપ્ત કરી લીધો છે. સરકારે વિશ્વાસ મતના પ્રસ્તાવને સદનમાં ધ્વનિ મતથી પારિત કરી દીધો. 

વિધાનસભા અધ્યક્ષ સીપી જોશીએ પ્રસ્તાવ સ્વિકાર કરવાની જાહેરાત કરી. સદનની કાર્યવાહીને 21 ઓગસ્ટ સુધી સ્થગિત કરવામાં આવી છે. 

આ પહેલાં સરકારે પ્રસ્તાવ પર ચર્ચા થઇ જેનો સીએમ અશોક ગેહલોતે જવાબ આપ્યો અને વિપક્ષના તમામ આરોપોને નકારી કાઢ્યા. 

વિશ્વાસ મત પ્રાપ્ત કર્યા બાદ કોંગ્રેસ નેતા સચિન પાયલટે કહ્યું કે આજે રાજસ્થના વિધાનસભામાં સરકારના પ્રસ્તાવને બહુમતથી પારિત કરવામાં આવ્યો છે. જોકે વિપક્ષએ તમામ પ્રયત્નો કર્યા પરંતુ પરિણામ સરકારના પક્ષમાં આવ્યું છે. 

આ પહેલાં સદનમાં ચર્ચા દરમિયાન રાજસ્થાનના પૂર્વ ઉપમુખ્યમંત્રી સચિન પાયલ્ટે તાજેતરના રાજકીય ઘટનાક્રમને લઇને વિપક્ષની ટીકા પર પલટવાર કરતાં પોતાને સૌથી મજબૂત યોધ્ધા ગણાવ્યા અને કહ્યું કે વિપક્ષના હુમલાથી સત્તા પક્ષને કોઇપણ ભોગે સુરક્ષિત રાખશે.  

સચિન પાયલટે સદનમાં સરકર તરફથી લાવવામાં આવેલા વિશ્વાસ મત પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન હસ્તક્ષેપ કરતાં આ વાત કહી. 

અશોક ગેહલોતે રજુ કર્યો વિશ્વાસ પ્રસ્તાવ
રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય ગતિરોધ વચ્ચે આજે વિધાનસભા સત્રની શરૂઆત થઈ. સદનમાં પહેલે જ દિવસે મુખ્યમંત્રી અશોક ગેહલોતે વિશ્વાસ પ્રસ્તાવ રજુ કરી દીધો. કોંગ્રેસે પોતાના તમામ વિધાયકો માટે વ્હિપ બહાર પાડી દીધો છે. મોટી વાત એ છે કે વિધાનસભામાં સચિન પાયલટ જૂથના વિધાયકો અલગથી સદન પહોંચ્યાં જ્યારે અશોક ગેહલોતના ધારાસભ્યો અલગ સદન પહોંચ્યાં. 

ભાજપ લાવવા માંગતો તો અવિશ્વાસ પ્રસ્તાવ
અત્રે જણાવવાનું કે ભાજપ પણ અશોક ગેહલોત સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યો હતો પરંતુ તે પહેલા જ ગેહલોતે વિશ્વાસ પ્રસ્તાવ રજુ કરી દીધો. હવે મુખ્યમંત્રી અશોક ગેહલોતે સદનમાં પૂર્ણ બહુમત સાબિત કરવો પડશે. 

પાયલટ જૂથના ધારાસભ્યો પણ પહોંચ્યા વિધાનસભા
કોંગ્રેસે વિધાનસભા સત્ર અગાઉ વ્હિપ બહાર પાડ્યું છે અને સરકારના પક્ષમાં મતદાન કરવાનો નિર્દેશ આપ્યો છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ જૂથના ધારાસભ્યો અલગથી વિધાનસભા પહોંચ્યાં. આ એક મહત્વની વાત છે જે ઈશારો કરે છે કે રાજસ્થાન સરકારમાં બધુ ઠીક નથી. જે એકજૂથતા દેખાડી રહી છે તે માત્ર બનાવટી છે. 

અત્રે જણાવવાનું કે વિધાનસભા સત્રમાં ચીન બોર્ડર પર ચીની સૈનિકો સાથે થયેલા ઘર્ષણમાં શહીદ થયેલા 20 સૈનિકોને શ્રદ્ધાંજલિ અપાઈ. ગેહલોત જૂથના ધારાસભ્યો બસમાં પહોંચ્યા જ્યારે પાયલટ જૂથના ધારાસભ્યો પોતાની કારથી વિધાનસભા સદન પહોંચ્યાં. ગુરુવારે સાંજે સચિન પાયલટ, અશોક ગેહલોતની મુલાકાત થઈ છે.  

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube