મહીસાગર: માતાએ 3 પુત્રીઓ સાથે કૂવામાં ઝંપ લાવતા પંથકમાં હાહાકાર મચ્યો, ચારેયના મોત

એક માતાએ પોતાની ત્રણ વ્હાલી બાળકીઓ સાથે કૂવામાં ઝંપ લાવતા વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. મહિલા અને ત્રણ બાળકીઓના મોત નિપજ્યાં છે. ઘટનાના પગલે પરિજનોમાં અને ગ્રામજનોમાં માતમ છવાયો છે. 

Viral Raval Viral Raval | Updated: Nov 21, 2019, 06:01 PM IST
મહીસાગર: માતાએ 3 પુત્રીઓ સાથે કૂવામાં ઝંપ લાવતા પંથકમાં હાહાકાર મચ્યો, ચારેયના મોત

અલ્પેશ સુથાર, મહીસાગર: એક માતાએ પોતાની ત્રણ વ્હાલી બાળકીઓ સાથે કૂવામાં ઝંપ લાવતા વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. મહિલા અને ત્રણ બાળકીઓના મોત નિપજ્યાં છે. ઘટનાના પગલે પરિજનોમાં અને ગ્રામજનોમાં માતમ છવાયો છે. 

Gujarat બન્યું નંબર વન: આ મામલે ગુજરાતે દેશના તમામ રાજ્યોને પાછળ છોડ્યા

મળતી માહિતી મુજબ મહીસાગરના કડાણા તાલુકામાં આવેલા ડીટવાસ ગામની આ હચમચાવી નાખે તેવી ઘટનામાં 24 વર્ષના મંગુબેને તેમની ત્રણ બાળકીઓ સાથે મોત વ્હાલુ કર્યું. મંગુબેને પોતાની ત્રણ બાળકીઓ જેમાં એકની ઉંમર 5 વર્ષ હતી, બીજી બાળકીની ઉંમર 2 વર્ષ અને ત્રીજી બાળકીની ઉંમર 4 માસની હતી તેમને લઈને ગામના કૂવામાં ઝંપલાવ્યું. ચારેયના મોત નિપજ્યા છે. પોતાની વ્હાલીસોયી બાળકીઓ સાથે મોતને વ્હાલુ કરવા પાછળ શું કારણ હતું તે હજુ જાણવા મળ્યું નથી. જો કે માતા અને બાળકીઓના મોત માટે જવાબદાર જે પણ હોય તેને આકરી સજા મળે તેવી માગણી થઈ રહી છે. 

જુઓ LIVE TV

આ ઘટનાના પગલે કુટુંબીજનો અને ગ્રામજનોમાં શોકનો માહોલ છવાયો છે. ડીવાયએસપી સહિત પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહો બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે. પોલીસે આપઘાત કરવા પાછળનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube