મહારાષ્ટ્રમાં સરકારની રચના પર કોંગ્રેસ-NCP વચ્ચે બની સહમતિ
કોંગ્રેસના નેતાના આ નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે બંન્ને પાર્ટીઓ શિવસેનાની સાથે આગળ વધવા તૈયાર છે અને હવે માત્ર સરકારના સ્વરૂપ, મંત્રાલયોને વહેંચણી પર મંથન ચાલી રહ્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં શિવસેનાની (Shivsena) સાથે ગઠબંધન સરકાર બનાવવાને લઈને કોંગ્રેસ અને એનસીપીમાં (congress and ncp) સંમતિ બનતી દેખાઈ રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે દિલ્હીમાં એનસીપી પ્રમુખ શરદ પવાર સહિત પાર્ટીના તમામ નેતાઓની સાથે બેઠક બાદ સકારાત્મક સંકેત આપ્યા છે. હાં, નાથી આગળ વધતા કોંગ્રેસના નેતાએ કહ્યું કે, સરકારની રચનાને લઈને જે કવાયત ચાલી રહી છે, તેમાં આજે કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ચર્ચાનો આગામી રાઉન્ડ સમાપ્ત થયો છે. તમામ મુદ્દા પર અમારા વચ્ચે સામાન્ય સંમતિ બની ચુકી છે. તેમણે કહ્યું, હવે જે ચર્ચા છે, તે અમે મુંબઈમાં કરીશું.
કોંગ્રેસના નેતાના આ નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે બંન્ને પાર્ટીઓ શિવસેનાની સાથે આગળ વધવા તૈયાર છે અને હવે માત્ર સરકારના સ્વરૂપ, મંત્રાલયોને વહેંચણી પર મંથન ચાલી રહ્યું છે. ચવ્હાણે કહ્યું કે, હકીકતમાં ચૂંટણી પૂર્વ જે અમારા ગઠબંધનના પાર્ટનર હતા, તેની સાથે અમે મુંબઈમાં બેઠક કરીશું. આ સાથે તેમની સલાહ લેશું અને ત્યારબાદ એનસીપી અને શિવસેનાની સાથે ફાઇનલ બેઠક કરી સરકારના સ્વરૂપની જાહેરાત કરવામાં આવશે.
Prithviraj Chavan, Congress: Congress & NCP have completed discussions on all issues. There is complete unanimity. Tomorrow in Mumbai, we will have meeting with our other alliance parties. Later in the day, we will have discussion with Shiv Sena. #Maharashtra pic.twitter.com/Fkpx3PshL0
— ANI (@ANI) November 21, 2019
આ પહેલા આજના દિવસમાં CWCની બેઠક બાદ કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલે સ્પષ્ટ કરી દીધું હતું કે, હવે ચર્ચા અંતિમ તબક્કામાં છે. તેમણે કહ્યું, 'હું સમજું છું કે શુક્રવારે મુંબઈમાં એક નિર્ણય થઈ શકે છે.' તેવામાં બની શકે કે કાલે સાંજ સુધી મહારાષ્ટ્રમાં સરકારને લઈને ચાલી રહેલી અનિશ્ચિતતાનો સમય પૂર્ણ થઈ શકે છે.
બીજીતરફ મહારાષ્ટ્ર વિધાન ભવનમાં કાલે કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે, જેમાં પાર્ટીના ધારાસભ્ય દળના નેતાની પસંદગી થશે. ગુરૂવારે દિલ્હીમાં થયેલી બેઠકમાં કોંગ્રેસ તરફથી વરિષ્ઠ નેતા અહમદ પટેલ, જયરામ રમેશ અને મલ્લિકાર્જુન ખડગે સામેલ થયા જ્યારે એનસીપી તરફથી પ્રફુલ્લ પટેલ, સુપ્રિયા સુલે, અજીત પવાર, જયંત પાટિલ અને નવાબ મલિક પહોંચ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે